“સ્ટે હન્ગ્રી સ્ટે ફૂલીશ”-પુસ્તક પરિચય

(ફોટો -ગુગલ ઈમેજીશ માં થી)

રશ્મી બંસલ નું ખુબ જાણીતું ને વંચાતું પુસ્તક “સ્ટે હન્ગ્રી સ્ટે ફૂલીશ” હાલ માં વાંચીને પૂરું કર્યું. પુસ્તક નો મુખ્ય વિષય છે એન્ત્રોપુનરશીપ. પુસ્તક માં વાત  IIM -અહમદાવાદ જેવી પ્રતિષ્ઠ સંસ્થા માંથી પાસ થયેલા ૨૫ એન્ત્રોપુન્ર્સ ની કે જેમને પોતાની એક અલગ કેડી કંડારી છે ને ઘણા લોકો માટે એક એક સરસ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પુસ્તક ની વિષે વધુ વાતો  કરતા પેહલા થોડીક વાતો તેની લેખિકા એટલે કે રશ્મીજી  વિષે.

રશ્મીજી પોતે પણ IIM -અહમદાવાદ જેવી પ્રતિષ્ઠ સંસ્થા માંથી અનુસ્તાતક ની પદવી લીધી છે ને તેઓ જામ નામનું યુથ ને લાગતું સરસ મેગઝીન  ચાલવે છે , વળી નવા-સવા વિદ્યાર્થી જે એન્ત્રોપુનર બનવા માંગે છે તેમને યોગ્ય સલાહ સુચન આપી ને તેમના સંવર્ધન નું પણ કાર્ય કરે છે. યુથ ને લગતી વાતો કે તેમના વ્યવસાયિક જીવન માટે ની સલાહ સૂચનો પણ તેઓ પોતાના બ્લોગ દ્વારા આપે છે. આ પુસ્તક સાથે હાલ માં તેઓ એ એક બીજું  પુસ્તક પણ લખ્યું છે પણ હજી તે વાંચ્યુ  નથી એટલે તેની વાત ફરી કયારે. તેમના મેગઝીને તેમજ તેમના બ્લોગ માટે નીચે ની લીંક ની જરૂર થી મુલાકાત લેવી. મારા ઘણા વિદ્યાર્થી મિત્રો ને નવી ને કામની માહિતી મળી શકશે !

રશ્મી બંસલ નો બ્લોગ

રશ્મી બંસલ નું  JAM મેગઝીન

IIM -અહમદાવાદ ના સયોગ દ્વારા તૈયાર થયેલું ,ને  ૨૫ પ્રકરણો, ને ૩૨૫ પાનાઓ માં સમાયેલું એક સરસ વાંચન બની રહે તેવું પુસ્તક છે. પુસ્તક ને વાંચતાજ  લેખિકાની મેહનત દેખ્ય આવે છે. ૨૫ લોકો ને મળતી વખતે કે તેમના ઇન્ટરવિયું લેતી વક્તે એટલી સાહજિક રીતે પ્રશ્નો પુછાયા છે કે દરેકે દરેક એન્ત્રોપુનર નું સંપૂર્ણ ચિત્ર પુસ્તક માં જીલાયું છે. પુત્સક વાંચ્યા પછી એવું જરૂરથી લાગશે કે જાણે આપણે પણ લેખિકા સાથે આ ૨૫ લોકો ની મુલકાત કરી ને આવ્યા છે. પુસ્તક માં હરેક પ્રકરણ પોત પોતાની રીતે સ્વતંત્ર છે એટલે વાચક ને પસંદ આવે તે ને જયાંથી પુસ્તક શરુ કરવું હોય ત્યાંથી  કરી શકે છે. આમાંના કેટલાક  લોકો જાણીતા છે તો ઘણા બધા મારી માટે અજાણ્યા પણ હતા કે તેમની વિષે કાઈ સાંભળ્યું નથી. પુસ્તક માં કેટલાક શબ્દો ને ટર્મ્સ MBA ને લગતા  હોય ઘણા વાચક મિત્રો જો તેનાથી અજાણ હોય તો કયારે લખાણ સમજવામાં મુશ્કેલી પણ પડી શકે છે. પણ ઓવરઓલ પુસ્તક ઘણું સરળ છે, કોઈપણ વિષય નું બેકગ્રોઉંન્દ ધરાવતા મિત્રો વાંચી ને સમજી શકે છે.  હરેક પ્રકરણ પછી જેતે લોકોએ પોતાના જીવન ના અર્ક સમા તેમના અનુભવ નવા એન્ત્રોપુનર માટે આપ્યા છે જે ખરેખર પ્રેરણા દાયક ને વિચાર માગી લે તેવા સૂચનો છે.

આમ તો ૨૫ એ ૨૫ ની વાતો મને પ્રેરણાદાયી લાગી પણ સૌથી વધુ મને વેંકટ ક્રીશન્ન  ( Give ઇન્ડિયા ) ને વિજય મહાજની (Basix ) ની વાતો  ને વિચારો એ આકર્ષિત કર્યો તેઓ ફક્ત એન્ત્રોપુનર નથી પણ સોસિયલ એન્ત્રોપુનર છે. જેમના કામે સમાજ ને દેશ ને સીધી રીતે અસર કરી છે, પોતાની આવડત થી સમાજ માં કેટલો મોટો ફરક લાવી શકાય છે તેનું નક્કર ઉધારણ પૂરું પાડ્યું છે. બન્ને સોસિયલ એન્ત્રોપુનર ને  સલામ !

આ ૨૫ જુદા જુદા માણસો માં  વાતો માંથી નીચે ના કેટલાક મુદ્દા એક સમાન લાગ્યા !

૧. પૈસા મેળવા ના ધ્યય કરતા પણ વધારે , કાંઈ અલગ, જુદું, મનગમતું  કરવાનું  જનુન !

૨. હરેકે પોતાના વ્યવસાયિક જીવન માં ઘણા ઉતાર- ચઢાવ અનુભવ્યા પણ પોતાના ધ્યેય ને વળગી રેહવું !

૩. માનવીય નેટવર્કીંગ બનાવવું ને તેનો મહતમ ઉપયોગ કરવો ને સંબધ જાળવી રાખવો !

૪. પોતાના વિચારો માં સંપૂર્ણ વિશ્વાસ રાખવો ને લોકો ને તેમાટે બખૂબી સમજાવા ને ધીરજ જાળવી !

૫. હમેશા નવા વિચારો , વાસ્તવિક પરિસ્થિતિ, ને દુરન્દેશી નો સ્વીકાર કરી ચાલવું, તેમજ  યોગ્ય માણસને યોગ્ય તક આપવી !

આ પુસ્તક માં ૨૫ લોકો ના ઈમેલ પણ આપેલા છે જો કોઈ મિત્રો ને તેમની સલાહ સુચન કે યોગ્ય માર્ગદર્શન જોતું હોઈ તો તેમને ઈમેલ મોકલી ને મળી શકે છે. નેટ પર થી જાણવા મળ્યું કે આ પુસ્તક નું ગુજરાતી અનુવાદ પણ થયો છે નીચે આપેલો તેનો ફોટો જોઈ શકાય છે, વધુ માં તો ગુજરાતી આવૃત્તિ વિષે કઈ જાણતો ના હોવ કોઈ માહિતી નથી , કોઈ મિત્રો એંજો ગુજરાતી આવૃત્તિ વાંચી હોય  તો અહીં જરૂરથી તે વિષે ગુલાલ કરે.  મારા જેવા ઘણા વિદ્યાર્થી ને ઉપયોગી ને ઘણું નવું જાણવા મળે તેવું સરળ ને માહિતી સભર પુસ્તક છે. જે મિત્રો ને ભારતીય  બીસનેસમેંન  ના જીવન ચરિત્રો  તેમજ તેમના અનુભવ વિષે જાણવું હોય તો ગીતા પિરામલ ના ‘બિઝનેશ મહારાજ’  તેમજ ‘બિઝનેશ લીજેંડ’  વાંચવા રહ્યા, તે પુસ્તકો નો પરિચય પણ આગળ જતા અહીં જરૂર થી મુકીશ. પુસ્તક વાંચતી વખતે  એન્ત્રોપુનરશીપ માટે પુસ્તક માં આપલી કેટલીક સંસ્થા તેમજ  નેટ પર થી મળેલી કેટલીક માહિતી ભવિષ્ય  ની પોસ્ટ માં રસ ધરાવતા મિત્રો માટે મુકીશ.

પુસ્તક નો ગુજરાતી અનુવાદ-(ફોટો -ગુગલ ઈમેજીશ માં થી)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s