કોપી-પેસ્ટ વિષે ની કેટલીક વાતો !!

કેટલાક વખત થી બ્લોગ જગત માં કોપી-પેસ્ટ વિષે ખુબ વાતો થાય છે , આ એક ગંભીર મુદ્દો છે ને તેના નિષ્કર્ષ માટે ચર્ચાઓ થવી જરૂરી પણ છે. આ મુદ્દો ને લગતા મારા કેટલાક અભિપ્રાય અહીં મુકું  છુ, જેમાં વધુ ચર્ચા ને પુરતો અવકાશ છે.

પહેલા તો મુદ્દા ને સમજવા માટે બ્લોગ જગત માં થતી પોસ્ટ નું એક વર્ગીકરણ કરી નાખ્યે ,૧ મૌલિક રચનાઓ ,  ૨ બીજા ની રચનાઓ. મૌલિક રચનાઓ એટલેકે એવી  રચનાઓ જે સ્વ રચિત હોય જેમકે , પોતાની લખેલી વાર્તા , કવિતા , ગઝલ , પોતાના કોઈ સમસ્યા કે કોઈ મુદ્દા પ્રત્યે ના વિચારો , પોતા ના અંગત અનુભવો , પોતે પાડેલા ફોટા કે ચિત્રો , વગેરે રચનાઓ. બીજા વર્ગ ની રચનાઓ એટલેકે બીજા કોઈ ની રચનાઓ પણ તેમના નામ કે સંદર્ભ સાથે પોતાના બ્લોગ પર મુકવી.

આ બેવ જાતની પોસ્ટ નું ગુજરાતી જગત માટે  મહત્વ છે પેહલા વર્ગ ની રચનાઓ થી ગુજરાતી માં નવી નવી કૃતિ મળે છે , જેના દ્વારા આપડા ગુજરાતી ના ગૌરવ તેમજ વારસા ને જાળવી શકે છે. બીજા વર્ગ ની કૃતિઓ દ્વારા આપડે એક સમૃદ્ધ ગુજરાતી વારસા, સાંસ્કૃતિ , લોકસાહિત્ય વગેરે નું સારી રીત જતન તેમજ એક સુંદર સંગ્રહ તૈયાર થઇ શકે છે, ગુજરાતી સાહિત્ય ના અમુલ્ય લખાણ નું ડીજીટલ રૂપે  ઝાંખી કરાવી ને રાખી શકયે છે કે જે  આવનાર વર્ષો માં ખુબ જરૂરી તેમજ ફરજીયાત થઇ જશે, આમ આપડે સમજો ને કે બીજા વર્ગ ની બ્લોગ પોસ્ટ એક સરસ પુસ્તકાલય ની ગરજ સારી શકે છે.  આ માટે નીચે ના કેટલાક સૂચનો લાભકારી થઇ શકે છે.

૧. નવા બ્લોગર્સ ને આપડે વિશ્વાસ માં લઈએ કે જો તેઓ બીજાની કૃતિ તેમના નામ કે સંદર્ભ સાથે જો પોતાન બ્લોગ પર મુકશે તો પણ તેમનું કામ એક પ્રશંસનીય કાર્ય લેખાશે ને તેમનો ફાળો પણ બ્લોગ જગત માં નોંધનીય રેહશે , સમજો ને કે તેઓ  એક પ્રકાશક જેવું કામ કરી શકે કે જે જુના કવિઓ , લેખકો તેમજ અજાણ્યા લેખકો કવિઓ ના લેખો કે કૃતિઓ ને બ્લોગ જગત સામે લાવીને મુકવાનું નોંધનીય કાર્ય કરી શકે છે , આમ મૂળ લેખકે કે કલાકાર નો પુરતો ન્યાય પણ મળી શકશે , વળી કેટલાક જાણીતા બ્લોગ જે અત્યારે આ રીત નું સુંદર કાર્ય કરે છે જો તેઓ કૃતિ ના લેખક સાથે સાથે તેના પ્રકાશક , જે તે પુસ્તક ની વિગત , કે સંગીત ના સંગ્રહ, પ્રાપ્તિ સ્થાન , કીમત વગેરે જેવી માહિતી  પણ મુકે તો રસ ધરાવનાર  વાચક તેમને પોતાની માટે ખરીદી કરી શકે , આમ મુખ્ય કૃતિ ના લેખક , પ્રકાશક , વાંચક સૌ કોઈ ને લાભ મળી શકે છે. ને આના દ્વારા કદાચ ગુજરતી પુસ્તકો કે સંગીત નું વેચાણ તેમજ લોકપ્રિયતા વધી શકે છે.

૨.નવા બ્લોગર્સ કે જેમને શરુઆત માં પોતાની મૌલિક રચના લખવા માટે તકલીફ પડતી હોય કે સમય ના અભાવે નવું ના લખી શકાતું હોય તેઓ પણ કોપી પેસ્ટ નો ઉપયોગ કરીને બીજા વર્ગ ની ઘણી પોસ્ટ બાનાવી શકે છે , વળી ગુજરાતી સાહિત્ય માં એવા ઘણા પુસ્તકો છે કે જેના  કોપી રાઇટ પુરા થઇ ગયા હોય તો તેવા પુસ્તકો કે સાહિત્ય ને ડીજીટલ રૂપ માં લાવી શકે છે. ઉદાહરણ તરીકે ગાંધીજી ના સાહિત્ય કે આપડા પૌરાણિક શાસ્ત્રો વગેરે.

3. ગુજરતી બ્લોગર્સએ મળી ને એક મંડળ કે સંસ્થા જેવું સ્થાપવું રહ્યું જેથી કોપી પેસ્ટ સામે એકલ દોકલ બ્લોગર્સ ની લડાઈ કરતા એક સંસ્થા તરીકે ની લડાઈ વધુ અસરકારક તેમજ ઉપયોગી નીવડી સકે છે વળી બીજા પણ કેટલાક  હેતુ આપડે પાર પડી શકયે છે. જેમકે સૌ સાથે મળી ને બ્લોગેર્સ માટે ની એક સામાન્ય રૂપ રેખા તેમજ નીતિ નિયમો ઘડી શકયે , નવા બ્લોગર્સ ને મદદ રૂપ થવા માટે ની રૂપરેખા તૈયાર કરી શકાય , જો નવા બ્લોગર્સ ને જો કોપી પેસ્ટ જ કરવું હોય તો તેમને  સકારત્મક રીતે કોપી પેસ્ટ નો ઉપયોગ કરી શકે તેવું પ્રોત્સાહન આપી શકીએ, પ્રથમ વર્ગ ને  બીજા વર્ગ ના લેખકો ના પ્રયાસ ને યોગ્ય રીતે બિરદાવી શ્ક્યે, તેમજ ગુજરાતી સાહિત્યમાં બ્લોગ સાહિત્ય ને પણ એક સાહિત્ય ના પ્રકાર તરીકે  ગંભીર રીતે લેવાના પ્રયત્નો કરવા , બ્લોગ જગત વિષે નું સામાયિક કે પત્રિકા કાઢવી, બ્લોગ જગતના પુસ્તકો નું વિમોચન કરવું  વગેરે હેતુઓ પાર પાડી શકયે.

આમ જો બ્લોગ જગત ને નવા બ્લોગર્સ  કોપી પેસ્ટ ને સકારત્મક રીતે ઉપયોગ કરાવી શકયે તો ઘણા બધા હેતુઓ એક સાથે આપડે મેળવી શકયે.

Advertisements

5 responses to “કોપી-પેસ્ટ વિષે ની કેટલીક વાતો !!

  1. હું માનું છું કે બ્લોગ એ સંકલન પણ હોઈ શકે એટલે લેખક કે કવિ નો ઉલ્લેખ કરી ,તેમને સમ્પૂર્ણ રીતે credit આપી , તેમની રચના બ્લોગ પર મૂકવામાં કશું ખોટું નથી !! આપનો બ્લોગ સુંદર છે !!
    — જગત

    • જગત ભાઈ, બની શકે ત્યાં સુધી પૂર્ણ સંદર્ભ પણ આપવો જોઈએ , જેવી કે તે પોસ્ટ ની લીંક કે જેનાથી વાચકો ના પ્રતિભાવો મૂળ લેખક સુધી પહોચી શકે કે જેથી તમને પુરતું પ્રોત્સાહન કે ભવિષ્ય માં વધુ સુંદર રચના લખવામાં મદદ રૂપ થઇ શકે , આનાથી સરવાળે ફાયદો ગુજરાતી બ્લોગ જગત નેજ થશે. મળતા રહીશું મારી નોંધ પોથી ઉપર !!

  2. પિંગબેક: મનીષ શાહ ( અલ્પ લીમડીવાળા)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s