“રામાયણ ની અંતર યાત્રા” -વિષે કેટલીક વાતો

આમ તો ઘણું જુનું ને ખુબ જાણીતું પુસ્તક છે.  પુસ્તક ના લેખક છે શ્રી નગીનદાસ સંઘવી , તેમની ભારત નું મહાભારત (ચિત્રલેખા)  ને તડ ને ફડ (દિવ્ય ભાસ્કર) મારી મનગમતી કોલમ. ગુજરાતી સાહિત્ય માં રાજકારણ/ઈતિહાસ પર સચોટ ને અભાય્સું લેખ લખતા ખુબજ જુજ લેખકો માં મને તેમનું સ્થાન સરટોચ નું લાગ્યું છે, તેમના અને શ્રી નગેન્દ્ર વિજય ના ભારતીય રાજકારણ અને ઈતિહાસ પર ના લેખો એક માપદંડ સમાન લાગ્યા છે. તેમની ભારતીય તેમજ વૈશ્વિક રાજકારણ પર ની પકડ ખરેખર દાદ માગી લે તેવી છે.  આ પુસ્તક વાંચ્યા પછી વાચક તેમના  અભ્યાસ ના ફલક ને એક ઊંડા અભ્યાસ થી પ્રભાવિત થયા વગર નહિ રહે.

મોટા ભાગે ગુજરાતી સાહિત્ય માં  ઈતિહાસ/રાજકારણ  ને લગતા પુસ્તકો નું લખાણ  અંગ્રેજી સાહિત્ય માં ઉપલબ્ધ ઘણા પુસ્તકો જેટલુ ઊંડાણ કે અભ્યાસ ધરાવતા જણાતા નથી. અંગ્રેજી પુસ્તકો માં લખાયેલી માહિતી વિષે જરૂર મતભેદ કે એકતરફી લાગી શકે છે પણ લેખક તે માટે લીધેલી મેહનત, સંદર્ભો ની વિગતવાર સૂચી, કોઈ પણ જાતના દાવાઓ  કરતા પહેલા સંદર્ભો ને માહિતી નો નક્કર પુરાવો જણાવો , જેવી ઈતિહાસ ના વિષય ની મુખ્ય જરૂરતો જરૂર પૂરી કરેલી હોય છે.  જયારે ગુજરાતી પુસ્તકો માં સંદર્ભો ની વાતો તો દુર રહી પણ ઘણી વાર તો બીજાના વિચારો કે પોતાના તરંગી ખ્યાલો  ને શબ્દો ની રંગોળી પૂરી ને હકીકત તરીકે ખપાવતા હોય છે ( ગુજરાતી બ્લોગ જગત પર પણ આના ઘણા ઉદાહરણો મળી જશે !!).  ગુજરાતી સાહિત્ય ના આવા માહોલ માં “રામાયણ ની અંતર યાત્રા” પુસ્તક એક અલગજ અપવાદ  છે ને ખરા અર્થ માં એક અભ્યાસી ને લગભગ તટસ્થ માહિતી આપતું  પુસ્તક છે.

૨૪૪ પાના ને ૯ પ્રકરણો માં વેહ્ચાયેલું પુસ્તક રામાયણ ની એક ધાર્મિક બાજુ વિરુદ્ધ , એક ઈતિહાસ ના વિષય તરીકે સંસોધ્તામક રીતે રજુ કરી છે , સાચું રામાયણ શું છે ? તેના  કેટલાય વિવિધ  સંસ્કરણો છે , અલગ અલગ લેખકો એ અલગ અલગ સમય માં પોત પોતાની રીતે કેવી રીતે તેનું અર્થઘટન કર્યું છે , લોકો માં જે તેના વિષે વાયકાઓ છે તે કેટલી સાચી છે વગેરે વાતો ની ખુબ બધી રસપ્રદ માહિતી  આપી છે.

ઈતિહાસ/પુરાણો વગેરે ના શોખીનોએ તો must  must  વાંચવા જેવું ને , દરેક ગુજરાતી જેમને રામાયણ વિષે વધુ જાણવા માં રસ હોય તેમેણ વાંચવુંજ રહ્યું !

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s