મસાલા ખીચડી-કઢી ની રીત !

હોકી મેચ વખતે બનાવેલી મસલા ખીચડી કઢી ની રીત મારી જેવા રાંધણ કળા માં નવ-શીખ્યા તેમજ શોખીન મિત્રો માટે મુકું છુ. આપ કોઈ મિત્રો એ પણ રાંધણ કળા માં નવા પ્રયોગો કર્યા હોય તો જણાવશો !!!

સામગ્રી: ચોખા , મગ ની ફોતરા વાળી દાલ, ખાટ્ટી છાસ કે દહીં , ચણા નો લોટ , લીલા મરચા, લસણ ની કળીઓ, આદુ,  જીરું, મીઠું , હળદર , ગરમ મસાલો , રાઈ , ધાણા જીરું, ધાણા, લાલ મરચું, રીંગણા, બટેટા, ગાજર , વટાણા, ટામેટા, કાંદા, ઘી.

સમય:  પૂર્વ તૈયારી નો સમય  : ૨૦~૨૫ મિનીટ , રાંધવાનો સમય :૧૦ ~૧૫ મિનીટ

પહેલા મસાલા ખીચડી ની રીત : સૌ પ્રથમ જીણા કાંદા, લીલા મરચા, લસણ, આદુ ને ટામેટા ના જીણા ટુકડા કાપી લો. ત્યાર બાદ રીંગણા, બટેટા, ગાજર ના થોડા મોટા ટુકડા કાપી ને તૈયાર રાખો. ચોખા ને મગ ની ફોતરા વાળી દાલ નું ૬૦-૪૦ % ના પ્રમાણ માં મિશ્રણ કરવું ને ધોઈ ને તૈયાર રાખવું. હવે જે વાસણ કે કુકર માં ખીચડી બનાવાની હોય તેમાં વઘાર માટે નું થોડું ઘી લઇ ને ધીમી આંચ પર મૂકી દેવું. કુકર માં બનાવું વધુ સરળ છે , કેમકે બધી વસ્તુ ને સીધું એમાં નાખી ને ખીચડી ચડાવા મૂકી શકાય. હવે ઘી માં રાઈ ને ધાણા જીરું નાખી ત્યાર બાદ કાંદા નાખી ને થોડા સાંતળો , જેવો રંગ થોડો પીળાશ પડતો થાય કે લસણ, આદુ , ને લીલા મરચા ના ટુકડા નાખી દેવા. થોડી વાર બાદ તેમાં ગરમ મસાલો , હળદર , જીરું ને સ્વાદ અનુસાર મીઠું નાખી ને થોડા સમય સુધી સાંતળો.  ત્યાર બાદ તેમાં ટામેટા ના ટુકડા નાખી ને થોડા સમય માટે પકવા દેવું. ને બાકી બધા શાક ના ટુકડા ની સાથે  વટાણા નાખી દેવા , ને આખા મિશ્રણ ને બરાબર હલાવી ને થોડી વાર ધીમી આંચ પર પકવા દેવું ને છેલ્લે તેમાં ચોખા -દાલ નું મિશ્રણ નાખી ને બરાબર હલાવી ને સીજવા માટે જરૂરી પાણી નાખી ને કુકર ને બંધ કરી પુરા મિશ્રણ ને ચડવા મૂકી દેવું , ૨~૩ સીટી સુધી પાકવા દેવું. ત્યાર બાદ કુકર ખોલશો તો ગરમા ગરમ સ્વાદિસ્ત મસાલા ખીચડી તૈયાર !!! ખીચડી ને પીરસ તા પેહલા બરાબર હલાવી લેવી !!

કઢી ની રીત: જો ખાટ્ટી છાસ ના હોય તો સાદા દહીં ની છાસ બનવી લેવી ને ને તેમાં થોડો ચણા નો લોટ નાખી ને ને તેને બરાબર ફેરવી ને એક રસ કરી દેવો. ત્યાર બાદ જે વાસણ માં કઢી બનાવી હોય તેમાં થોડું ઘી લઇ ને ધીમી આંચ પર મુકવું, ત્યાર બાદ તેમાં , ધાણા , રાઈ , લસણ , આદુ , ને લીલા મરચા વગરે નાખી ને સાંતળો ને જરૂર પુરતું મીઠું , હળદર , ને થોડું લાલ મરચું નાખવું , ને તેમાં છાસ-ચણા ના લોટ નું મિશ્રણનાખી દેવું ને બરબેર થી ફેરવી ને તેને ઉકાળ વા માટે મુકવું. ૧૦ ~૧૨ મિનીટ માં તો ગરમા ગરમ કઢી પણ તૈયાર !!!

બસ તો મિત્રો ગરમા ગરમ મસાલા ખીચડી ને કઢી સાથે અથાણું ને પાપડ પીરસો , ટેસડો પડી જાશે તે ચોકસ છે !!

Advertisements

7 responses to “મસાલા ખીચડી-કઢી ની રીત !

    • માનનીય નલીની બહેન !,

      આપની વાત સાચી છે , ધાણા જીરું નહિ પણ ધાણા હોવું જોતું તું , લખવામાં ભૂલ થઇ ગયી , હવે સુધારી લીધી છે , હળદર માટે તો મોમ ને જેમ કઢી બનાવતા જોયા છે તેમજ , મેં પણ અનુસર્યા ! એટલે એમની રીત પ્રમાણે જ બધા -મસાલા વાપર્યા હતા. આપના સુચન માટે ખુબ આભાર , મળતા રહીશું નોંધ-પોથી પર !!

  1. પિંગબેક: ડાયરો – ખીચડી | વાંચનયાત્રા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s