ખેલદિલી અને ક્રિકેટ !

કોઈ પણ રમત રમવાનો હેતુ શું ? આમ તો ઘણા બધા હેતુઓ છે, પણ મારા મતે કોઈ પણ રમત નો મુખ્ય હેતુ છે તે રમત નો  આત્મા પામવો એટલે કે ખેલદિલી ને આત્મ સાત કરવી. હરીફ સાથે ની હરીફાઈ દિલ થી ને પુરા જનુન થી કરવી પણ તે માટે આડી અવળી,રમતના  નિયમો માં  રહી ને કે નિયમો ની બહાર ની રીતો ના અપનાવી જોઈએ તે એક આદર્શ સ્થિતિ છે વળી તે રમત જગત માટેજ થોડી લાગુ પડે છે તે તો જીવના દરેક શેત્ર માં પણ એટલુજ મહત્વ ધરાવે છે ને જે રીતે આદર્શ વાતો ને વાસ્તવિકતા વચ્ચે નું  અંતર જોવા મળે છે, તેજોતા ઘણા ઓછા લોકો ખરી ખેલદિલી આત્મ સાત કરી શકે છે.

ખેર વાત ક્રિકેટ ના પરિપેક્ષ્ય માં કરીએ તો ક્રિકેટ માં હાર જીત કરતા પણ ખેલદિલી નું મહત્વ ઘણું વધારે છે. ને ક્રિકેટ નો ઈતિહાસ તપાસ્યએ તો આ વાતના ઢગલો ઉદાહરણો ને પ્રસંગો મળશે, ને હજી પણ કેટલાક ખેલ દિલ ક્રિકેટરો ને કારણે ક્રિકેટ ની આ ભવ્ય પરંપરા જળવાઈ રહી છે, એટલેજ તો ક્રિકેટ સાથે ઘણી કેહવતો બની છે જેનો મુખ્ય સુર હમેશા ખેલ દિલી ને લગતો હોય છે. પણ આજે જે રીતે ક્રિકેટ નો વિકાસ થઇ રહ્યો છે તે જોતા ભવિષ્ય ના ક્રિકેટ ના ખિલાડીઓ પાસેથી ખેલદિલી  ની અપેક્ષા રાખવી વધુ પડતી હશે, ને તેમાં મહદ અંશે ફાળો દર્શકો નો પણ છે.

હાલમાં શ્રીલંકા -ભારત ની મેચ માં જે પ્રસંગ બન્યો તે ક્રિકેટ માં ચર્ચાતા ખેલદિલી ના મુદ્દા ને ફરી પ્રકાશમાં લાવી દીધો છે. વીરુ સાથે જે થયું તે બેશક ખોટું છે પણ વીરુ પણ ભૂતકાળ માં ઘણા એવા નિવેદનો આપી વિરોધી ખિલાડી કે ટીમ નો ઔચીન્ત્ય ભંગ કર્યું છે તે પણ તો ખેલદિલી વગર નું વર્તન ના કેહવાય ? બંગલા દેશ સાથે ની ટેસ્ટ મેચ વખતે તેને કરેલું ઓર્ડીનરી ટીમ નું વિધાન તેનું તાજું ઉદાહરણ છે. વળી દરેક દેશો પોત પોતાની રીતે ખેલદિલી નું અર્થ ઘટન કરતો રહ્યો છે એટલે તે મુદ્દો પણ એક સાપેક્ષ છે. ઇંગ્લેન્ડ , ઓસ્ત્રલીયા જેવા દેશો વિરોધી ટીમ ના ખિલાડીઓ ને માનસિક રીતે પરેશાન કરી ની તેમનું ધ્યાન તોડવાનો નુસખો અપનાવતાજ રહ્યા છે , તો શ્રીલંકા ના ઘણા જુના ખિલાડીઓ નકારાત્મક રમત દાખ્વીજ ચુક્યા છે. વળી તેમની ટીમેં ક્રિકેટ ના નિયમો ની આડમાં  રહીને લગભગ થ્રો બોલર કહી શકાય તેવા ખિલાડીઓ ને ટીમમાં સમાવી ને એક ખોટી પરંપરા જરૂર શરુ કરી છે. તો ભારત ના નવા ખિલાડીઓ પણ એગ્રેસ્ન ના નામે જે બેફામ નિવેદનો ને મેદાન પર વર્તન બતાવે છે તે આવનારી ક્રિકેટ ની પેઢી માટે પ્રેરણા રૂપ તો નથીજ.

એક નાનું પણ ખેલ દિલી પૂર્વક નું વર્તન લોકો ના મન માં કેટલી ઊંડી છાપ છોડી જાય છે તેનું એક ઉદાહરણ. વર્ષો પેહેલા ( મારા જન્મ થી પહેલા , ને હજી સુધી તે મેચ મેં  ડીવીડી કે ટીવી પર પણ જોઈ નથી) ભારતની ની ઇંગ્લેન્ડ સામે રમાયેલી મેચ માં ભારતના શ્રેષ્ઠ બેસ્ટમેન વિસ્વનાથાન, ઇંગ્લેન્ડ ના ખિલાડી બોબ તાઈલોર  ને અમ્પાયરે આઉટ જાહેર કર્યો હોવા છતા પણ તેમને રમત માં પાછો બોલાવે છે કારણ કે બોબ ઓઉટ નથી હોતા. અને તે મેચ માં બોબ જરૂરી રન બનાવતા ભારત તે મેચ હારી જાય છે ને સાથે તે શ્રેણી પણ હારે છે. પણ  વિસ્વનાથાન લોકો ના આ ખેલદિલી થી દિલ  જીતીલે છે. મારા પપ્પા ને મારા ક્રિકેટ ના સર ના મોઢે થી ઘણી વાર આ કિસ્સો સાંભળ્યો છે ને તે વખેત મેં તેમની આંખો માં જે ચમક ને એક અભિમાન જોયું છે તે મને હમેશા આકર્ષે છે, આટલા વર્ષો પછી લોકો તે હાર ને ભૂલી ગયા  છે પણ તે ખેલદિલી ના પ્રસંગ ને નથી ભૂલ્યા ને આજે  પણ તેઓ જયારે નવા ખિલાડીઓ કઈ ખેલદિલી વિરુધ કરતા જોવે છે ત્યારે જરૂરથી ખેલદિલી માટે યાદ અપાવે છે.  મારા મતે આવા નાના નાના પ્રસંગોજ  હોય છે જે એક  ઉચ્ચ ખેલદિલી ધરવતા ખિલાડી ને ક્રિકેટ ના બીજા ખિલાડીઓ કરતા અલગ પાડે છે ને આવાજ ખિલાડીઓ ક્રિકેટ ની રમત ને  એક ગૌરવ બક્ષે છે ને સાથે સાથે આવનારી નવી પેઢી માટે ઉચ્ચ આદર્શ ને પ્રેરણા મૂકી જાય છે . આવા દરેક ખિલાડીઓ (દરેક રમત ના ) ને સૌ સૌ સલામ !

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s