“શિક્ષણઆચા આઈચા ઘો” -એક જોવા સમજવા લાયક મરાઠી ફિલ્મ !

આજની શિક્ષણ પદ્ધતિ પર પ્રહાર કરતી એક વધુ ફિલ્મ. ફિલ્મ માં એક મધ્યમ વર્ગ ના  મા વગર ના કુટુંબ ની વાત છે,  પુત્ર એ એક નબળો વિદ્યાર્થી છે પણ એક ઉત્તમ ક્રિકેટર છે . જેમ બધા કુટુંબ માં થાય છે તેમ પુત્ર ના પિતા પણ પોતાના પુત્ર ને ભણીગણી ને એક સારી જિંદગી જીવે તેવા સપના જુવે છે ને તેની જેમ પોતાના દીકરા ને પણ કામ ના ઢસરડા ના કરવા પડે તેવી મહત્વકાંક્ષા  રાખે છે. ને બસ પોતના પુત્ર પર ભણવાનો વધુ ને વધુ ભાર નાખતો જાય છે જે તેનો પુત્ર વઢોરી સકતો નથી ને એક દિવસ ગુસ્સામાં પોતાના પુત્ર પર પોતાનો રોષ ઉતાર તા તેને ઈજા કરી બેસે છે. ને અહીં થી વાર્તા માં વળાંક આવે છે , ને પોતાના પુત્ર ની જેવીજ કોઈ ની બીજા ની દશા ના થાય તે માટે આજ ની શિક્ષણ પદ્ધતિ વિરુધ અભિયાન છેડે છે.

આમ ફિલ્મ માં ખુબ સવેદનશીલ મુદ્દો લેવા માં આવ્યો છે ને ફિલ્મ ને સારી માવજત થી વધુ સારી બનાવી સકાય હોત. ફિલ્મ થોડી વધુ  પડતી નાટકીય રીત રજુ કરવામાં આવી છે છતા પણ દર્શાવેલા મુદ્દા આજ ના માબાપ ને બાળકો ને સ્પર્શતા હોય , ફિલ્મ જોવા જેવી જરૂર બની છે.  જે મિત્રો ને મરાઠી ના પણ આવડતું હોય તે છતાં પણ અંગ્રજી સબ ટાઇટલ સાથેફિલ્મ જોઈ સકે છે.

ફિલ્મ ની ઝલક જોવા નીચે ની લિંક ની મુલાકાત લો

શિક્ષણઆચા આઈચા ઘો

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s