ફિર વહી બાત પુરાની – ટીમ ઇન્ડિયા કી હાર કી કહાની !

ટીમ ઇન્ડિયા ની   T20 વર્લ્ડ કપ માં આ સળંગ બીજી નિષ્ફળતા , અને નિષ્ફળતા ના કારણો લગભગ સરખા, રમત ની રણનીતિ માં ભૂલો , શોર્ટ પીચ ને  ફાસ્ટ બોલિંગ રમવાના વાંધા, વગેરે વગેરે.  આમ જોવા જાયે  તો ટીમ ઇન્ડિયા ની ICC ની મહત્વની શ્રેણીઓ માં હાલ માં દેખાવ ખરાબ  રહ્યો છે, નજીકના ભૂતકાળ ની વાત કર્યે તો ચેમ્પિન્સ શ્રેણી તેનું સરસ ઉદાહરણ છે.

T20 વર્લ્ડ કપ વિષે વધુ વાતો કરતા પેહેલા આ વખતની ટીમ ઇન્ડિયા ની મેચો ના લેખા-જોખા. પેહલી મેચ અફઘાનીસ્તાન સાથે ની જે ટીમ ઇન્ડિયા માટે એક પ્રેકટીસ મેચ જેવી રહી, વિજય શ્રેણી શરુઆત ૪૮ રન ની સરસ ઇનિંગ થી કરી બોલિંગ માં પણ નેહરાએ ૩ વિકેટ લઇ ને સરસ દેખાવ કર્યો, જાડેજા , યુવરાજ , ભજ્જી ની બોલિંગ સરેરાશ સારી રહી, તો  અફઘાનીસ્તાન  તરફથી નૂર અલી સિવાય કોઈ ની બેટિંગ નોંધ પાત્ર પણ ના રહી , નૂર ની અડધી સદી એ ભારત ને સારી લડત આપી, તે લોકો ની બોલિંગ માં ઝર્દન ની ફાસ્ટ બોલિંગ સરસ રહી , આગળ જતા તે ખુબ સારો બોલર બની રહશે તેવું લાગ્યા વગર રહ્યું નહિ. સ્પિનર માં તેઓ નો શેન્વારી ખુબ સરસ રહ્યો  તેની સુરેશ રૈના ની વિકેટ સરસ રહી.  ત્યાર બાદ બીજી મેચ સાઉથ આફ્રિકા સાથે રહી જેમાં ભારત ની શરૂઆત તો સારી ના રહી પણ રૈના નો દિવસ હોય તેન એક જીવત દાન મળતા સરસ શતક લગાવી ની T20 વર્લ્ડ કપ માં સદી મારનાર પહેલો ભારતીય ખિલાડી ની સિદ્ધિ પણ મેળવી, યુવરાજ તરફથી પણ બેટિંગ માં સારો સથવારો મળ્યો, બોલિંગ સરેરાશ કક્ષા ની રહી, તો સાઉથ આફ્રિકા ની વળતી લડત સારી રહી, પણ  કાલીસ સિવાય કોઈ બીજા ખિલાડી ની રમત નોંધપાત્ર  નાં રહી. ઇન્ડિયા નો સુપેર ૮ માં પ્રવેશ ને રાતો રાત જાણે ટીમ નો ચહેરો બદલાય ગયો  , એક સામાન્ય ક્લબ કક્ષા ની ટીમ પુરવાર થઇ ને રહી. પહેલી મેચ માં ઓસ્ત્રલીયા સામે ભારત ની ટીમ પત્તા ના મહેલ ની માફક કડકભૂસ થઇ ગયી. ટીમ ઇન્ડિયા ની બધી નબળાઈયો સામે આવી ગયી, બેટિંગ માં રોહિત શર્મા સિવાય કોઈ નું પણ નામ લઇ સકાય તેમ ના રહ્યું, બોલિંગ , બેટિંગ , ફિલ્ડીંગ, રણનીતિ, માનસિક રમત એમ બધા ફ્રન્ટ પર ટીમ ઇન્ડિયા ને સખત ધોબી પછાડ આપી, ને તે એટલી  જોરદાર રહી કે તેની અસર વેસ્તેન્દીઝ સામે ની મેચ માં પણ દેખાય રહી , ટીમ ઇન્ડિયા ને માનસિક રીતે તોડવા માં જે કાઈ કસર બાકી રહી ગયલી તે વેસ્તેન્દીઝ પૂરી કરી , ખાસ કરી ને ગેયલ ની ૯૮ રન ની ઇનિંગે. આ બેવ મેચો બાદ ટીમ ઇન્ડિયા ની પૂરી રીતે ધુલાય કરવામાં શ્રીલંકા એ પણ પોતાનો યથાયોગ્ય ફાળો નોધાવ્યો, આ બધા ની અસર ટીમ ઇન્ડિયા પર એવી  પડી કે હાર માટે પણ ક્યાં યોગ્ય કારણો આપવા તે હજી સુધી સુજી નથી રહ્યું.

ટીમ ઇન્ડિયા ને માહી માટે આંતર ખોજ કરવાનો સમય આવી ગયો છે. માહી એક સારો ખિલાડી  ને નસીબવંતો કપ્તાન છે તેમાં બે મત નથી પણ તેની રમત વિષેની રણનીતિ ઘડવાની , માનસિક રીતે ટીમ ને મજબુત કરવાની વગેરે બાબતો ની ખામી નજર સામે આવ્યા વગર રહેતી નથી. તેની રણનીતિ માં પાકા અભ્યાસ કરતા પણ જુગાર રમવાનું તત્વ હમેશા વધારે રહ્યું છે કે જે આવનાર સમય માં તેને માટે જોખમી પુરવાર થયા વગર રહેશે નહિ. ટેસ્ટ માં તેને સચિન , દ્રવિડ વગેરે જેવા અનુભવી ખિલાડી નો અનુભવ કામ લાગે છે અટેલે તેની નબળાય પૂરી રીતે ઢંકાય જાય છે તેવીજ રીતે એક દિવસીય મેચો માં સચિન ને સેહવાગ ના અનુભવ ને આધારે મહદઅંશે તેની નબળાય છતી થતી નથી.   ખેર, હજી પણ આવી રહેલા એક દિવસીય મેચ ના વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયા માટે સારો સમય છે , જેમાં તે પુરતી તૈયારી કરી શકે છે. T20 વર્લ્ડ કપ ની હાર ને લોકો જલ્દી ભૂલી પણ જશે પણ જો એક દિવસીય મેચ ના વર્લ્ડ કપ માં પણ આવું પ્રદર્શન રહ્યું તો ટીમ ઇન્ડિયા ને માહી ને કદાચ ખુબ અઘરા ને કઠોર નિર્ણયનો સામનો કરવા માંટે તૈયાર રેહવું પડશે !!

એક તરફ ટીમ ઇન્ડિયા ની હાર ની લાગણીઓ છે તો સાથે કેટલાક સારા સમાચાર પણ છે જે ભારતીય રમત પ્રેમીઓ ના ચહેરા પર મુસ્કાન લાવી સકે છે. ટીમ ઇન્ડિયા ની વુમન ટીમનું ક્રિકેટ માં સરસ પ્રદર્શન રહ્યું , તેઓ સેમી ફાઈનલ સુધી પોતાની સરસ રમત જાળવી રાખી. ચેસ માં આનંદે હમેશા ની જેમ હરેક ભારતીય ની છાતી ગજ ગજ ફૂલે તેવી અદ્ભુત સિદ્ધી હાંસલ કરી બતાવી. તેમની રમત માટે હરેક ભારતીય રમત પ્રેમીઓના સો સો સલામ. એવાજ સલામ ની હકદાર  આપણી હોકી ટીમ ની પણ રહી, વર્લ્ડ કપ ના ફીઆસકા પછી મજબૂતાઈ થી પોતાની રમત માં પાછી ફરી છે ને સુલતાન અજલાન શાહ કપ માં જોરદાર રમત દાખવી ને ફાઈનલ સુધી પોહચી ગયી છે, આશા કરીએ કે આ વખતેપણ તેઓ કપ ભારત લઇ ને આવે . તેમની સફળતા માટે પ્રભુ ને પ્રાર્થના !!

Advertisements

One response to “ફિર વહી બાત પુરાની – ટીમ ઇન્ડિયા કી હાર કી કહાની !

  1. પિંગબેક: Tweets that mention ફિર વહી બાત પુરાની – ટીમ ઇન્ડિયા કી હાર કી કહાની ! « મારી નોંધપોથી -- Topsy.com

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s