શ્રીલંકા -ભારત ની ટેસ્ટ મેચ -૧

મુરલી ને તેમની ૮૦૦ વિકેટ માટે ખુબ ખુબ અભિનંદન, ભારતની છેલ્લી વિકેટ ખેરવી ને પોતાની સિદ્ધિ પૂરી કરવી અને તેથી પણ વધુ મહત્વ, પોતાની ટીમ માટે  પોતાની ટેસ્ટ કારકિર્દી ની વિદાય વખતે  પણ વિજય માં સિંહફાળો આપવો !!! અદ્ભુત ને અવિસ્મરણીય !! એક સફળ ક્રિકેટર ને છાજે તેવી વિદાય !!!

ટેસ્ટ મેચ હમેશા સેસન બાય  સેસન રમાતી હોય છે. જે ટીમ હર સેસન માં પોતાના  પ્લાન  પ્રમાણે રમીને વધુ માં વધુ સેસન પર પ્રભુત્વ ધરાવે  તેનો વિજય પણ લગભગ નક્કી થઇ જતો હોય છે. ભારત -શ્રીલંકા ની પહેલી ટેસ્ટ મેચ આનું એક ઉત્તમ ઉદાહરણ છે. ૪ દિવસ ના કુલ ૧૨ સેસેન માંથી ભારત ફક્ત  ૧ કે ૨ સેસન માં પોતાનું પ્રભુત્વ બતાવી શક્યું. શ્રીલંકા નો હાથ રમત ના દરેક પાસો માં ઉપર રહ્યો. ભારત ના બોલરો ની પાંગળી હાલત નો ભરપુર ફાયદો ઉઠવ્યો , ભારતીય ટીમ ની નબળી ફિલ્ડીંગ પણ એટલીજ જવાદાર છે ૪/૫ કેચ છુટવા તે વાતની સાબિતી છે. પરનાવીતાના ને સંગા ની સદી જોરદાર રહી, ખુબ સુંદર રમત હતી પણ ખરા ધ્નાય્વાદ ને પાત્ર તો હેર્થ ને મલીંગા છે જેમની ૧૦૦/૧૨૫ રન ની ભાગીદારી બહુ મોટો તફાવત પાડી ગયી. ટીમ ઇન્ડિયા ના કોઈપણ બોલરો પૂછડીયા ખિલાડીઓ ને ઓઉટ ના કરી શક્યા તેનો પૂરો માનસિક લાભ શ્રીલંકા ને મળ્યો.  ગંભીર ૨ ઇનિંગ માં મલીંગા ના હાથે ધોબીપછાડ  ખાધી, સેહવાગ, યુવરાજ શિવાય બાકીના બધા ખિલાડીઓ અસફળ રહ્યા, પહેલી ઇનિંગ માં સેહવાગ, યુવરાજ, લક્ષ્મણ , હરભજને   પોતની વિકેટ સામે ચાલી ને આપી દીધી તો રાહુલ જેવો સોલીડ ખિલાડી રન લેવા માં થાપ ખાઈ ગયો ને પોતાની વિકેટ ગુમાવી દીધી. બીજી ઇનિંગ માં સચિન, લક્ષ્મણ, રાહુલ ને છેલ્લે છેલ્લે , મિથુન ને એ શર્મા  ખુબ જોરદાર લડત આપી કે જે પૂરી મેચ નો એક માત્ર સારો પોસિટીવ પોઈન્ટ રહ્યો. મિથુન ની પણ પહેલી મેચ હોય તે જોતા તેનો દેખાવ સરસ રહ્યો. મલીંગા ને મુરલી એ ભારતીય ધુરંધરો  ને  જલ્દી તંબુ ભેંગા કરી આ શ્રેણી માં શ્રીલંકા ને બઢત અપાવી દીધી. આમ શ્રીલંકા ની ટીમ એક વિજેતા ને છાજે તેવી રમત દાખવી ને વિજય ની ખરી હકદાર રહી. ભારતીય ટીમે  મુરલી ને ગાર્ડ ઓફ ઓનર આપી ને પોતાનું આ દિગ્ગજ ખિલાડી માટે જે સૌજન્ય દાખવ્યું છે તે માટે ખુભ ખુભ અભિનદન , તે દ્રશ્ય દરેક રમત પ્રેમીઓ ના દિલમાં એક સુંદર સંભારણું બની  રેહશે !

આ ટેસ્ટ સાથેજ સ્પીન બોલિંગ નો એક યુગ પણ પૂરો થયો, આજના જમાનામાં કોઈ ખિલાડી ની આટલી  લાંબી ને સફળ કારકિર્દી થવી ભ્યાગજ શક્ય છે. મારી ઉમર ના દરેક ક્રિકેટ પ્રેમીઓ એક રીતે નસીબદાર છે કે કેટલાય દિગ્ગજ ક્રિકેટરો ને ટેસ્ટ રમતા જોવાનો લહાવો લઇ શક્યા ! મુરલી ને તેમની ટેસ્ટ નિવૃત્તિ પછી ની જિંદગી માટે શુભકામનાઓ !!! ભારત-શ્રીલંકા ને તેમને  હવે પછી ની મેચ માટે all the best !

Advertisements

One response to “શ્રીલંકા -ભારત ની ટેસ્ટ મેચ -૧

  1. પિંગબેક: શ્રીલંકા- ભારત ટેસ્ટ શ્રેણી નો અહેવાલ « મારી નોંધપોથી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s