IPL -૩ ના લેખા જોખા !

ફોટો શ્રોત - ગુગલ ઈમેજીસ માં થી

આવખત ની IPL -૩ શ્રેણી જેટલી રમત માટે રોમાંચક રહી તેટલીજ કે તેથી વધુ  રમત બહાર ની તેની ખટપટ માટે બદનામ રહી. ખેર, અહીં તો એક ક્રિકેટ પ્રેમી તરીકે શ્રેણી -૩ નો  એક સક્ષિપ્ત અહેવાલ રજુ કરવો છે.

આ વખતની શ્રેણી માં પહેલી વાર એક ભારતીય કપ્તાન ને શ્રેણી જીતવાનું બહુમાન મળ્યું છે. ને IPL -૧ માં નબળી ગણાયેલી બેવ ટીમ , બેંગ્લોર ને ડેક્કન સેમી ફાઈનલ સુધી પહોચવાની સિદ્ધી જાળવી રાખી. મુંબઈ ની ટીમ નો દેખાવ પણ અકલ્પનીય રહ્યો , પણ કેહવાય છે ને કે દસેરા ના દિવસેજ ઘોડો ના દોડે તેના જેવું થયું , છેલ્લી ને મહત્વ ની મેચ જીતવા માં મુંબઈ ની ભારેખમ ટીમ નબળી પડી. પણ વાંધો નહિ આ વક્તે તેમને પોતાની સક્ષમતા બતાવા નો હજી એક મોકો T20 ચેમ્પિયન લીગ માં મળી શકશે.

સૌથી પહેલા બેટિંગ ની વાત કરીએ તો આ વખતે અનુભવ ની સામે જોમ  નો સારો મુકાબલો જોવા મળ્યો. સચિન, સૌરવ, કાલીસ, મહેલા, સાયમન્ડ , રાહુલ,  સંગા, કેવિન, વગેરે તો સામે રૈના, રોબીન, યુસુફ, કોહલી , રોહિત , રાયડુ , સૌરભ તિવારી, શિખર , વિજય ,  મનોજ તિવારી, નમન , જુનજુનવાલા, રવિ, સુમન   વગેરે નું પ્રદર્શન એકંદરે સારું રહ્યું. તો એવા કેટલાય ખિલાડી છે કે જેમની પાસે ખુબ આશા હતી તો તેઓ એક કે બે વાર કે લગભગ નહીવત જેવું પ્રદર્શન રહ્યું જેવા કે , ગીલી, હેડન, યુવરાજ, માઈકલ હસી, મોર્કલ, ગીબ્બ્સ ,પુજારા,  ગંભીર, વીરુ, દિલશાન, બ્રેન્ડન , અભિષેક નાયર, કામેરૂન, ટેઈલર, મનીષ પાડે વગેરે. સચિન ને સૌરવ ની કેટલીક ઇનિંગ્સ ને મહેલા ની શતક જોરદાર રહી , અનુભવ ને સોલીડ  ટેકનીક ને આધારે પણ T20 ફોરમેટ માં પણ કેટલી અદ્ભુત રમત દાખવી શકાય છે તેનું ઉત્કૃષ્ઠ ઉધાહરણ. તો તેની  સામે T20 ક્રિકેટ માં પાવર ગેમ ને નવલોહિયા ની ગેમ શામાટે કેહવામાં આવે છે તે માટે વિજય ને યુસુફ ની શતક વાળી ઇનિંગ્સ જોવી રહી સાથે સાથે રોબીન ને  બીજા કેટલાક ખિલાડીઓ હાર્ડ હીટર કેમ કેહવાય છે તે તેમની કેટલીક  ઇનિંગ્સ જોવાથી પાક્કી સાબિતી મળી શકે છે. આમ આવખતે બેટિંગ ના પ્રદર્શન માં નવા ને જુના ખેલ્ડીઓ નું લગભગ સમાન પ્રદર્શન રહ્યું.

પણ બોલિંગ પ્રદર્શન માં અનુભવી ને જુના ખિલાડીઓ નો દબદબો રહ્યો. કુંબલે, વોર્ન, મુરલી, ઝાહિર, ભજ્જી, સ્ટેન, નેહરા, મલીંગા, વગેરે નો તો નવા ખેલાડી માં પોલાર્ડ, બોલીન્ગર, અશોક, કાર્તિક, ઈરફાન, ઓઝા, વિનય કુમાર, પ્રવિણ કુમાર, હરમીત, નેને, અશ્વિની,  વગેરે નું પ્રદર્શન નોંધ પાત્ર રહ્યું. શરુઆત માં ચમકારા દેખાડનાર પણ પછી થી સારું પ્રદર્શન કે મેચ માં ભાગ નહિ લઇ શકનારા ખિલાડીઓ જેવા કે , કાલીસ , વાસ, યાદવ, મિથુન , બોન્ડ , શોન, ત્રિવેદી, અમિત , ઇશાન, ચાવલા,  વગેરે. નું પ્રદર્શન આશા હતી એટલું સારું નહિ  રહ્યું.

આ વખતે,  કેટલાક સારા કેચો, ફિલ્ડીંગ , રન આઉટ વગેરે માં પણ સૌરવ, સચિન , રાહુલ , કાલીસ, સંગા, ગીલી, હેડન  જેવા અનુભવીઓનો નોધ પાત્ર ફાળો રહ્યો કે જેમાં વધુ સરસ પ્રદર્શન યુવા ખેલાડી તરફથી જોવા મળે છે.  કેટલીક ટીમો એ ભારતીય બેટ્સમેનો માટે ની જે શોર્ટ બોલ ની નીતિ અપનાવેલી તે મહદ અંશે સફળ રહી , ખાસ કરી ને યુવા ખેલાડીઓ માટે , વળી સારા સ્પિનરો સામે પણ નવા ખિલાડીઓ ને સંઘર્ષ કરતા જોઈ, આવનાર ભારતીય ક્રિકેટ  માટે ચિંતા જરૂર થઇ આવે છે,  કેટલાય નવા ખેલાડીઓ સામી ટીમ ના  ખેલાડીના ઉપ્સાવા કે કઈ કેહવું વગેરે ને કારણે તેમની સામે ગુસ્સા માં પોતાની વિકેટ ગુમાવતા  જોઈ તેમની  માનસિક સજ્જતા સામે પણ પ્રશ્નાર્થ જરૂર ઉભો થાય છે.

આ શ્રેણી બાદ ઘણા ખિલાડીઓ નો ત્રણ વર્ષ નો કરાર પૂરો થતો હોય, તેમજ નવી બે ટીમો ના આગમન થવાથી , ને કેટલાક ખેલાડીઓના ત્રણ વર્ષ ના ખરાબ પ્રદર્શન પછી હવે તેમની કેટલી માંગ રહે છે તે જોવું રહ્યું. શ્રેણી-૪ થી મુકાબલો વધુ રોમાંચક રહેશે તેમાં કોઈ શંકા નથી. આજ થી શરુ થઇ રહેલી T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ ની ખુબ ખુબ શુભકામના ને આ વખતે પણ T20 વર્લ્ડ કપ-૧ જેવું ભવ્ય પ્રદર્શન કરી શકે તે માટે પ્રભુ ને પ્રાર્થના !!

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s