કોપી-પેસ્ટ વિષે ની કેટલીક વધુ વાતો !!

આમ તો બ્લોગ પર મારા કોપી પેસ્ટ વિષે ના વિચારો અગાવ પણ લખી ચુક્યો છુ. આ વખતે આજ વિષય પર કેટલીક વધુ થોડી વાતો ,  અહીં લખેલા મારા વિચારો મારા ગુજરાતી બ્લોગ જગત ના અનુભવ ને  વાંચનને આધારે છે જેમાં ચર્ચા ને પૂરો અવકાશ છે.

અત્યાર સુધી લગભગ બધાજ બ્લોગ માં કોપી પેસ્ટ માટે બ્લોગરના વલણ પર વધુ ભાર આપ્યો છે, બ્લ્ગેરોએ શું કરવું જોઈએ ,કે જો કોપી પેસ્ટ પણ કરવું હોય તો કેટલાક નિયમો સાથે કરવું જોઈએ વગેરે. પણ કોપી પેસ્ટ માં વાંચકો ની પણ થોડી ઘણે અંશે જવાબદારી જરૂર છે, જેમ કોપી પેસ્ટ ને નાબુદ કરવા બ્લોગર માટે આપણે  પ્રયત્નો કરીય છીએ તેવીજ રીતે જાગૃત વાચકો માટે પણ કેટલાક પ્રયત્નો કરવા જરૂરી છે.

એક ઉદાહરણ, કેટલાય બ્લોગ છે જેઓ બીજાના વિચારો/કૃતિ પુરા સંદર્ભ તેમજ ઘણી વાર મૂળ  લેખક ની પરવાનગી  સાથે પણ  પોતાના બ્લોગ પર મુકે છે ને આમ પુરા નીતિ નિયમો સાથે કોપી-પેસ્ટ કરે છે તેમની સામે આપણે કઈ વાંધો ના હોવો જોઈએ. પણ ખરી વાર્તા શરુ થાય છે જયારે તેમના પર વાંચકો ના પ્રતિભાવો વાંચો ત્યારે, મોટા ભાગ ના, સમજો ને કે ૯૫% વાંચકો , એવો  પ્રતિભાવ આપે  કે તેમના પ્રતિભાવ નો એવો ભાવાર્થ નીકળે કે જાણે તે બ્લોગરે પોતાના વિચારો રજુ કાર્ય હોઈ. પુરતો સંદર્ભ આપ્યા છતા પણ વાંચકો આવી ભૂલો કરે તો એમાં કોપી પેસ્ટ ના વિરોધ નો મૂળ મુદ્દો -જે તે રચનાકાર ને તેમની રચના માટે  યશ મળવો જોઈએ તે પૂર્ણ રીતે વિસરાય જતો લાગે. વળી જો આમજ થતું રેહતું હોય તો મૂળ રચનાકાર નો સંદર્ભ આપો કે નાં આપો લગભગ કઈ ફરક પડતો નથી. વાંચકો જે તે બ્લોગર ને મૂળ રચનાકાર ની કૃતિ ને લોકભોગ્ય  બનાવી તે માટે જરૂર પ્રસંશા કરે . પણ પૂર્ણ રીતે કૃતિ વિષે જાણ્યા છતા પણ ઉપર કહેલી રીતે પ્રતિભાવ આપવા ને લીધે, નવા બ્લોગર માં કોપી-પેસ્ટ વાળા શોર્ટ કટ લેવા તરફ તેમનું આકર્ષણ થાય તે સ્વાભાવિક છે. વળી બીજા ની કૃતિઓ સંદર્ભ સાથે પોતાન બ્લોગ માટે વાપરતા ઘણા બ્લોગરો આવ પ્રતિભાવો વાંચ્યા છતાં પણ વાચકો નું મૂળ રચાનાકાર તરફ ધ્યાન દોરતા  નથી , તે જાણી ને તે બ્લોગરો ની નિષ્ઠા વિષે પણ શંકા જરૂર રહે છે.

ટૂંકમાં, જો કોપી-પેસ્ટ ની સમસ્યા નો જો અંત લાવો હોય તો બ્લોગર સાથે સાથે વાચકો ની જાગૃતિ ની પણ એટલીજ જરૂર છે. આ રસ્તો થોડો લાંબો જરૂર છે પણ આને લીધે કોપી પેસ્ટ ની સમસ્યા નો એક સચોટ ઉપાય મળી શકે છે !

Advertisements

6 responses to “કોપી-પેસ્ટ વિષે ની કેટલીક વધુ વાતો !!

 1. બોસ ! ખરી વાત તો એ છે કે જાગૃત વાંચકો ઓછા છે.લગભગ મોટાભાગના વાંચકો બાબરા ભૂતની જેમ કાળુ માસ્ક ચડાવીને બ્લોગમાં ફાફા મારતા મારતા વાંચતા હોય છે.ચોખ્ખા શુદ્ધ શબ્દોમાં રચનાકાર-કલાકારનું જે ‘કાર હોય તેનું નામ લખ્યુ હોય,તે છતા બ્લોગ પોસ્ટ કરનારને શ્રેય મળે છે.આવા ઘણા નમૂનાઓના દર્શનનો લાભ મેં જાતે લિધો છે.ઓર્કુટમાં તો આ વસ્તુ એક વ્યસન છે.જેની કોઈ દવા નથી.

  • સતીશ ભાઈ , બ્લોગર ને શ્રેય મળે તે સામે વાંધો નથી , પણ આમાં મૂળ રચનાકાર ને શ્રેય મળવાની વાત લગભગ લટકી જાય છે, વળી નવા બ્લોગરો જયારે આ જુએ છે ત્યારે જલ્દી થી જાણીતા બ્લોગર બનવા આવા ટૂંકા રસ્તા માટે ખેચાણ જરૂરથી અનુભવશે, આનો કોઈ જલ્દી ઉપાય નથી પણ જો વાંચકો થોડું વધુ ધ્યાન આપે તો કોપી પેસ્ટ માટે નું આડકતરું આકર્ષણ ટાળી શકાય , વળી જો જાગૃત વાચકો ની સંખ્યા પણ વધે તો ગુજરાતી બ્લોગ ની એક પરિપકવ બ્લોગ જગત તરફ ની યાત્રા વધુ જડપથી થશે !!

 2. ભાઈલા
  બહુ સચોટ દર્શન કર્યું આપે.
  મારો એક લેખ આખો ને આખો કોપી કરી ને ગુજરાતી કવિતા ને ગઝલ માં છાપી દીધેલો.વાચકોએ એવા સુંદર પ્રતિભાવ આપ્યા કે જાણે કોપી કરનારે જ મહાન રચના કરી છે.એમણે નીચે ફક્ત લીંક લખેલી,મારું નામ કે કયા બ્લોગ માંથી કોપી કરી છે તે લખેલું નહિ.ખાલી રાજાની ભાઈ ટાંક ના પ્રતિભાવ માં મારું નામ લખીને પ્રતિભાવ આપેલો બાકી બીજા બધા વાચકોએ પેલા કોપી કરનાર ને શ્રેય આપેલું.મેં ભરતભાઈ સૂચક ને ફરિયાદ કરી.એમણે દુર કર્યો.એ જ લેખ હું પોતે પણ કવિતા ને ગઝલ માં મેમ્બર હોવાથી મેં મુક્યો તો કોઈએ પ્રતિભાવ જ ના આપ્યો.જાણે મૂળ લેખક મેં જ ચોરી ના કરી હોય!!
  હું કદી કોપી કરતો નથી.૯૦ આર્ટીકલ મારાજ લખેલા મુક્યા છે.હમણા એક મિત્રે પાછો આખો લેખ એમના બ્લોગ માં મૂકી દીધો.જોકે મારું નામ નીચે લખેલું.પણ કોણ ધ્યાન થી વાંચે છે.

  • આ બધા નો એકજ સરળ ને સચોટ ઉપાય છે કે વાચકો પણ થોડું વધુ ધ્યાન આપે ને પ્રતિભાવ આપતી વખતે મૂળ રચનકાર ને પણ પુરતો શ્રેય આપે, સાથે સાથે જે બ્લોગર મિત્રો એ સંદર્ભ સાથે બીજા ની રચના લીધી હોઈ ને તે રચના માટે તેમને મળેલા વાચકો ના પ્રતિભાવો જે તે મૂળ રચનાકાર ને બની શકે ત્યાં સુધી પોહ્ચાડવાની મોરલ રેસ્પોન્સીબ્લીટી લેવી રહી !!

 3. વડીલ પહેલા હુ પણ કોપી પેસ્ટ કરતો હતો પરંતુ પ્રયત્ન કરતો હતો કે મુળ રચના કાર નો ઉલ્લેખ કરવાનુ રાખતો હતો. હા ક્યરેક ભુલાઈ પણ જતુ હતુ. ત્યાર પછી સીનીયર બ્લોગર્સો એ મને સમ્જાવ્યુ કે આમ ન કરવુ જોઈએ તેથી હવે હુ પ્રય્ત્ન કરુ છુ કે કોઈ ના બ્લોગ પરથી કોપી ન કરવી એન કરવી જ પડે એવુ હોય તો મુલ રચના કાર ને જાણ કરવી અને બ્લોગ ની રજુઆત પહેલા જ આ વાત ની ચોખવટ કરવી તથા મુળ લેખ ઉપર લિંક આપવી.

  રહી વાત કોઈ ના લેખ ને પોતાના બ્લોગ ઉપર લીંક આપવાના બે કારણ છે એક તો મને એ લેખ ગમ્યો છે માટે અને બીજુ કે જે વાંચક મારા બ્લોગ પર નીયમીત આવે છે તે સારી વાત થી વંચીત ન રહે તે માટે. ઉદ્દહરણ માટે માર ત્રણ લેખ જે શિક્ષણ પર લખ્યા છે તે વાંચવ વિનંતિ.

  • ભાઈ, અહીં એક બ્લોગ વાચક તરીકે ના મારા અનુભવ ને નિરીક્ષણ મેં રજુ કર્યું છે ,કોઈએ બ્લોગર માટે ખાસ નથી લખ્યું એટલે કોઈ બ્લોગર ના ખુલાશા ની પણ અપેક્ષા ના હોય ! કોપી પેસ્ટ એ ઘણો ચર્ચા માગી લેતો મુદ્દો છે વળી મારું અંગત માનવું અને ઉપર ની પોસ્ટ માં સમજાવ્યું તેમ વાચકોએ પણ બ્લોગરો જેટલા સજાગ થવાની જરૂર છે. આપની મુલાકાત માટે આભાર !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s