થોડું બ્લોગ વિશે-3

આગળ આપણે બ્લોગ શું છે, તેની શી જરૂરિયાત  છે  તે વિશે ચર્ચા કરી. હવે થોડું બ્લોગ ના પ્રકારો ને બ્લોગેર્સ વિશે. આમ તો બ્લોગ ને તેમની માહિતી ના પ્રકાર, ને માહિતી ને લોકો માટે કેવી રીતે  ઉપલબ્ધ કરાવવી તેના આધારે વિવિધ રીતે વર્ગીકૃત કરી શકાય છે.  જેમ કે માહિતી ના પ્રકારે જોઈ તો , રમતગમત, ફિલ્મો , current  affairs , વિજ્ઞાન , ઈતિહાસ, સાહિત્ય  વગેરે ના બ્લોગ તરીકે વર્ગીકૃત કરી શક્યે. બ્લોગ ઉપર માહિતી , લખાણ દ્વારા, વિડિઓ દ્વારા, ઓડીઓ દ્વારા , તેમજ ચિત્રો -ગ્રાફિક્સ દ્વારા આપડે મૂકી સક્યે છે તો તે રીતે પણ આપણે બ્લોગ ને  વર્ગીકૃત કરી શક્યે છે. પણ મોટા ભાગ ના બ્લોગ આ ચારે પ્રકાર ની માહિતી ઓ ના સંયોજનો ઉપયોગ વધતે ઓછે અંશે કર્તોજ હોય છે. તેવીજ  રીતે બ્લોગ માં પણ સામુહિક પ્રયત્ન કે એક વ્યક્તિ ના પ્રયત્ન થી લખાય/ચલાવાય  છે તેને  આધારે કરી શક્ય છે . જેમ સમાચાર પત્રો ઘણા લોકો ના પ્રયત્ને ચાલે છે તેમ કેટલાક બ્લોગ માટે એક આખી ટીમ હોય છે જે પોતપોતાની રીતે બ્લોગ પર માહિતી મુકે છે ને બ્લોગ ને એક સામુહિક પ્રયત્ન થી ચાલવે છે. આ રીતના બ્લોગ ની સંખ્યા વ્યક્તિ ગત બ્લોગ ની સંખ્યા કરતા ઓછી છે પણ  ખુબ જડપથી તેનો ફેલાવો વધી રહ્યો છે તેમજ આ રીતના બ્લોગ ના ઘણા બધા ફાયદા પણ છે તેમજ લોકો માં આરીતના બ્લોગ જલ્દીથી લોકપ્રિય થવાના સંજોગો પણ વધી સકે છે. અવાજ એક સામુહિક પ્રયત્નો નું પરિણામ એટલે વિકિપીડિયા ( ઘણા લોકો આને બ્લોગ ની category  માં ના પણ મુકે પણ , આમ જોવા જોઈએ તો વિકિપીડિયા એક સામુહિક બ્લોગ નું જ રૂપ કહી શકાય !)  , બીજું સૌ થી મોટું બ્લોગ જગત માં વર્ગીકરણ ભાષા પર આપી શક્ય છે . યુનિકોડ ને લીધે ભારત માં પણ પ્રાદેશિક ભાષા માં બ્લોગ લખવાનું સરળ બન્યું છે ને આજે પ્રાદેશિક ભાષા માં બ્લોગ ની સંખ્યા અંગ્રજી બ્લોગ ની સંખ્યા ને પણ જલ્દી આંબી જાય તેવું ભવિષ્ય માં બની સકે છે (  બ્લોગ વિસરાતી જતી ને મૃતપાય થતી જતી ભાષા માટે વરદાન સાબિત થઇ સકે છે ,આ વિશે વધુ વાતો અગલા હપ્તાઓ  માં)

બ્લોગ ની જેમ આપણે બ્લોગેર્સ માટે પણ વિવિધ રીતે વર્ગીકરણ કરી શક્યે છે.  મારા મત પ્રમાણે હું બ્લોગેર્સ ને મુખ્ય ૪ શ્રેણી માં વર્ગીકૃત કરીશ ( અહીં બ્લોગ જગત ના મિત્રો ના જુદા જુદા મત હોવાની પૂરી સંભાવના છે ) ૧. આરંભિક બ્લોગર્સ  (Beginners ),૨. Amateur  બ્લોગર્સ ૩. પ્રોફેશનલ બ્લોગર્સ, ને ૪. celebrity બ્લોગર્સ

૧. આરંભિક બ્લોગર્સ:આ વિભાગ ના બ્લોગર્સ ને Amateur  બ્લોગર્સ બ્લોગ જગત માં બહુમતી માં હિસ્સો ધર્વાઈ છે. આરંભિક બ્લોગર્સ  ના બ્લોગ પર મુખ્યતવે  પોતાના લખાણો કે વિચારો ખુબજ ઓછી માત્ર માં જોવા મળે છે , મુખ્યતવે તે લોકો બ્લોગ નો ઉપયોગ પોતાને મન ગમતા સાહિત્ય કે બીજા લોકો ના પોતાને ગમતા વિચારો નો પોતાની પાસે સંગ્રહ કરે છે. જો અવો કોઈ સુંદર રીતે સંગ્રહ સાચવી શકાય ને જાળવી શકાય તો એક ઉત્તમ પુતકાલય ની ગરજ સારી સકે છે ને બીજા લોકો માટે પણ reference તરીકે કામ લાગી શકે છે. બીજું કે આ વિભાગ ના બ્લોગર્સ ની ભાષા કે વિચારો માં હજી એક રૂપતા જોઈ શકાતી નથી , તેમજ બ્લોગ update પણ નિયમિત હોતો નથી. વળી આ પ્રકાર ના બ્લોગ ખાસ કરી ને કોઈ વિષય કે હેતુ ને લાગતો વળગતો ના હોય લગભગ બધા વિષય પર કેન્દ્રિત થયલો કે ફક્ત અંગત  વાતો કે પછી અછડતી ચર્ચા ઓં જોવા મળશે. આ રીતે ના ઘણા બ્લોગ આરંભે શુરા ના અર્થે ચાલુ થાય છે ને લાંબે ગાલે આરંભિક બ્લોગર્સ નો બ્લોગ માં થી રસ રેહતો નથી. આમ આરંભિક બ્લોગેર્સ ની કોઈ ચોક્કસ વય્ખ્યા આપવી એ ખુબ મુસ્કેલ કાર્ય છે પણ બ્લોગ માં અપાતી માહિતી, તેનું ઊંડાણ , માહિતી આપવાની રીત , બ્લોગ ની નીયામીતા વગેરે બાબતો ધ્યાન માં લઇ આપણે આરંભિક બ્લોગેર્સ કે બીજા કોઈ બ્લોગર્સ ની શ્રેણી નક્કી કરી શક્યે  છે .

૨.Amateur  બ્લોગર્સ: આ વિભાગ ના બ્લોગર્સ મોટા ભાગે નિજાનંદ ને કોઈ પણ જાતના આર્થીક વળતર વગર માહિતી અપાતા હોય છે. આ વિભાગ ના બ્લોગર્સ ની ભાષા તેમજ માહિતી ખાસ વિષયો પર કેન્દ્રિત હોય છે ને આવા બ્લોગો પર ની ચર્ચા પણ ઘણી અર્થપૂર્ણ હોય સકે છે. આ વિભાગ ના બ્લોગ્સ માં નીયામીતા ને પોતાના વિચારો તેમજ પોતાની માહિતી આપવાનું પ્રમાણ વધારે હોય છે.  આ માં ના ઘણા બ્લોગર્સ  પ્રોફેશનલ કક્ષાના હોય છે ફક્ત આર્થીક પાસું તેમેન અલગ વિભાગ માં વર્ગીકૃત કરે છે.  આમ બ્લોગ જગત ની સફળતા માટે આ  વિભાગ ના બ્લોગર્સ નો મહતમ ફાળો છે.

૩. પ્રોફેશનલ બ્લોગર્સ: આ વિભાગ ના બ્લોગર્સ નો ભાષા તેમજ કોઈ એક વિષય ઉપર સારો એવો પરભાવ હોય છે કે જેના દ્વારા તેઓ સારું આર્થીક વળતર પણ મેળવી શકે છે. આ વિભાગ ના બ્લોગર્સ કોઈ company કે કોઈ વ્યક્તિ માટે પોતાની બ્લોગીંગ સેવાઓ આર્થીક વળતર ના બદલામાં દેતા હોય છે. તેમના બ્લોગ નું presentation પણ અવ્વલ દર્જા નું હોય છે. તેમનો બ્લોગ દ્વારા લોકો સાથે નો સંપર્ક પણ લગભગ નિયમિત ને જેતે વિષય ના નિષ્ણાત તરીકે નો હોય છે.

૪. Celebrity બ્લોગર્સ: આ વિભાગ માં મુખ્યત્વે ફિલ્મો ના કલાકારો , રમત ગમત ના ખિલાડીઓ , પ્રસિદ્ધ લેખકો વગેરે નો સમાવેશ કરી સકાય છે. જેમાં તો પોતાને લગતા વળગતા વિષયો વિશે ની માહિતી ઓ પ્રકાશિત કરતા હોય છે ને મુખ્યત્વે તો તેઓ માટે બ્લોગ એ પોતાના ચાહકો સાથે ના સંપર્ક માટે નું ઉત્તમ માધ્યમ હોઈ તેનો બહુ સારી રીતે ઉપયોગ કરતા હોય છે. ઘણા celebrity બ્લોગર્સ ભૂતિયા લેખકો ની જેમ ભૂતિયા પ્રોફેશનલ બ્લોગર્સ નો પણ ઉપયોગ કરતા હોય છે. વળી ઘણા celebrity બ્લોગર્સ પોતાના celebrity status નો ઉપયોગ કરી ઘણા જન જાગૃતિ ના કે દેશ સેવાના કમાઓ પણ કરતા હોય છે. આવા બ્લોગ દ્વારા લોકો ને પણ તેમના જીવન માં બની રહેલી ઘટનાઓ કે તેમના વિચારો જાણવાની તક મળે છે વળી લોકો પણ તેમની સાથે સીધા સંપર્ક માં આવી શકે  છે.

તો મિત્રો આગળ ની ચર્ચા હવે પછી ના હપ્તા માં.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s