સફારી મેગઝીન વિશે કેટલીક વાતો !

૨૦૦૦ કે ૨૦૦૧ માં ક્યાંક પસ્તી વાળા  પાસેથી સફારી નો કોઈ જુનો અંક (કદાચ તો અંક નો ૧૭ ડ્યાનાસોર વાળો , હમણા યાદ નથી આવતું) ખરીદ્યો, ને વાંચી ને દિલ બાગ બાગ તો થઇ ગયું , લાગ્યું કે કોઈ મોટો ખજાનો હાથ લાગી ગયો છે. વાંચવાની મજા આવી ગયી , ઈતિહાસ, પ્રાણી જગત , ને વન્સપ્તી શાસ્ત્ર સાથે આપડો રોમાંસ શરુ થઇ ગયો જે હજી સુધી પણ બરકરાર છે. પછી તો સફારી નો મોટો ફેન ને  વફાદાર વાચક થઇ ગયો , સફારી થી સ્કોપ મેગઝીન વિશે પણ માહિતી મળી ને , વિજ્ઞાન માં તો પેલે થી બંદા ને રસ ને તે રસ નો સફારી ને સ્કોપે -‘લાવા’-રસ બનાવી દીધો , ઈજનેર નું ભણવા માટે ની પ્રેરણા પણ મજબુત બની. પછી તો સફારી , સ્કોપ ના જુના અંકો જયાંથી મળે ત્યાંથી મેળવી ને વાંચી લીધા. ને હજી પણ કેટલક જુના અંકો સફારી ને સ્કોપ ના ગોતો રહું છું, જો મળી જાય તો મારી ફાઈલ માં મૂકી શકાય.

પછી થી તો  ઘરે કમ્પ્યુટર આવ્યું ને સાથે સાથે નેટ પણ આવ્યું એટલે વિજ્ઞાન ને ટેકનોલોજી  ની માહિતી નો ધોધ મળ્યો , એટલે ધીરે ધીરે સફારી ના લેખો પેર નો આધાર ઘટતો  ગયો સાથે સાથે દુનિયાના વિજ્ઞાન ના  ઉત્તમ મેગેઝીનો જેવાકે “Scientific America ” , ” National Geographic” વગેરે નો પરિચય થયો ને જાણતાં-અજાણતા મન માં તેમની સરખામણી સફારી સાથે થવા લાગી , ને મન માં હમેશા થયા કરે છે કે સફારી સમય કરતા થોડું પાછળ થઇ રહ્યું છે .  હવે સફારી ના વિજ્ઞાન ને ટેકનોલોજી લેખો એટલું  વિસ્મય કે  માહિતી નથી આપી સકતા જેટલું પેહલા અપાતા હતા , કારણ કદાચ હવે જે તે  વિજ્ઞાન ના વિષય ની સમજણ ને વાંચન વધ્યું છે વળી નેટ માથી માહિતી ના સ્રોત પણ વધ્યા છે. છતા પણ  વિજ્ઞાન ને ટેકનોલોજી ના વિષય માં આંગળી ચિંધ્યાનું મહત્વ તો સફારી ને દેવુજ પડે , કદાચ અમાજ  સફારી ના લેખો ની સાર્થકતા રહેલી હશે. ને હજી પણ સફરી ના ઈતિહાસ ને ભારતીય રાજકીય પરિસ્થિતિ ના લેખો એટલુજ આકર્ષણ જન્માવે છે કદાચ નરેન્દ્ર ભાઈ ની કલમ નો  ઈતિહાસ ને ભારતીય રાજકીય પરિસ્થિતિ પર ના લેખો નો પર્યાય નથી મળી સક્યો.

વર્તમાન સફારી ના વિજ્ઞાન ને ટેકનોલોજી ના લેખો માટે મને જે માહિતી કે વિસ્મય નું જે થોડું ઉતરતું સ્તર લાગે તે હજી પણ એવા કેટલાય વચકો માટે નવું ને વધુ જાણકારી વાળું હોઈ સકે છે કે કારણકે હજી બધાજ વાચકો ને  નેટ ને બીજા વાંચન સ્રોતો નથી મળી સકતા. જો સફારી સામાન્ય  વિજ્ઞાન ને ટેકનોલોજી ના લેખો માં  વધુ કઈ જુદું કરી સકે તો મારા જેવા ને બીજા નવા વાચકો ને બેવે ને તેમનું મન ગમતું વાંચન મળી રહે. આ વિનતી સાથે સાથે બીજી પણ કેટલીક વિનતી ને નમ્ર માંગણીઓ મારે સફારી સામે એક વફાદાર વાચકતરીકે  મુકવી છે .

૧. સફારી  ના જુના અંકો ને સ્કોપ ના ઘણા લેખો એક સંદર્ભ ગ્રંથ જેવું મહત્વ ધરવે છે , કે જેને જોઈએ ત્યારે માહિતી લઇ સક્યે. જો સફારી ની ટીમ આબધાં લેખો ને ડીજીટલ રૂપ માં આપી સકે તો , આજ ના જમાનામાં આ મહિતી/સંદર્ભ ની હેરફેર, સંભાળ ને જણાવી સારી રીતે થઇ સકે , વળી નવા વાચકો ને જુના લેખો વાંચવાનો પણ લહાવો મળી સકે.

૨. સફારી ના દરેક લેખ માં જેતે લેખક નો ફોટો ને તેમની સંપર્ક માહિતી આપી હોય તો , લેખક સાથે વાર્તા લાપ કરવાનો લાભ મળે.

૩. હરેક લેખ સાથે વધુ વાંચન માટે સંદર્ભ ગ્રંથો , કેટલાક પુસ્તકો, કે નેટ પર ના સ્રોત જણાવી સકે તો મારા જેવા ઘણા વાંચકો ને વધુ માહિતી માટે ની યોગ્ય માહિતી મળી સકે.

૪. હર અંક માં વિજ્ઞાન ને લગતા સારા પુસ્તકો કે documentary ફિલ્મ કે website ના પરિચય માટે  એક પૂર્ણ પાનું ફાળવામાં આવે.

૫. દુનિયા ભર ના જુના ને જાણીતા વૈગય્નીકો સિવાય નવા ને હાલ માં વિજ્ઞાન ની નવી કેડી  કંડારી રહેલા જે તે શેત્ર ના નવા વિજ્ઞ્નીકો નો વિસ્તૃત માહિતી ધરવતો એક કે બે પાનાનો લેખ આપવો .

૬. સફારી ના જુના વિભાગો જેવા કે જાતે બનવો પ્રોજેક્ટ , બોર્ડ ગેમ, કોયડા હરીફાઈ  વગરે ને ફરીથી શરુ કરવામાં આવે .

૭. સફારી માં છપાતા ફોટો/ નકશા ઓ  ના સોર્ત્ર વિશે માહિત આપવામાં આવે .

૮. કેટલાક અંકો માં રંગીન  વિજ્ઞાન ને લગતા પોસ્ટરો આપવામાં આવે.

બ્લોગ જગત ના મિત્રો , કે જેઓ પણ સફારી ને વાંચક હોય ને , તમારા પણ કઈ નવા સુચન/મંતવ્ય  હોય તો અહિયાં જાણવા વિનંતી.

Advertisements

11 responses to “સફારી મેગઝીન વિશે કેટલીક વાતો !

 1. સુર્યાશ્રી, નમસ્કાર.
  સ્કોપ અને ’સફારી’ શાથે ’ચડ્ડી’ પહેરતો ત્યારથીનો સ્નેહસંબંધ હોય, આપ મને સ્વજન જેવા લાગ્યા. આપે કહ્યા મુજબ વિશ્વનાં ખ્યાતનામ ટેકનો.મેગેઝીનોની સરખામણીએ સફારી વધુ પડતું સરળ લાગતું હોય, પરંતુ સફારીની એ સરળતાજ તેને અદ્વિતિય બનાવે છે. કદાચ ગુજરાતનુંજ નહીં પરંતુ ભારતનું પણ હાલમાં આ એકમાત્ર વિજ્ઞાન મેગેઝીન હોવાનું આપણને સૌને ગૌરવ છે. મારી પાસે સ્કોપનાં ૩૬ માંથી ૩૪ અને સફારીનાં શરૂઆતનાં ૬ અંકોને બાદ કરતા,હાલનાં ૧૮૮ માં અંક સુધીનું તમામ કલેક્શન છે. જે વિજ્ઞાન અને સામાન્ય જ્ઞાનનો એક ઉત્તમ સંદર્ભગ્રંથ બની સતત માર્ગદર્શક બને છે. આપે સરસ સુચનો આપ્યા છે, સફારીને આ સુચનો મોકલવા વિનંતી કરૂં છું. આભાર, આવા સુંદર વિષયો લાવતા રહેશો. ——— અશોક મોઢવાડીયા.

 2. મારી પણ એજ ઈચ્છા છે કે સફારી સોર્સની માહિતી આપે. મોટાભાગે ફોટાઓ કોપીરાઈટ હોય છે એટલે આ માહિતી આપવી જરૂરી છે. ડિજીટલ ફોર્મમાં સફારી મળે તો હું અત્યારે જ તેનું લવાજમ ભરવા તૈયાર છું..

  • કાર્તિક ભાઈ , આપની વાત સો ટકા સાચી છે. હાલ માં સફારી વાળા ડીજીટલ રૂપ માં મેગઝીન આપે છે પણ તેને તમે pdf ના રૂપ માં downlaod ના કરી શકો ફક્ત online જ વાંચી શકો ને પૂરું લવાજમ ભર્યા છતા આપડી પાસે કોઈ ફાઈલ ના રહે ( થોડા પ્રોગ્રામિંગ કમાલ પછી તમે તેને pdf ના રૂપ માં બનાવી શકો છો , પણ એટલા રૂપિયાનું લવાજમ ભર્યા પછી પણ એટલી કડાકૂટ કરવી પડે તે વાંચકો સાથે ખરે ખર અન્યાય છે ) તે વાજબી નથી. બીજી વિજ્ઞાન ની પ્ર્તીસ્થ મેગઝીનો પોતાના જુના અંકો સહીત બીજી વધારાની માહિતી પણ ડીજીટલ રૂપમાં વાંચકો માટે ઉપલબ્ધ રાખે છે તે ખરે ખર આજના સમય ને અનુરૂપ છે . સફારી ને તેમનો વાચક ગણ ધય્ન માં લેતા સફારી ને તેમની સાથે સરખાવું ઉચિત નહિ હોય છતા પણ સફારી એ આબતે કઈ કરવું તો રહ્યુજ . તેમના online અંકો માટે પણ લવાજમ ની કીમત આસમાની છે જે ભારત માંના કોઈપણ વાંચક ને પરવડે નહિ. આ બધી બાબતો માટે સફારી ટીમ નું મારા જેવા ઘણા વાંચકો એ ધ્યાન દોર્યું છે પણ હજી સુધી કોઈ સંતોષ કારક જવાબ મળ્યો નથી.

  • હર્ષલ ભાઈ ને ઘણા વખત પહેલા આબધા સૂચનો વિષે જણવ્યું જ હતું , વળી ડીજીટલ અંકો ને લવાજમ વિષે સફારી ની સાઈટ પર પણ ખાસી ચર્ચા થઇ ચુકી છે , એટલે હર્ષલ ભાઈ ના જાણ માં આ મુદા હોવાની પૂરે પૂરી શક્યતા છે. વળી આ વખત ના સફારી ના સંપાદક ના પત્ર માં તમણે ફોટો વગેરે ના સંદર્ભ માટે આડકતરો જવાબ આપીજ દીધો છે , તેમજ સાંપ્રત ઘટનાઓ વિષે વધુ લખવા માટે જણવ્યું છે, એટલે કેટલાક પ્રશ્નો ના તો જવાબ મળી જ રહ્યા છે , આશા છે આવીજ રીતે બીજી સૂચનો માટે પણ આપણા જેવા વાચકોએ ધીમે ધીમે પણ ખુલાશા મળતા રહશે 🙂

 3. વિજ્ઞાન વિષે લખવાનો થોડો શોખ ( એ પણ સફારી વાંચી ને જ ) છે એટલે ખબર છે કે કેટલું અઘરું છે. એમાય સફારી જેવું સામયિક કે જેના વાચકો સફારીની ભૂલો બતાવી શકે એવા અઠંગ હોય ત્યારે તો સજ્જતા જરા પણ ઉતરતી ના ચાલે. હકીકતમાં મારો અનુભવ એવો છે કે વિજ્ઞાનને લોકોને સંજય એવી ભાષામાં લખવું એ સૌથી કઠીન કામ છે. નગેન્દ્ર દાદા અને એમના પિતાજી વિજયગુપ્ત મોર્ય આ કામ બખૂબી કરી શક્ય છે. વિજ્ઞાન વિષેના લેખો-માહિતી વગેરેની નેટ પર કમી નથી. પણ એ લેખો સમજી એનું સાચું અર્થઘટન (સૌથી અઘરું કામ) કરવું એ મુશ્કેલ છે.
  વિજ્ઞાન વિજ્ઞાનીઓનો વિષય છે. બીજી બાજુ સામાન્ય લોકો વિજ્ઞાનીઓની ભાષા સમજી શકતા નથી. અને વિજ્ઞાનીઓ પણ સામાન્ય લોકો માટે લખતા નથી હોતા. એ સમયે વિજ્ઞાન સાચું સમજી ને લોકો ને ગળે ઉતારી શકે એવા લેખકો જોઈએ. એટલે જ ચિંતન વિષે લખનારા એક માગો ત્યાં અનેક હાજર થશે પણ વિજ્ઞાન કે સરંક્ષણ કે એવા બીજા વિષયો પર લખનારાનો સદાકાળ તૂટો રહે છે.
  સોર્સ નું તો એવું છે ને કે મોટા ભાગના લેકોના એક કહેતા અનેક સોર્સ હોય છે. ભૂતકાળમાં કૈક વાંચ્યું હોય એ તમને ગમે ત્યારે કામ લાગે. લેખ લખતી વખતે પણ એવું જ થતું હોય છે. વધુમાં મેં જોયું છે કે નગેન્દ્ર દાદા કોઈ લેખ લખતા હોય ત્યારે એમના ટેબલ પર પુસ્તકોનો થપ્પો હોય. એ બધા સોર્સ આપવા જાય તો ઘણી જગ્યા રોકાય. વધુમાં વાચકોને સોર્સ કરતા પોતાને મળતી વાંચન સામગ્રી પર વધુ ધ્યાન આપવું જોઈએ. આપને વાંચવાની મજા આવે છે ને! તો બસ. સફારીમાં છાપતા ફોટા-નકશા કાયદેસર રીતે ફી ચૂકવીને ખરીદવામાં આવતા હોય છે જયારે કેટલાક ફોટા સંપાદક હર્ષલ ભાઈએ પડ્યા હોય છે. ]
  સૌથી મહતવની વાત એ છે કે સફારીના સર્જકો પાસે સમયની સખત કમી રહે છે. એ સંજોગો આપણા જેવા વાચકોનું નાનું એવું સુચન અમલી કરતા પણ ઘણો સમય પસાર થઇ જતો હોય છે.

  • લલિત ભાઈ, આપની મુલાકાત ને પ્રતિભાવ માટે આભાર, અત્યારેતો સમય ના અભાવે ફક્ત કોમેન્ટ એપ્રુવ કરીને જવું પડે છે પણ આ વિષય પર જરૂરથી સમય મળે વધુ ચર્ચા કરવી છે !

   • લલિત ભાઈ, એક સ્પષ્ટા, મારા સફારી વિષે ની પોસ્ટથી જો સફારી માટેની કોઈ ટીકાત્મક કે નકારત્મક વાતો લાગતી હોય તો તેને મારા લખાણ ની મર્યાદા સમજવી. હું પોતે પણ સફરી નો બહુ મોટો ચાહક હતો,છુ, ને ભવિષ્યમાં પણ રહીશ, મારા એન્જીનયરીંગ ના અભ્યાસ માટે ની પ્રેરણા માટે સફારી/સ્કોપ નો મોટો હાથ છે. તે ચાહકના હક ને જુના વાચક ની હેસિયત થીજ કેટલાક સૂચનો સૂચવ્યા છે. વિજ્ઞાન ને લોકભોગ્ય બનાવું ને તે માટે જેટલી સરળ ભાષા માં તેવીશે લખી શકવું ખરે ખર અઘરું ને સમય માંગી લેતું કામ છે , આપની આ વાત સાથે પૂરી રીતે સહમત ને આજ વાત મેં પણ ઉપર જાણવી છે. અહીં સંદર્ભો આપવાનો મારો મતલબ સફરી ના લેખનોઈ ચોકસાઈ કે ક્રોસ ચેકિંગ કરવાનો નહિ પણ , વધુ માહિતી મેલવા માંગતા વાચકોને યોગ્ય વાચન સામગ્રી સુચીવી શકાય તે છે. સફારી/સ્કોપ ના ઘણા લેખો ને વાંચ્ય બાદ તે પર વધુ વિચાર કરતા ઘણા બધા સવાલો ઉદ્ભ્વાય છે ને તે વિષે કેમ વધુ માહિતી મેળવી તે પણ મુન્જ્વન અનુભવી છે. આજના જમાનામાં IT જમાનામાં જેમ બીજા વિજ્ઞાન ના પ્રતિસ્થ મેગઝીનો વધુ વાંચન માટે સંદર્ભ આપી શકે તો મારા મતે સફરી પણ તે કામ બખૂબી કરી શકે છે. પહેલા ની જેમ જયરે બ્લોગ કે વેબ ની એટલી સરળ સગવડ નહોતી ત્યારે બરાબર છેકે બધા સંદર્ભો કે જેના આધારે લેખ તૈયાર થયો છે તેનાં નામ ના આપી શકાય પણ અત્યારે તો દરેક લેખના અંત માં “વધુ માહિતી માટે અહીં ક્લિક કરો ” જેવા મેસેજ મુકેઈ ને જે તે વેબ પેજ કે બ્લોગ પર જો વધુ વાંચન કે માહિતી માટે સંદર્ભ ના નામ મૂકી સકાય તો મારા જેવા ઘણા વાચકો ને નેટ પર નકામાંને, તથ્યો વગરની માહિતી માંથી પસાર થવાની લામનાજીક કરાવી ના પડે, ને વધુ માહિતી ને વાંચનનો શ્રોત મેળવી શકે.
    બીજું વિજ્ઞાન વિષય માં રસ હોય ને તેમાટે સારું એવું ઈતર વાંચન કર્યું હોય એટલે સંભવ છે કે જે તે વિષય માં વધુ જાણકારી હોય એટલે જયરે સફારી માં તે વિષય ને લઈને લેખો આવે ત્યારે નવી કોઈ માહિતી જાણવા નો મળે પણ જો વધુ માહિતી માટે સંદર્ભો કે વાંચન ની યાદી આપી હોય તો જે તે વિષય માં થોડું ઊંડું વાંચન ધરાવતા વાચકો ને પણ વધુ કામની માહિતી મળી શકે છે.
    ત્રીજું કારણ, આપડે શામાટે સફારી ને ફક્ત ગુજરાત કે ભારત ના દર્ષ્ટિ બિંદુ થી જોઈએ છે, ગ્લોબલ દ્રષ્ટી થી વિચારતા ને તે મુજબનું આપડા સહુ ના લાડીલા સફારી ના બનાવતા પણ કેતેલીક ઉપર લખેલી સૂચનાઓનો પણ મોડો મોડો પણ અમલ કરવો રહ્યો !
    આજે સફારી ના કેટલાક નસીબદાર વાંચકો માંથી હું પણ એક છુ કે જેને નેટ , ઈતર વાંચન વગેરેની સગવડ મળી શકે છે પણ એવા બીજા હજારો વાચકો હશે જેમના માટે નેટ કે બીજા શ્રોત મેળવવા મુસ્કેલ છે ને તેમના માટે સફારી ના લેખો પણ ખુબ સારી ને સરસ માહિતી પૂરી પડે છે. ટૂંકમાં એટલુજ કેહ્વાનું કે સફારી માં બધાજ પ્રકારના વાચકો ને કાઈ ને કાઈ નવું વાચવા/વિચારવા મળી રહે તે માટે સંદર્ભ વિષે વાત મૂકી હતી.

    ખેર, સફારી વિષે ની વધુ ચર્ચા માટે હમેશા આપનું સ્વાગત છે. આપના વિચારો પણ જાણવશો તો આનંદ થશે!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s