શ્રીલંકા- ભારત ટેસ્ટ શ્રેણી નો અહેવાલ

ફોટો શ્રોત -ગૂગલ ઈમેજીસ માંથી

આખરે છેલ્લી ને ભારત માટે ખુબ અગત્ય ની ટેસ્ટ મેચ ભારતે જીતી ને હાલ પુરતી તો પોતાની આબરૂ ધોવાતા બચાવી લીધી, પણ ન.૧ ના સ્થાન માટે ભારતની યોગ્યતા કેટલી તે વિચારવું રહ્યું. હાલ ની ભારતીય ટીમ ની હાલત પૂરતા બોલિંગ આક્રમણ વગર જે રીતે લંગડાઈ રહી છે, તેમાં પણ ભારતીય સ્પિનરો ની ખામીઓ ને નિષ્ફળતાએ  હરેક ભારતીય ક્રિકેટ પ્રેમી ની  ચિંતા  વધારી મૂકી છે. એક સમયે વિરોધી ટીમ માટે ભારતીય સ્પીન બોલિંગ હમેશા ચિંતા નો વિષય રેહતો ,જયારે  આજે મુખ્ય સ્પીન બોલરો જે રીતે પૂછડીયા  બેટ્સમેનો સામે ધોવાય છે તે જોતો તો લાગે છે હાલ પુરતું તો ભારતીય સ્પીન બોલિંગ નું ભવિષ્ય અંધકારમય છે. આવીજ કૈંક વાતો ફાસ્ટ બોલરો માટે પણ લાગુ કરી શકાય છે. વળી આ શ્રેણી માં ભારતીય ખિલાડીઓ જે રીતે કેચ ચૂકયા છે તે પણ પાસું વિચારવું રહ્યું. આશા રાખીએ કે ઓસ્ટ્રેલીયા સામેની ટેસ્ટ શ્રેણી વખતે ભારતીય ટીમ નું ફિલ્ડીંગમાં  આટલું કંગાળ  પ્રદર્શન ના જોવા મળે. આમ તો મારી આગળ ની પોસ્ટ માં શ્રીલંકા -ભારત ની પહેલી મેચ નો અહેવાલ લખીજ ચુક્યો છુ એટલે અહીં વાત ૨ ને ૩ મેચ ની કરશું.

બીજી મેચ તો જાણે બેટ્સમેનો માટે નેટ પ્રેક્ટીસ સમી બની રહી, ટેસ્ટ મેચ નીરસ ગણાવાના કારણો માં આવી વિકેટ નો સિંહ ફાળો છે. બન્ને ટીમ ના બોલરો ની જે નિર્દય થાતી પીદુડી કાઢવામાં આવી છે તે ખરે ખર ઉગતા બોલરો માટે એક દુસ્વપ્ન સમાન છે. આ મેચ જોઈ ને લાગે કે એશિયા માં લોકો ને મન બેટ્સમેનોજ સર્વસ્વ છે. પીચ એકદમ નિર્જીવ ને કડક પટ્ટા જેવી હતી બોલરો ના ભાગે પીટવા સિવાય કોઈ ખાસ કામ રહ્યું ના હોય  , મારા મિત્ર એ બહુ  સરસ વાત કરી કે આવા પીચ બનાવનાર ની ક્રિકેટ કરતા ભારતમાં રસ્તાઓ  બનાવા  વધુ જરૂર છે !! ખેર, બન્ને ટીમો એ મળી ને ૭ શતક લગાવી દીધી ને સેહવાગ ફક્ત ૧ રન  થી પોતાની સદી ચુકી ગયો, સંગા ને સચિન પીચનો ભરપુર ફાયદો ઉઠાવી ને પોતાનો બેવડી સદી નો રેકોર્ડ સુધર્યો.  સુરેશએ મળેલા મોકા ને પીચ નો ફાયદો ઉઠાવી પોતાની ટેસ્ટ કારકિર્દી ને એક આદર્શ શરૂઆત કરી દીધી. મેન્ડીસ કૈક અંશે વિકેટો લેવા માં સફળ રહ્યો ને દિલશાન ને સહેવાગ એ પોતાની પાર્ટ ટાઈમ બોલરો ની ઈમેજ જાળવી રાખી ને સારું બોલિંગ પ્રદર્શન કર્યું ને અનુક્રમે ૩ ને ૧ વિકેટ લેવા માં સફળ પણ રહ્યા.  હરભજન ફરી એક વાર નિષ્ફળ રહ્યો ને પોતાની કારકિર્દી ની એક દુસ્વપ્ન સમાન શ્રેણી હોય આને જરૂરથી તે ભૂલી જવા માંગતો હશે, રાહુલ પણ કૈક આવુજ વિચારતો હશે. ખેર બેવ ટીમ ની બેટિંગ જોતા જે પરિણામ ની આશા હતી તેજ આવ્યું એક નીરસ ડ્રો !.

ત્રીજી મેચ , ધોની એ પોતાની ટોસ હારવાની પરમપરા જાળવી રાખી, શ્રીલંકા ની શરુઆત સારી રહી, પણ જયવર્દને ની વિકેટ ખોતાજ શ્રીલંકા નો ધબડકો ચલુ થી ગયો ફક્ત સમરવીરા એ અદ્ભુત લડત આપી ને પોતાના શતક સાથે શ્રીલંકા ને સારા સ્કોર પર પહોચાડી શક્યો, તેને મેથુજ નો પણ સારો સહકાર મળ્યો, આ ઇનિંગ માં પ્રજ્ઞાને સારી લાઈન ને લેન્ગ્થ જાળવી રાખી ને જે બોલિંગ કરી તેના ફળ સ્વરૂપ તેને ૪ વિકેટ મળી તો શર્મા પણ ઠીક ઠીક પ્રદર્શન કરી ને ૩ વિકેટ લેવા માં સફળ રહ્યો. ગયી મેચ ની પોતાની ચુકી ગયેલી સદી વીરુ એ આ વખતે પૂરી કરી ને ભારત ને એક સારી શરુઆત અપાવી સચિન, લક્ષ્મણ , શુરેશ પણ સારી ઇનિંગ રમ્યા પણ ભારત ને પોતાનો હાથ ઉપર કરવની તક પૂરી પડી મિથુન ને મિશ્રાએ બન્ને મળી ને શ્રીલંકા ની બોલરો નો સારો એવો કસ કાઢ્યો. રાન્દીવ નું પ્રદર્શન ઉત્કૃથ રહ્યું. ને મલીંગા એપણ સારી બોલિંગ કરી. બીજી ઇનિંગ માં તો શ્રીલંકા પત્તાં ના મહેલ માટે તૂટી પડી એક બેકાર સેસન પૂરી મેચ પર કેટલી ખરાબ અસર કરી શકે છે તેનું સુંદર ઉદાહરણ સમરવીરા એ પોતાની ફરી એક વખત લડત જરી રાખી ને મેન્ડીસ નો પણ ખુબ સરસ સાથ મળ્યો તેને અત્યાર સુધી ની પોતાની સૌથી શ્રેષ્ઠ બેટિંગ કરી ને શ્રીલંકા ને એક લડાયક સ્કોર સુધી પોહ્ચાડ્યો! બોલિંગ માં પ્રજ્ઞાન ને સેહવાગે તરખાટ મચાવી દીધો ને મેચ માં ભારત ની જીત ની શક્યતા બનાવી દીધી, પણ એક વાત તો કબુલ કરવી પડશે કે ભારતીય બોલરો સફળતા માં  શ્રીલંકા ના બેસ્ટમેનો ની બેદરકારી વધુ જવાદાર રહી. ભારતની બીજી ઇનિંગ ની ખુબ ખરાબ શરુઆત રહી , સેહવાગ , રાહુલ ને વિજય ની જડપી વિકેટો એ ભારતની જીત ની આશા ધૂંધળી કરી નાખી પણ , બાજી સચિન ને લક્ષ્મણે સાંભળી લીધી ખુબ આરામ થી ભારત ની ઇનિંગને આગળ વધારી પણ અંતે સચિન પણ પોતાબી વિકેટ ખોઈ બેઠા, ને સુરેશ ને લક્ષ્મણે અદ્ભુત પ્રદર્શન જાળવી રાખી ભારતની જીત નક્કી કરી દીધી, લક્ષ્મણ ની કેટલીક  સર્વશ્રેઠ ઇનિંગ માં આ ઇનિંગ નો પણ જરુર શમાવેશ થશે, હમેશા ની જેમ પોતાની બેટિંગ થી લોકો ની ટીકાઓ નો વધુ એક જડબાતોડ જવાબ આપી દીધો, શ્રીલંકા માં થી રાન્દીવ એ સરસ પ્રદર્શન કરી ને ૫ વિકેટો લઇ લીધી , પણ એક વખત તો એવું પણ લાગ્યું જાણે આજે તેનો દિવસ હોય તે ભારતનો વીટો વાડી દેશે પણ લક્ષ્મણ ના અનુભવ ને સુરેશ ના જોશ સામે શ્રીલંકા એ પોતાના ઘુટણ ટેકવી દીધા, આટલા પેઈન માં હોવા છતા પણ એટલી અદ્ભુત રમત બતાવીને ભારત ને  જીતાડી ને હરેક ક્રિકેટ પ્રેમીઓ ના દિલ જીતી લીધા, લક્ષમણ તમારી આ ઇનિંગ ને સો સો સલામ !! આશા રાખીએ કે ભવિષ્ય માં તમારી રાહુલ ને સચિન પાસેથી આવીજ કેટલીક અદ્ભુત ઇનીન્ગો વધુ ને વધુ જોવા મળે.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s