” If God Was a Banker” & ” Devil in Pinstripes”- પુસ્તક પરિચય !

ફોટો શ્રોત-ગૂગલ ઈમેજીસ માં થી

ફોટો શ્રોત-ગૂગલ ઈમેજીસ માં થી

ઘણા વખત થી ભારત માં અંગ્રેજી સાહિત્ય (!) માં કોર્પોરેટ નવલકથાઓ નો એક નવો ચીલો ઉભર્યો છે. હાલ માં આવાજ પ્રકાર ની રવિ સુબ્રમ્નીયમ દ્વારા લખાયેલી બે નવલકથા, ” If God Was a Banker” & ” Devil in Pinstripes” ,વાંચી. રવિ વ્યવસાયે બેન્કર છે પણ લખવું તેમનો શોખ ને મનગમતી પ્રવૃત્તિ છે. તેઓ IIM -B જેવી પ્રતિસ્થ સંસ્થા માંથી અનુસ્તાત્ક થયા છે ને હાલ પણ એક બેન્કર તરીકે પ્રવૃત છે. અત્યાર સુધીમાં તેમણે ૩ નવલકથાઓ લખી છે જેમાંથી ઉપર જણાવેલી બે નવલકથા મેં વાંચી હોય અહીં તેની વાત કરશું. રવિ ને તેમની નવલકથા માટે વધુ જાણકારી મેળવા વાચક મિત્રો નીચે ની લીંક ની મુલકાત લઇ શકે છે.

રવિ સુબ્રમ્નીયમ

બન્ને નવલકથાઓ નો પ્લોટ મલ્ટી નેશનલ બેંક આધારિત છે. રવિ એ  પોતાનો બેંક નો અનુભવ વાર્તા માં ગુંથી ની વાચકો સામે રાખ્યો છે. બન્ને નવલકથા ની વાર્તા સામાન્ય છે, નવકથાઓ ના નામ વાંચતા સાથેજ   વાર્તા નો અછડતો ખ્યાલ આવી જાય છે. બન્ને નવલકથાઓ નો અંત વાચકો ખુબ સરળ રીતે કલ્પી શકતા હોય વાર્તા માં એક વાચક ને પકડીરાખનારું  તત્વ  નબળું લાગ્યું. બન્ને નવલકથા અંત થી શરુ થઇ ને વાર્તા ની શરુઆત પર જતી હોય એટલે વાચક ને મુખ્ય પાત્રો સાથે સફર કરવાનો આનંદ માણી શકે છે. વાર્તા મુખ્ય ૪/૫ પાત્રો ની આસપાસ ફરે છે ને , કોર્પોરેટ જગત ની હુસા તુસી, કરીઅર માટે ની ગાંડી દોડ, પોતાના મુલ્યો સાથે નું સમાધાન, પૈસા ની સાથે સાથે મળતા પાવર વગેરે ને લીધે લોકો ની માનસિકતા માં આવતો ફર્ક વગેરે સારી રીતે જીલાયું છે. મલ્ટી નેશનલ બેંક ની અંદર ની નરસી ને બદસુરત ઓળખ વાચક સામે મુકવામાં લેખક સફળ થાય છે. બન્ને વાર્તા માં લેખક પોતાન નામનું નાનું પણ જરૂરી પાત્ર જરૂર થી મુકે છે. પણ જાણે અજાણે  લેખક ની સરખામણી ચેતન ભગત સાથે થયા  વગર નથી રેહતી , ચેતન ની જેમ શાર્પ અવલોકનો કે વન લાઈનર નો અભાવ સતત વર્તાય છે.

જે વાચક મિત્રો ને કોર્પોરેટ જગત નો મનોરંજક દ્રષ્ટિથી પરિચય કરવો હોય તો એક વાર જરૂર ઉપર જણાવેલી  નવલકથાઓ વાંચવી જોઈએ. મારા મતે જે મિત્રો એ ચેતન ભગત ની નવલકથાઓ વાંચી છે તે મિત્રો જો આ નવલકથા નહિ વાંચે તો પણ  કાઈ ખાસ ગુમાવશે નહિ !!

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s