શ્રી દિગંત ઓઝા ની વિદાય

આમ તો  દિગંત ભાઈ ના નામ થી મારી પેઢી ના વાચકો અજાણ હોય શકે પણ ગયી પેઢી ના ખુબ જાણીતા પત્રકાર  ને ઈતિહાસ/રાજકીય વિષયના  ગુજરાતીમાં લખતા  જાણીતા લેખકો માંના  એક,    ચંદ્રકાંત બક્ષી વિષે ના કે તેમના લેખો માં થી મને તેમના નામ ને કામ  નો પરિચય થયો ને ત્યાર બાદ તેમનું પાકિસ્તાની સફરનામા પુસ્તક વાંચ્યા બાદ તેમના લખાણ નો પણ પરિચય થયો.તે સમય ના પાકિસ્તાનનો , ને ત્યાના ગુજરાતી સમાજ  નો ખુબ સરસ અહેવાલ તેમાંથી  મળી રહે છે, તેમનું બીજું પુસ્તક જે કારગીલ ના યુદ્ધ ને સૈનિકો વિષે નું પુસ્તક પણ એટલુજ રસપ્રદ છે.  તેમની બીજી ખુબ જાણીતી ને માનીતી ઓળખ એટલે હાલના ખુબ  લોકપ્રિય લેખિકા શ્રી કાજલ ઓઝા વૈદ્ય ના પિતાની!

પ્રભુ તેમની આત્મા ને શાંતિ અર્પે તેવી પ્રાથર્ના તેમજ એક સશક્ત ને મજબુત કલમ ના સ્વામી ને વંદન !

2 responses to “શ્રી દિગંત ઓઝા ની વિદાય

  1. Even though in our Hindu Sanskriti we are not suppose to say negative things about one who has departed this earth and may be with Krishna but when you are successfull and at that time you use your influence and politics to kill so many of young journalist’s career doesnt look good as a human being.

    I hVE NOTHING MORE TO ADD FOR DIGANT OZA..

    SAM HINDU

    • સંતોષભાઈ, તેઓ મારી પેઢી થી ઘણા જુના સમય ના પત્રકાર લેખક હોય તેમની અંગત જિંદગી કે સ્વભાવ વિષે મને કશી જાણ નથી વળી મેં તેમના ઉપર જણાવેલા બે પુસ્તક તેમજ કેટલાક તેમના જુના લેખો સિવાય વધુ કાઈ વાંચ્યું ના હોય તેમના વિષે મારી માહિતી પ્રમાણ માં ખુબ ઓછી છે, પણ તેમના પુસ્તકો વાંચ્યા બાદ તેમની વિદ્વતા ને કલમ ની શ્સક્તા વિષે કોઈ શંકા નથી. માટેજ એક વાચક તરીકે ની આ શ્રધાંજલિ છે.

Leave a reply to Sam Hindu's Blog. જવાબ રદ કરો