પ્રિન્સ ઓફ પર્સિયા : ધ સેન્ડ્સ ઓફ ટાઇમ – સાહસ ને રોમાંચ થી ભરપુર ફિલ્મ !

ફોટો શ્રોત -વિકિપીડિયા માં થી

આમ તો પ્રિન્સ ઓફ પર્સિયા નામ ની કમ્પ્યુટર ગેમ થી જે મિત્રો પરિચિત હશે તેમને આ ફિલ્મ વિષે પણ જાણકારી હશેજ ! બહુ મસ્ત મજાની ને મનોરંજન થી ભરપુર ફિલ્મ છે.  આમ તો ફિલ્મ ડીઝની વાળા ની છે પણ તેમની હમેશા ની ફિલ્મો કરતા આ વખતની આ ફિલ્મ થોડી ‘ હટકે ‘ છે  ખાસ કરી ને તેમાં  બતાવાયેલા એક્સન દ્રશ્યો ને લીધે.

ફિલ્મ ની વાર્તા તેજ પુરાણી છે જેમાં એક રાજા છે, રાજ કુમાર છે , રાજ કુમારી છે , એક વિલન છે, ને જુદા જુદા દેશો માં સાહસ કરવા નીકળવાનું છે. પણ વાર્તા ની ઘટનાઓ ને વળાંકો  એ સાદી વાર્તા ને પણ એક સરસ રોમાંચક ફિલ્મ બનાવી દીધી છે. ફિલ્મ ના કેલાક  એક્સન દ્રશ્યો ને ગ્રાફિક્સ દ્રશ્યો અદ્ભુત છે, મોટા પડદા પર તેને જોતા રોમાંચિત થી જવાની પૂરી ગારન્ટી! મુખ્ય કલાકારો નો અભિનય પણ જોરદાર છે , સર બેન પણ તેમના પાત્ર ને પૂરો ન્યાય આપે છે. હાલ માં બીજી કોઈ સારી હિન્દી ફિલ્મ ના ચાલતી હોય , આ ફિલ્મ ને તેનો ભરપુર લાભ મળશે તે નક્કી.  ફિલ્મ બચ્ચા પાર્ટી ને તો ગમશે પણ મોટેરાઓ ને પણ જલસો કરાવી દેશે !

આ ઉનાળાની એક must જોવા જેવી ફિલ્મ.

Advertisements

7 responses to “પ્રિન્સ ઓફ પર્સિયા : ધ સેન્ડ્સ ઓફ ટાઇમ – સાહસ ને રોમાંચ થી ભરપુર ફિલ્મ !

  • નિલેશ ભાઈ , ગેમ તો સરસ છે ,ફિલ્મ પણ જોરદાર છે ગેમ રમવા જેટલો આનંદ ફિલ્મ જોવા માં પણ આવશે, સાથે આગળ જતા આના બીજા ભાગો પણ બને તો નવાઈ નહિ લાગે !

  • કાર્તિક ભાઈ, આમ તો મેં પ્રિન્સ ઓફ પર્સિયા બહુ રમી નથી ફક્ત મિત્રો ને સાથ આપવા આ ગેમ નું નવું વર્ઝન થોડુક રમેલો છુ. પણ મારી અત્યાર સુધીની સૌથી મનપસંદ કોમ્પુટર ગેમ મારીઓ ને મેડલ ઓફ ઓનોર રહી છે. પણ ફિલ્મ મજા પડી જાય તેવી બની છે ! એક વાર તો જોવા જેવી ખરી !

 1. બહુ વખાણ સાંભળ્યાં…ગેમ તો આજ સુધી ક્યારેય કોઈ પણ નથી રમ્યો…પણ પ્રિન્સ ઓફ પર્શિયાનું નામ મિત્રો પાસેથી ઘણું સાંભળ્યું છે ! જોવું પડશે…
  રીવ્યૂ માટે આભાર સૂર્યા !

  • નિશિત ભાઈ, આપની મુલાકાત માટે આભાર, આપ પણ ફિલ્મ રસિયા છો તે જાણી આનંદ થયો , આપનો બ્લોગ ગમ્યો હવે થી આપના બ્લોગ ની મુલાકાત લેતો રહીશ l

 2. ફિલ્મ રસિયો—એ શબ્દ કદાચ મારી “મૂવી ઘેલછા” માટે થોડો નાનો પડે…પણ યૂ આર વેલકમ ઓન માય બ્લોગ !
  આપ જો ઓરકૂટ યૂઝ કરતાં હોવ તો આ રહી મારી કોમ્યુનિટી(અલ્પસક્રિય 🙂 )ની લિન્ક : http://www.orkut.co.in/Main#Community?cmm=97045465

  એમાં જોઈન થવા માટે આપને હાર્દિક આમંત્રણ છે !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s