ઇન્ડિયા-સાઉથ આફ્રિકા -બળા-બળ ના પારખા !!

કાલ થી ઇન્ડિયા-સાઉથ આફ્રિકા ની ટેસ્ટ મેચ ની શરૂઆત થઇ રહી છે ,ને સની-રવિ ની રજા આવતી હોય મારા જેવા હર કોઈ ક્રિકેટ રસિક ને જલસા પડી જશે . બેવ દિવસ ના મળી ને ઓછા માં ઓછા ૪ સેસન તો મિત્રો સાથે જોવાની ઈચ્છા છે.  આ વખતે બેવ ટીમો તરફથી ટક્કર ની રમત જોવા મળશે ને રમત ના અંતે ટેસ્ટ મેચ નો સરતાજ કોણ છે તે પણ નક્કી થઇ જશે. આ વર્ષ ની ઇન્ડિયા ની શરૂઆત સરસ થઇ હોય ટીમ ઇન્ડિયા પુરા જોશ માં હશે. સામે  સાઉથ આફ્રિકા ની ટીમ પણ ટેસ્ટ મેચ માં મોખરા નું સ્થાન મેળવા ઉત્સાહિત છે. વળી દરેક ટેસ્ટ રમતા દેશ ને તેમનાજ દેશ માં હરાવી એક અનોખી ઉપ્લ્ધી હોઈ સાઉથ આફ્રિકા ની ટીમ, ટીમ ઇન્ડિયા ને ઇન્ડિયા માંજ હરાવા ઉચા દરજ્જાની રમત દાખવશે તે માં બે મત નથી.

ગયા વખતે ની જેમ આ વખતે પણ વીરુ ને સાઉથ આફ્રિકા ના ફાસ્ટ બોલરો વચ્ચે નો મુકાબલો જોવા લાયક રહશે. સચિન , કાલીસ જેવા દિગ્ગજો ને એક બીજા સામે રમતા જોવાનો એક રોમાંચ રહશે. સાઉથ આફ્રિકા ની ટીમ સ્પીન બોલિંગ સામે સારો દેખાવ નથી કરી સકતા તે વાત ની ખરાયી થઇ જશે , આશા છે કે ભજ્જી પાછો ફોર્મ માં આવી ગયો હોઈ ને તેની તરફત થી ઉત્કૃથ પ્રદર્શન જોવા મળે. સચિન ને લક્ષમણ ની ભાગીદારી જોવાની પણ તક મળી શકશે ( જો લક્ષમણ પૂરી રીતે ફીટ હોય તો ).  રાહુલ ને ખરે ખર ટીમ ઇન્ડિયા સાથે સાથે દરેક રમત પ્રેમી પણ મિસ કરશે, પણ હરેક નિરાશા માં આશા છુપાયેલી છે ટીમ તેની ગેર હાજરી માં ટીમ ઇન્ડિયા માટે મજબુત આધાર બની સકે તેવા કોઈ ખેલાડી  ના પણ પારખા થઇ જશે ! મુરલી વિજય માટે ખુબ સરસ મોકો છે પોતાનું કાયમી સ્થાન ટીમ ઇન્ડિયા માં બનવા. આવખતે ફાસ્ટ બોલર માં ઇન્ડિયા તરફથી કદાચ મિથુન ને રમવા મળશે તો તેની બોલિંગ માટે પણ એક ઉત્સા જાગેલો છે.

અ વખતે માટે નું ટીમ ઇન્ડિયા નું સીલેક્સ્ન પણ આખરે કેટલાક પ્રશ્નો જન્માવી ગયું. રોહિત નો ટીમ સમાવેશ પાછળ કયું લોજીક હશે તે એક અહોમ આશ્ચર્ય છે . એક મુંબઈકર તરીક કદચ ખુશ થવું જોઈએ પણ એક રમત પ્રેમી તરીકે રોહિત ના સમાવેશ થી નિરાશ  થવું પડું , રોહિત જેટલી તકો મેળવનારા ભાગ્યાજ થોડા ખિલાડીઓ હશે , પણ હજી સુધી તે કઈ નોધ્વાલાયક પ્રદાન કરી સક્યો નથી ( T20 ને નહિ ગણવી ) , એટલા લોકો જે તેના temperament ને ટેકનીક ની વિષે કહ્યું છે તે હજી સુધી કાઈ જોઈ શક્યું નથી. હાલ માં સાઉથ આફ્રિકા સામેની   પ્રેક્ટીસ મેચ માં પણ કઈ ખાસ ના રમી સક્યો , આવોજ બીજો નસીબ નો બળીયો એટલે કાર્તિક વિકેટ કીપિંગ ની મુખ્ય જરૂરત પૂરી નથી કરી સકતો. જો રોહિત કરતા ચ્તેશ્વર પુજારા ને આ તક મળી હોત તો વધુ યોગ્ય ગણાત , તેના પાછળ ના દેખાવ ને ધ્યાન માં રાખી તે વધુ યોગ્ય ઉમેદવાર છે . ભલે તેને કદાચ ટીમ માં રમવા ના મળત પણ સચિન , લક્ષમણ જેવા દીગજ્જો  સાથે રેહવા મળત તો પણ તેની માટે એક સીખવા લાયક અનુભવ રહેત . તેવીજ રીતે કાર્તિક ના બદલે હવે પાર્થિવ ને પાછી તક મળવી જ જોઈએ , હાલ નો તેનો દેખાવ તેની સુધરેલી બેટિંગ ની સાબિતી છે , ને આશા છે કે પહેલા કરતા તેનું  વિકેટ કીપિંગ પણ સુધર્યું હશે.

હરેક મેચ પાછળ ચર્ચાઓ તો ચાલ્યા કરશે પણ બ્લોગ જગત ના રમત શોખીનો ભારત -સાઉથ આફ્રિકા નો આ મુકાબલો ના ચુકે , આપના પણ કોઈ ભારત -સાઉથ આફ્રિકા ની શ્રેણી વિષે ના મંતવ્યો/વિચારો હોય તો અહી જણાવશો .

ટીમ ઇન્ડિયા ને ‘all the બેસ્ટ’ !

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s