મારા મનગમતા બાળ સાહિત્ય ને પાત્રો વિષે કેટલીક વાતો !

ટિન ટિન ને સ્નોવી -શ્રોત ઈન્ટરનેટ પરથી

હાર્ડી બોયઝ-શ્રોત વિકિપીડિયા

આજે પસ્તી વાળા પાસે થી ખુબ જૂની મિયા ફૂસકી ની ચોપડી મળી ગયી ને તેને વાંચતા મન બાળપણ માં વાંચેલા કેટલાક સાહિત્ય ને પાત્રો ની યાદ પાછી તરોતાઝા થઇ ગયી. આજે કેટલીક વાતો મારા મનગમતા બાળ સાહિત્ય  ને  પાત્રો વિષે !

ટિન ટિન: મારું મનગમતું ને પ્રિય પાત્ર આજે પણ કયારે એના કાર્ટૂન આવે છે ત્યારે જોઈ લાવ છુ. નાના પણ માં એના પરાક્રમ ની દરેક ચોપડી વાંચી છે , ભવિષ્ય માં એના પુસ્તકો નો આખો સેટ વસાવો છે. જયારે  પણ એને  જોવ કે એના વિષે સાંભળું ત્યારે મન બાળપણ માં ખોવાય જાય છે ને   એની જેમ સાહસ કરવા નીકળી જવાની ખુબ ઈચ્છા થવા લાગે છે. બાળ પણ માં મારા લત્તા ના મિત્રો સાથે અમે ટિન ટિન રમતા , આજે પણ તે મિત્રો સાથે મળ્યે તો તે વાતો યાદ કરી ને હસયે છે  પણ દરેક મિત્ર ના મન માં મારી જેમ  ટિન ટિન ની જેમ સાહસ કરવા નીકળી પડવાની અદમ્ય ઈચ્છા થયા કરે છે. મેં ક્યાંક વાંચ્ય તું કે સ્પીલ બર્ગ  ટિન ટિન પર ફિલ્મ બનવી રહ્યા છે ને  ૨૦૧૧ માં તે રીલીઝ થવાની છે , અત્યારથી તે ફિલ્મ માટે ખુબ ઇન્તેઝાર રેહશે.

હાર્ડી બોયઝ : મારા બીજા મનગમતા પત્રો, આમ તો આમની શ્રેણી માં ઘણા બધા પુસ્તકો છે પણ મેં લગભગ ૨૦ જેટલા પુસ્તકો વાંચ્યા છે, ને હવે બાકી ના ભાગો પણ મારી વાંચન યાદી માં સામેલ કર્યાં છે. બાળપણ માં આના પુસ્તકો વાંચી ને જાસુસ થવાનું બહુ મન થતું સ્કુલ માં કોઈ  વસ્તુ કે કઈ ખોવાય જાય તો બંદા પોતાની જાસુસી દિમાગ થી જરૂર ખાખા ખોળાં કરવા લાગી જતા , પણ દુખ સાથે જાણવાનું કે એકાદ બે કિસ્સા સિવાય કોઈ પણ કિસ્સા માં સફળતા મળી નોતી. છતાય આજે પણ કયારે આ પુસ્તક વાંચતા જાસુસી ના મિજાજ માં જરૂર આવી જવાય છે.

અમર ચિત્ર કથા-શ્રોત ઈન્ટરનેટ પરથી

ટિન્કલ-શ્રોત વિકિપીડિયા

અમર ચિત્ર કથા ને ટિન્કલ: મારી મનગમતી ચોપડીઓ , અમર ચિત્ર કથા માં તો બાપરે કેટ કેટલી વાર્તાઓ વાંચી છે , આપડા પૌરાણિક શાસ્ત્રો માં મને રસ લેતો કર્યો હોય તો તેનું પૂર્ણ શ્રેય અમર ચિત્ર કથા ને જાય છે , ને ત્યાર બાદ આવે છે ટિન્કલ તેમાં આવતી , તંત્રી ધ મંત્રી , શિકારી શમ્ભુ, સુપેંદી , રામુ અને શ્યામુંમારી  સૌથી વધુ મનગમતી વાર્તાઓ , ત્યાર બાદ ટિન્કલ માં આવતો  વચ્ચે ના પાના માં GK નો વિભાગ ને અનુ ક્લબ સૌથી વધારે પસંદ , વિજ્ઞાન માં રસ પડવાનું કારણ પણ અનુ ક્લબ છે. કેટલી સરળ રીતે તેમાં વિજ્ઞાન ના નિયમો સમજાવા માં આવતા. આ બધા માટે એક  “અનંત પાઈ અંકલ ” ને  જેટલા ધન્યવાદ આપો એટલા ઓછા છે , તેમને લીધે મારા જેવી કેટલી પેઢી તૈયાર  થઇ હશે , આપડી સરકાર કે તેમને પદ્મ  ઇન્કાલ્બ માટે પસંદ નહિ કર્યાં હોય તે એક રહસ્ય છે. પણ કઈ વાંધો નહિ “પાઈ અંકલ”  અમારા જેવા વાંચકો ના દિલો ના સમ્રાટ તરીક રાજ કરો છો , આપની દીર્ધ આયુ માટે ભગવાન ને પ્રાર્થના.

ચાચા ચૌધરી ને પ્રાણ ના કેટલાક પાત્રો: ચાચા ચૌધરી, સાબુ , રાકા, પીન્કી , બિલ્લુ , પહેલવાન , બાપરે કેટ કેટલા પાત્રો આપ્યા છે પ્રાણ સાહેબે , હજી પણ જયારે વાંચવા મળે છે ત્યારે નાનાપણ માં જેટલો આનદ મળતો એટલોજ આજે પણ મળે છે. પ્રાણ સાહેબ ને શત શત પ્રણામ.

બકોર પટેલ ને પશુ જગત-શ્રોત ઈન્ટરનેટ પરથી

બકોર પટેલ ને પશુ જગત : અફલાતુન શ્રેણી , લગભગ બધાજ પુસ્તકો આ શ્રેણી ના વાંચ્યા છે. અદ્ભુત લેખન છે , બાળકો ને તેની સાથે સરસ મજાની એક પશુ જગત ની મુલકાત કરાવી લે , આપણે હમેશા થાય કરે કે આપડા વિશ્વ ની સાથે પશુ જગત પણ સહ અસ્તિત્વ માં છે. બાળકો ની કલ્પના ને ખૂલું આકાશ મળી જાય આવી સાદી ને સરળ વાર્તાઓ. બકોર પટેલ , પટલાણી, બાંકુ ભાઈ મુનીમ , વાઘજી ભાઈ વકીલ, વગેરે કેટ કેટલા પાત્રો છે દરેક મારા મન ગમતા.

વીર છેલ ભાઈ , મિયા ફૂસકી , છકો-મકો, સિંહાસન બત્રીસી, વગેરે કેટલી બધી વાર્તાઓ વાંચી છે, આજે પણ જયારે આ બધાં ને યાદ કરું છુ ત્યારે પાછુ બાળ પણ માં પહોચી જવાનું મન થી જાય છે.  ફૂલવાડી મારું ત્યારે મનગમતું વાર્તા નું છાપુ (ત્યારે છાપા ના રૂપ માં આવતું , હાલ માં તો કાઈ ખબર નથી ) , તેમાં આવતી હર વેકેશન માં રંગ પુરવાની હરીફાઈ માં હોશથી ભાગ લેતો ને હમેશા લાગતું કે બંદા ને ઇનામ જરૂર મળશે પણ , કયારે આશ્વાશન ઇનામ પણ ના મળતું ત્યારે થોડ દિવસ બહુ દુખ લાગતું.  ખરે ખર મોટા થવા માં આવી કલ્પનાની દુનિયા માં ખોવાનો આનદ પણ ખોઈ બેઠા હોય એવું  લાગે છે.

અણી સિવાય ના પણ કેટલાક પુસ્તકો ને પાત્રો છે જે હમેશા બાળપણ ની યાદ અપાવતા રહે છે , મુંબઈ સમાચાર માં આવતી ચિત્ર પટ્ટીઓ આજે પણ એટલીજ ગમે છે , હાલ માં ગુજરાત સમાચાર હર શનિવાર આવતી ચિત્ર પટ્ટી પણ એટલીજ પસંદ પડે છે. આવા પુસ્તકો ને દરેક સર્જકો ને આ પોસ્ટ સાથે સો સો સલામ .

આવીજ રીતે કયારેક વાત કરવી છે , મનગમતા ટિ . વી પ્રોગ્રામ ને કાર્ટૂન  ફિલ્મ્સ ની કે જેનાથી બાળપણ ખુબ સરસ કલ્પનાઓ માં પસાર થયું છે. જેટલી વાતો બીજા પુસ્તકો ને પત્રોની અહીં રહી ગયી છે તેપણ પછી ફરી કયારે.

Advertisements

6 responses to “મારા મનગમતા બાળ સાહિત્ય ને પાત્રો વિષે કેટલીક વાતો !

 1. ભાઈ સુર્યા
  અપે મને પણ બાળપણમાં વાંચેલા પુસ્તકોની યાદ અપાવી દીધી. બકોર પટેલ મીંયા-ફુસકી અને તભાભટ્ટ છકો-મકો વિક્રમ-વૈતાળ અકબર બીરબલ સિંહાસહ બત્રીસી આ ઉપરાંત ત્યારે પ્રસિધ્ધ થતા રમકડું બાલજીવન બાલ મિત્ર બાલસંદેશ ઝગમગ ( જોકે હજુ આવે છે અને હું વાંચુ પણ છું ) કિશોરાવસ્થામાં વાંચેલા છેલ-છ્બો જુલેવર્નની સાહસ કથાઓ જેવી કે જ્વાળામુખીના પેટાળમાં બરફ્ના રણમાં બલુન પ્રવાસ પૃથ્વીની પ્રદિક્ષણા વગેરે આ ઉપરાંત મહાભારતના પાત્રો રામાયણના પાત્રો વગેરે અને પછી તો યુવાન થતાં અનેક પુસ્તકો માત્ર વાંચ્યા જ નથી પણ મારી અંગત લાયબ્રેરીમાં વસાવેલા પણ છે. આજે પણ અમારાં વિસ્તારના બાળકો વેકેશનમાં મારે ઘેર આવી ગુજરાતીના બાલ સાહિત્યના પુસ્તકો વાંચે તે માટે એક સપ્તાહ ફાળવું છું. ચાલુ વર્ષમાં આવતી 24 એપ્રિલથી 30 એપ્રિલ સુધી આ ગુજરાતી વાચન શીબીર ( સપ્તાહ ) નું આયોજન કરેલ છે. અને ઉપરોક્ત ઉલ્લેખ કરેલ છે તે તમામ પુસ્તકો મેં આ ખાસ હેતુ માટે જ વસાવ્યા છે.આ માત્ર આપની સહજ જાણ માટે !

  સ-સ્નેહ
  અરવિંદ

  • અરવિંદ ભાઈ , પહેલા તો આપના આ ઉત્તમ કાર્ય માટે ખુબ ખુબ આભાર , દરેક બાળક ને સારા પુસ્તકાલય કે ઘણા માતા -પિતા તેમની આર્થીક સ્થિતિ ને કારણે પણ સુલભ નથી થઇ શકતા , તેમની માટે આપ જેવા વડીલ કોઈ આવી સેવા કરે તો ઘણા ને લાભ મળે. આમ તો પોસ્ટ ઘણી લાંબી થી ગયી હોવા થી ઘણા પુસ્તકો ને સામયિકો ના નામ લખી ના શક્યો, ખાસ કરી ને જુલે વર્ન ની વાર્તાઓ , વગેરે. પણ ફરી વાર કયારે વધુ વાત. આપનું વાચન સત્ર ખુબ સફળ રહે તેવી પ્રાર્થના !

 2. સૂર્યા,

  હું જરા વિચિત્ર રીતે તમારા બ્લોગ પર પહોંચ્યો. હું પોતે પણ બ્લોગ લખું છું. ( હજી હમણાં જ ચાલું કર્યું છે) અને મારા બ્લોગનું નામ છે ( મારી નોંધપોથી). http://nondhpothee.blogspot.com/.

  હું ગુગલ પર નોંધપોથી શોધવા માંગીને જોવા માંગતો હતો કે મારો બ્લોગ દેખાશે કે નહી? મારો બ્લોગ તો દેખાયો પરંતુ એના પહેલા તમારો બ્લોગ દેખાયો.

  આપણા બન્નેના બ્લોગના નામ સરખાછે. હું પણ ઇલેક્ટ્રોનિક્સ ઇજનેર થયેલ છું અને મેં બાળપણમાં ઘણાં બધા પુસ્તકો વાંચ્યાછે.

  તમારા લેખમાં માનસેન સાહસી નો ઉલ્લેખ નથી , તે જાણીને થોડી નવાઇ લાગી.
  આશા રાખું છું કે તમે નિયમિત રીતે બ્લોગ લખતા રહેશો.

  • સમર્થ ભાઈ, આપના પ્રતિભાવ માટે આભાર, આપે જણાવેલ પાત્ર કે તે વિષે નું કોઈ પુસ્તક વાંચ્યા નું યાદ નથી આવતું, આપ તે વિષે વધારે માહિતી આપશો તો ગમશે. મળતા રહીશું એક બીજાની “નોંધપોથી” પર.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s