ગેમ થીયરી વિષે કેટલીક વાતો -૧

અર્થ શાસ્ત્ર , ગણિત , કોમ્પુટર સાયાન્સ ના અભ્યાસુ/ વિદ્યાઅર્થીઓ ગેમ થીયરી થી સુપેરે પરિચિત હશેજ , જેમને ‘અ બ્યુટી ફૂલ માઈન્ડ’ નામની ફિલ્મ જોઈ હશે તેવા વાચક મિત્રો પણ ગેમ થીયરી, ગવર્નીંગ ડાયનાંમિક્ષ , કે નેશ ઇક્વીલીબ્રીમ વગેરે ટર્મ થી જાણીતા હસેજ, અર્થ શાસ્ત્ર તેમજ સમાજ શાસ્ત્ર ની ની દ્રષ્ટી એ ખુબ મહત્વ ને ઉપયોગી ગણિત નો એક પેટા વિભાગ કહી શકાય તેવો રસાળ વિષય છે. આપડી રોજ બરોજ ની જિંદગી માં આવતા ઘણા બધા પ્રસંગોનું આ વિષય થી સરળ ને લોજીકલ રીતે છણાવટ કરી ને ઉપસ્થિત પરિસ્થિતિ નો પોતાની તરફેણ માં લાભ લહી શકાય છે. અવિનાશ દિક્ષિત તેમજ તેમના સાથી દ્વરા લખાયેલા પુસ્તક થીકિંગ સ્ત્રેતેજીકલી  નામના પુસ્તક માં ગેમ થીયરી ને લગતા ઘણા બધા પાયાના સિદ્ધાંતો ખુબ બધા ઉદાહરણો સાથે ખુબ રસાળ શૈલી માં રજુ કર્યા છે. એક આડ વાત , આ પુસ્તક ના લેખક અવિનાશ દિક્ષિત અર્થ શાસ્ત્ર ના ખા ને પ્રીન્સ્ત્ન જેવી પ્રતિસ્થ યુનિવર્સીટી માં અર્થ શાસ્ત્ર વિભાગ ના પ્રોફેસર રહી ચુક્યા છે તેમજ ઘણા નિષ્ણાતો ને મતે અર્થ શાસ્ત્ર ના નોબેલ પ્રાઈઝ ના સબળ દાવેદાર ગણાય છે. અહીં તે પુસ્તક તેમજ બીજા વાંચને આધારે ખુબ સરળ શૈલી માં ગેમ થીયરી ના અમુક નિયમો ને થોડો ઈતિહાસ રજુ કરવાનો વિચાર છે.

સૌ પ્રથમ તો આપડે જુદી જુદી ગેમ નું જો વર્ગીકરણ તો મુખ્ય ૩ પ્રકાર ની ગેમ આપડે જોઈ શકયે છે. ૧. લક ને આધારિત ગેમો જેમાં લક કે નસીબ ગેમ ના પરિણામ ઉપર મોટા ભાગ ની અસર ધરવે છે ઉદાહરણ તરીકે લોટરી , જુગાર ના સ્લોટ મસીન વગેરે.૨ થોડું નસીબ ને રમત રમવાની રણનીતિ વાળી ગેમો , ઉદાહરણ તરીકે , ગંજીફા ની રમતો ૩. ફક્ત રણનીતિ આધારિત ગેમો , ઉદાહરણ તરીકે , ચેસ ની રમત. બસ ગેમ થીયરી પણ આ ત્રીજા પ્રકાર ની રમતો ને સમજવાનું ને તેવી રમતો ના કોયડા ઉકેલવાનું એક વિજ્ઞાન છે.  ગેમ થીયરી વિષે ની વધુ વાતો હવે પછી.

Advertisements

4 responses to “ગેમ થીયરી વિષે કેટલીક વાતો -૧

  1. ગુજરાતીમાં ગણિતને લોકભોગ્ય કરવા તમે પ્રયત્ન કરો છો. આભાર!
    મને ડૉ. પ્ર.ચુ.વૈદ્ય સાહેબ યાદ આવી ગયા!
    તમે તો ઓળખતા જ હશો. એમના એક જ પેપરે સાપેક્ષવાદના સુવર્ણયુગની શરૂઆત કરેલી!
    http://en.wikipedia.org/wiki/Golden_age_of_general_relativity

    • રચના બહેન આપની મુલાકાત ને પ્રોત્સાહન માટે આભાર ! પ્રોફેસર સાહેબ ને જો હું ભૂલ ના કરતો હોવ તો એક વખત નેહરુ પ્લાન્તોરીમ માં સાંભળ્યા નું યાદ આવે છે ( હું મોડો પહોચ્યો હતો એટલે એમનો પરિચય ચુકી ગયેલો ને પાછલ બેઠો હોવાથી સ્પષ્ટ ચહેરો નોતો જોઈ શક્યો ), ખેર તેમના વિષે એક નાની પણ માહિતી સભર દસ્તાવેજી ફિલ્મ પણ બની છે તે આપ નીચી ની લીંક પર જોઈ શકો છો. વળી દરેક ભારતીય ને તેમાય ગુજરાતી તરીકે ગજ ગજ છાતી ફુલાય તેવા ધુરંધર વૈજ્ઞાનિક શ્રી પંકજ જોશી ને પણ સાંભળવાનો મોકો મળ્યો છે ને તમના વિષે પણ કયારે જરૂરથી લખવાની ઈચ્છા છે.તેઓ પણ થેઓરેતીકાલ ફીસીક્સ ના ખુબ આગળ પડતા વૈજ્ઞાનિક છે.

      http://video.google.com/videoplay?docid=4382862622658562253#

      • આ ફિલ્મ અયુકા વાળા લોકો એ બનાવી છે કે જેની સ્થાપના ભારત ના શ્રેષ્ઠ ખગોળ શાસ્ત્રીમાં ના એક જયવંત નાર્લીકરે કરી છે ને તેમના પિતાશ્રી તે વૈદ્ય સાહેબ ના એક વખત ના ગુરુ રહી ચૂકયા છે ! આપની મુલાકાત માટે આભાર !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s