સાઉથ આફ્રિકા ને ઇન્ડિયા ની ટેસ્ટ ક્રિકેટ શ્રેણી ના લેખા-જોખા !

પહેલા વાત પહેલી ટેસ્ટ મેચ ની, અમલા ના બેટિંગ “હમલા’ એ ટીમ ઇન્ડિયા ના જોશ પર પાણી ફેરવી દીધું તેની ને કાલીસ ની બેટિંગ સામે ઇન્ડિયા બોલરો રીત સર ના ઘુટણે પડી ગયા , જોકે તેમાં કેટલક છુટેલા કેચ નો પણ એટલોજ ફાળો રહ્યો, ઇન્ડિયા ની બેટિંગ માં વીરુ ને સચિન શિવાય કોઈ નું ખાસ નોંધપાત્ર પ્રદાન ના રહુય. ડેલ ની બોલિંગ આટલી નિર્જીવ પીચ ઉપર પણ કેટલી ઘાતક રહી, હાલ ના સમય માં સારા માં સારા બોલરો માં ડેલ ની ગણના થવી તે નિર્વિવાદ રહુંયુ . મોર્કલ ની પણ બોલિંગ એટલીજ પ્રભાવશાળી રહી. ઇન્ડિયા ની બિન અનુભવી બેટિંગ નો તેઓ એ ભરપુર ફાયદો ઉઠવ્યો , નવા આવેલા કોઈ પણ ખિલાડી ટેસ્ટ મેચ માટે જોઈ તો સ્પાર્ક ના બતાવી સક્યો , ખાસ કરી ને બદરી જેણે આટલી બધી રોકકળ પછી ટેસ્ટ ટીમ માં સ્થાન મેળવ્યું છે. વિજય ની શરુઆત હમેશ ની જેમ સારી રહી પણ મોટી ઇનિંગ રમવા ની ધીરજ ના કોઈ લક્ષણ હાલ માં તો દેખાતા નથી. પહેલીજ ટેસ્ટ માં લોકો ને રાહુલ ને લક્ષમણ ની કિંમત સમજાય ગયી  , જે વાત બીજી ટેસ્ટ માં નિર્વિવાદ પણે સાબિત પણ થઇ ગયી.  આમ પહેલીજ મેચ માં લગભગ બધાજ પાસા ઓ  માં સાઉથ આફ્રિકા ની ટીમ નો હાથ ઉપર રહ્યો.

બીજી ટેસ્ટ , ઈડન ગાર્ડન , કોલકત્તા , ટીમ ઇન્ડિયા નું નસીબ વનતું મેદાન , ટીમ માં લક્ષમણ ની વાપસી, આ બધીજ વાતો જાણે ઈશારો કરતી હતી કે ટીમ ઇન્ડિયા પોતાનું ગુમાવેલું સન્માન પાછુ મેળવશે ને થુંયુ પણ એવુંજ , પહેલીજ ઇનિંગ માં સાઉથ આફ્રિકાની ટીમ ને ટીમ ઇન્ડિયા એ ૩૦૦ ના સ્કોર નીચે ઓઉટ કરી દીધી ને ઝહિર ની બોલિંગ અદ્ભુત રહી , ભજ્જી પણ પાછો ફોર્મ માં આવી ગયેલો લાગ્યો.  સાઉથ આફ્રિકા ની ટીમ માં નવા આવેલા ખિલાડી પીટરસન ની સદી પ્રભાવશાળી રહી ને અમલા માટે ફરી ઇન્ડિયન બોલરો પાસે કોઈ જવાબ ના રહ્યો.  ઇન્ડિયા બેટિંગ  ફરી જળકી ઉઠી ને વીરુ , સચિન ,લક્ષ્મણ , ને ધોની એ શાનદાર સતક કર્યા, ખાસ કરી ને લક્ષ્મણ ની સદી સમય સર રહી , લોકો જે તેની પાસે આશા રાખી રહ્યા તા આશા તેને પૂરી કરી ને સાથે શા માટે ટીમ ઇન્ડિયા ને તેની ને રાહુલ ની જરૂર છે તે પણ સાબિત કર્યું. લક્ષ્મણ , સચિન ને રાહુલ વગર ની ટીમ ઇન્ડિયા ની કલ્પના કરતા પણ ધ્રુજી જવાય છે, હજી સુધી તો તેમના કોઈ પર્યાય મળ્યા નથી.  સાથે સાથે અનીલ ની પણ એટલીજ ખોટ વર્તાય છે . જો તે હોત તો ઇન્ડિયા ને વિજય માટે આટલી છેવટ શુધી રાહ ના જોવી પડત. ચોથા દિવસે જયરે થોડી ઓવરો બાદ રમત ખરાબ પ્રકાશ ને લીધી બંધ થઇ ગયી ત્યારે લાગ્યું કે કુદરત પણ ટીમ ઇન્ડિયા ની મેહનત પર પાણી ફેરવી દેશે , પણ તેને મુકાબલા ને ખુબ રોચક બનાવી દીધો.

સાઉથ આફ્રિકાની ટીમ નો બીજો દાવ પણ ખુબ સાધારણ કશા નો રહ્યો અમલા શિવાય કોઈ પણ પીચ પર લાંબુ ટકી ના શક્યું. અમલા ની બેટિંગ કાબિલે દાદ ને આવતા ઘણા વર્ષો સુધી એક ઉદ્હાહરણ આપતી રેહશે , જાણે કોઈ યોગી પોતાના તપ માં ખોવાયેલો હોય તેવી ધીરજ , માનસિક શાંતિ , એકાગ્રતા , ગમે તેવી અવિચલ પરિસ્થિતિ માં પણ સ્થિતિ પ્રગ્ય્ન રેહવું તે શું હોય તે તેની રમત માં થી સીખવા મળ્યું , મેં જોયેલી કેટલીક અદ્ભુત બેટિંગ માં અમલા ની આ બેટિંગ નો સમાવેશ થાય છે .

બીજી ટેસ્ટ માં બીજા પણ કેટલા મુદ્દા નજર માં આવ્યા , ઇન્ડિયા ની બેટિંગ વખતે હેરિશ ની નકરાત્મક બોલિંગ માટે umpire એ સરસ કામ કર્યું, તેમણે હેરિશ ની દરેક નકરાત્મક બોલિંગ ને wide દેવા ની હિમત બતાવી ને એક સરસ ઉદહારણ પૂરું પાડ્યું , જે આજના સમય માં ભાગ્ય્જે જોવા મળે છે તે માટે umpire ને જેટલા અભિનદન આપ્યે તેટલા ઓછા છે ( મને તે umpire નું નામ નથી યાદ પણ , કોઈ મિત્ર ને જાણ હોય તો જરૂરથી અહીં મુકે ). સાથે સાથે વીરુ ના બોલ ને પગ મારી ને boundary પર લાત મારી ને બોલ મોકલવાની ચેષ્ટા ના ગમી , શું આવુજ ઉદહારણ આપડે ન. ૧ ટીમ થયી ને પૂરું પાડશું ? અમલા એ  એક અદ્ભુત ઉદહારણ આપ્યું છે , જો તેને જોઈ ને ભટકેલા મુસ્લિમ ભાઈઓ કઈ સીખે તો , તમરો ધર્મ પાળી ને પણ દુનિયા માં તમે નામના ને લોકો ના દિલો પર રાજ કરી શકો છો જો તમે તમારી શક્તિઓ ને રચનાત્મક રીતી વાળી શકો તો !

અમલા ભલે તમે ટેસ્ટ મેચ હારી ગયા પણ મારા જેવા દરેક ભારતીય રમત પ્રેમી ના દિલ તમે જીતી લીધા છે , આખી શ્રેણી દરમ્યાન તમારી બેટિંગ નો ભારતીય બોલિંગ પાસે કોઈ જવાબ ના રહ્યો. આપની ટીમ ને ટીમ ઇન્ડિયા ને આવનારી એક દિવસીય મેચો ની શ્રેણી માટે “all the બેસ્ટ.”

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s