સચિન ને રાહુલ -એક અનોખી જુગલ બંધી

બાંગ્લાદેશ સાથે ની બીજી મેચ પણ લગભગ એક તરફી રહી , તમીન ની બેટિંગ સિવાય બાંગ્લાદેશ ની ટીમ નું ખાસ કશું પ્રદાન નોંધવા લાયક ના રહ્ય. પણ તમીન ની શતક ને તેની લડત બધા બાંગ્લાદેશીઓ  ને ક્રિકેટ જગત ના લોકો ને યાદ રહશે. ઝહિર ખાન માટે પણ આ મેચ એક યાદગાર સંભારણું બની રહશે , તેનો દેખાવ અવ્વલ દર્જા નો રહ્યો.

પણ મને આ મેચ સચિન-રાહુલ ની જુગલ બંધી માટે યાદ રહશે, ઘણા લાંબા વખત પછી બે દીગજ્જો ને સાથે લાંબો સમય રમતા જોવા નો લાહવો મળ્યો , ખબર નહિ પણ આવો બીજો મોકો ક્યારે મળશે , જો રાહુલ સોઉથ આફ્રિકા ની મેચો પહેલા પૂરી રીતે ફીટ થઇ જાય તો કદચ જલ્દીજ આવો મોકો મળી સકે છે. પણ સોમવાર ના દિવસે આ બેવ ની જુગલ બંધી જોઈ ને દિલ ખુશ થઇ ગયું. સચિન -ક્રિકેટિંગ જીનીયસ( ભગવાન ની ક્રિકેટ માટે ની તેને ગીફ્ટ +તેની અથાગ મેહનત ) ને બીજી બાજુ રાહુલ –   ક્રિકેટિંગ બ્રીલીય્ન્સ ( મેહનત અને પેસન થી પૂર્ણતા ને આરે પોહ્ચેલી બેટિંગ ની કળા ). શરૂઆત ની કેટલીક ઓવરો બાદ બેવ તરફથી લગભગ flawless ઇનિંગ જોવા મળી જાણે સંગીત ના બે મહારથીઓ ની જુગલ બંધી. અદ્ભુત ફૂટવર્ક, કટ્સ , ડ્રાઈવસ , લેગ ગ્લાનંસ , પુલ , હૂક , લોફ્ત્દ શોટ, વ્રીસ્ત શોટ , વગેરે બેસ્ટમેન ના ભાથા માં જોવા મળતા બધાજ જાતના શોટ્સ નું નમૂનેદાર પ્રદર્શન , મારા જેવા કેટલાય ક્રિકેટ સીખતા/રમતા લોકો માટે એક  અદ્ભુત અવસર. આટ આટલા રન પછી પણ રનો માટેની એજ ભૂખ , બે વિકેટ વચ્ચે દોડવાની એટલીજ જડપ ને ઉત્સાહ પૂરી ઇનિંગ દરમ્યાન , બે બેટ્સ મેનો વચ્ચે નો અદ્ભુત તાલ-મેલ. વાહ…. વાહ ….વાહ ..ઉસ્તાદ માંન  ગયે – આવવું મન માં ને મન માં ને જાહેર માં તમારા મોઢા માં થી બોલવી લે તેવી રમત !!!

એક તરફ આટલી સુંદર જુગલ બંધી જોવાનો આનંદ છે ને બીજી તરફ એક ચિંતા પણ છે કે હવે કેટલા વર્ષ સુધી આ  જુગલ બંધી જોવા મળશે ૧ વર્ષ કે બહુતો ૨ વર્ષ !!  હર વસ્તુ નો અંત હોય છે તેમ અનો પણ અંત અવ્શેજ , પણ સચિન-રાહુલ ની આવી જુગલ બંધી હમેશા અમારા દિલો દિમાગ માં છવાયલી રહશે.

આવતી મેચો માં આવી જુગલ બંધી ની અમે ક્રિકેટ પ્રેમીઓ રાહ જોઈએ છે- સચિન-રાહુલ !!!!

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s