એશિયા કપ નો સંક્ષિપ્ત અહેવાલ !

આવખતે એશિયા કપ ને ફૂટબોલ નો વર્લ્ડ કપ સાથે હોય લોકોમાં એશિયા કપ વિષે નો ઉત્સાહ ઓછો લાગ્યો. ખેર આ વખત ના એશિયા કપ માં ભારત નું પ્રભુત્વ રહ્યું ને ખરેખર એક ચેમ્પિયન ની જેમ રમ્યું. T20 વર્લ્ડ કપ , ઝીમ્બાવે પ્રવાસ વગેરે ના રકાસ બાદ એશિયા કપ જીતી ને ભારતે વર્લ્ડ કપ ની તૈયારી  માટે સારી શરુઆત કરી છે.

પહેલી મેચ ઇન્ડિયા સાથે બાંગલાદેશ ની લગભગ એક તરફી મેચ રહી. બંગલાદેશ ના કોઈ બેટ્સમેન સારી રમત ના દાખવી શક્યા ને ખુબ જલ્દી આઉટ થઈ ગયા , મુખ્ય તો વીરુ ની બોલિંગ સામે પરાજિત થઇ ગયા , વીરુ ની બોલિંગ અફલાતુન રહી. ભારતીય બેટિંગ માં ગંભીર ને ધોની સરસ રમ્યા , રોહિત તેની પાછલ ની સીરીઝ નું ફોર્મ જાળવી ના શક્યો. બાંગલાદેશ તરફથી શકીબ ની બોલિંગ સરસ રહી. આમ રમત ના દરેક પાસા માં ભારત નો હાથ ઉપર રહ્યો ને એક સરળ વિજય થી ટીમ ઇન્ડિયા એ  એશિયા કપ ની શરુઆત કરી !

બીજી મેચ ભારત ના કટ્ટર હરીફ પાકિસ્તાન સામે રહી , ઘણા વખતે બે દેશો વચ્ચે કાટા ની ટક્કર રહી.ટીમ ઇન્ડિયા ને પાકિસ્તાન વખતે જેવું ગરમા ગરમ  વાતાવરણ જોઈએ તેવુજ રસાકસી ને તનાવ વાળું વાતાવરણ રહ્યું. તેમાં પણ પાકિસ્તાની ને ભારતીય ખિલાડીઓ વચ્ચે ની તું તું મેં મેં મેચ ને વધુ તનાવ ભરી બનવી દીધી. પાકિસ્તાન તરફ થઈ સલમાન ને આફ્રીદી ની બેટિંગ સરસ રહી તો ભારતીય બોલિંગ માં ખાન ને પ્રવિણ કુમાર ની બોલિંગ સારી રહી.ગંભીર ફરી પાછો પોતાની સદી ચુક્યો પણ સરસ બેટિંગ દાખવી , ધોની ને સુરેશ પણ સારું રમ્યા પણ ખરો રંગ તો ભજ્જીએ ૨ છક્કા મારી ને રાખ્યો. તેનો  આખરી છક્કો  ઘણા વરસો સુધી દરેક ભારતીય ક્રિકેટ પ્રેમીઓને યાદ રહશે. પાકિસ્તાન ને અજમલ રૂપી એક સારો સ્પિનર મળી ગયો છે. તેની બોલિંગ ખાસી પ્રભાવ સાળી રહી, સોહીબ ની પણ શરુઆત નો સ્પેલ લાજવાબ રહ્યો, તે પાછો પોતાની જૂની રીધમ માં લાગ્યો. પણ ટીમ ઇન્ડિયા એ છેલ્લે સુધી પોતાનો જુસ્સો જાળવી રાખ્યો ને એક યાદગાર જીત મેળવી. પણ બન્ને ટીમ ના પલ્લા લગભગ  સરખા રહ્યા  !
ત્રીજી મેચમાં શ્રીલંકા સામે ભારત પોતાની જીત ની હેટત્રીક ના નોધાવી શક્યું ! ભારતીય બેટિંગ માં , કાર્તિક , રોહિત , ધોની સારું રમ્યા પણ દિવસ મારૂફ નો હોય ભારતીય બેટ્સમેનોને ખુબ સસ્તા ને જલ્દી થી પેવેલિયન ભેગા કરી દીધા. શ્રીલંકા તરફથી સંગકારા ને જયવર્ધને સરસ રમ્યા, પ્રવીણ ની બોલિંગ સારી રહી પણ રણ નો ઓછો લક્ષ્યાંક હોવાને લીધે શ્રીલંકા ને એક આસન વિજય મળ્યો !

ચોથી ને ફાઈનલ મેચ ફરી પાછી ઇન્ડિયા શ્રીલંકા વચ્ચે રહી. ભારતીય બેટિંગ માં , કાર્તિક , રોહિત ને ધોની સારું રમ્યા, મારૂફ આવખતે ના ચાલ્યો, મલીંગા ની બોલિંગ ઠીક રહી. આવખતે  દિવસ નેહરા નો રહ્યો , તેની ૪ વિકેટે તરખાટ મચાવી દીધો. તેને ખાન નો સારો સપોર્ટ મળ્યો. શ્રીલંકા તરફ થી કાપુગેન્દ્ર શિવાય  કોઈ  ખાસ લડત ના આપી શક્યું. પૂરી મેચ માં શ્રીલંકા સામે ભારત નો હાથ ઉપર રહ્યો ને ઘણો આસાની થી ભારત ને વિજય મળ્યો. આમ લાસ્ટ મેચનો નો બદલો ભારતે આભાર સમેત પાછો વાળી લીધો ને ઘણા વખતે ભારત કોઈ ફાઈનલ જીત્યું !

૧૮ મી  થી ભારત શ્રીલંકા વચ્ચે ટેસ્ટ મેચ ની શ્રેણી શરુ થઇ રહી હોય ,ભારતીય રમત પ્રેમીઓ ને એક જોરદાર મુકાબલો જોવા મળશે તેવી આશા ! ટેસ્ટ મેચ શ્રેણી  વિષે ની કેટલીક વધુ વાતો  આગળ ની પોસ્ટ માં !

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s