ઇન્ડિયા-શ્રીલંકા ની ટેસ્ટ શ્રેણી વિષે ની કેટલીક વાતો !

ફોટો શ્રોત- ગૂગલ ઈમેજીસ માંથી

એશિયા કપ બાદ ફરી એક વાર ભારત શ્રીલંકા નો મુકાબલો જોવા મળશે પણ આવખતે ખિલાડીઓ ની ક્ષમતા ની ખરી પરીક્ષા થશે. ભારત ને જો પોતાની ટેસ્ટ માં સર્વોપરિતા બતાવી હોય તો જે તે દેશ ને તેમની ધરતીપરજ  હરાવું જરૂરી છે. ને ભારત પાસે આ વખતે તેમાટે ની તક પણ છે. આ શ્રેણી વિજય થી ભારત પોતાનું ન. ૧ નું સ્થાન તો મજબુત કરી શકશેજ  સાથે સાથે  વિદેશ ની ધરતી પર શ્રેણી જીતવાનો પોતાનો રેકોર્ડ પણ સુધારી શકશે. પરતું તે એટલું સહેલું નહિ હોય ખાસ કરી ને શ્રીલંકા ને તેનીજ ધરતી પર હરાવું , તેમાં પણ દુનિયા ની સારી કોલેટીની સ્પીન બોલિંગ સામે અને એટલેજ આ મુકાબલા માટે અત્યારથીજ એક ઉત્સુકતા વધી રહી છે.

વળી આ શ્રેણી નું એટલે પણ મહત્વ વધી જાય છે કેમ કે પહેલી ટેસ્ટ પછી મુરલીધરન તેમની ટેસ્ટ કારકિર્દી પૂરી કરી રહ્યા છે. ને ક્રિકેટ જગત ના અવ્વલ દર્જાના ક્રિકેટર ની ટેસ્ટ માં રમતા જોવાનો આ છેલ્લો લહાવો મળશે. અંગત રીતે મને તેમની બોલિંગ તેમજ તેમની બોલિંગ એક્સન એટલી પ્રેરણાદાયી નથી લાગી, પણ તેમનું વ્યક્તિત્વ, તેમની મેદાન તેમજ મેદાન બહારની વર્તણુક, ક્રિકેટ ની રમત માટે નું પેસન, કોઈ પણ જાતના અભિમાન વગર ની નમ્ર વર્તણુક ને ખોટા ખોટા વિધાનો કરી વિવાદો ઉભા કરવા જેવું કયારેય વર્તન ના કરવું, આટલા  વર્ષો સુધી એક ધારું ક્રિકેટ રમવું ને ફિટનેસ જાળવી, પોતાન દેશ ને વર્લ્ડ કપ અપાવો તેમજ કેટલીય શ્રેણી વિજય માં મહત્વ નો ભાગ ભજવો, ને હમેશા એક સરસ ને નાનું મજાનું મોઢા પર સ્માઈલ રમતું રાખવું , ખુબ આકર્ષે છે. ને તેમના આ ગુણો ને લીધે આવનારી પેઢીઓ સુધી તેઓ યાદ રેહશે. આ વખતની પહેલી ટેસ્ટ મેચ  માં પણ તેઓ ૮ વિકેટ લઇ ને તેમના ૮૦૦ વિકેટ ના ફિગર સુધી પોહચી શકે તેવી પ્રભુ ને પ્રાર્થના. તેમના જેવા ક્રિકેટ એટલે “જેન્ટલ મેન્સ ગેમ” ને ખરા અર્થમાં સાર્થક કરતા ક્રિકેટર ને સો સો સલામ !!!

આવખતે ફરી પાછો સચિન, રાહુલ, લક્ષમણ જેવા દિગ્ગજો ને રમતા જોવાનો લહાવો મળશે , તેમનો મેન્ડીસ ને મુરલીધરન સામેનો મુકાબલો જોવાની મજા આવી જશે સાથે સાથે નવા ખિલાડીઓ ની ધારાધાર સ્પીન બોલિંગ સામે ની પરીક્ષા પણ થઇ જશે, શ્રીલંકાના અવ્વલ દરજ્જાના બેટ્સમેન જયવર્ધન નો ભારતીય સ્પીન બોલિંગ સાથે નો મુકાબલો પણ એટલોજ રોચક રહશે.

અત્યાર ની રમાયેલી  પ્રેક્ટીસ મેચ જોકે શ્રીલંકા નો હાથ જરૂર ઉપર બતાવે છે, મેડીસ ની બોલિંગ સામે ફરી એક વાર ભારતીય ધુરંધરો ઘૂટણે પડી ગયા. ગંભીર ને યુવરજ શિવાય કોઈ ખાસ ના રમી શક્યું . જોઈએ  હવે ૧૮ મી થી શરુ થતી મેચ માં ટીમ ઇન્ડિયા  ટક્કર નો મુકાબલો કરી શકશે કે નહિ ! બન્ને ટીમ ને સરસ રમત દાખવા માટે શુભકામના !

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s