થોડું બ્લોગ વિશે-૨

ગયા હપ્તા માં  બ્લોગ વિષે ના કેટલાક મુદ્દાઓ વિષે જે વાત કરી હતી તે માટે થોડી વધુ કેટલીક વાતો .  બ્લોગ એટલે શું ? તે જાણતા પહેલા બ્લોગીંગ શા માટે એટલું જાણીતું બન્યું ને જડપ થી કેવી રીતે લોક ચાહના પામ્યું તે વિષે કેટલીક વાતો.  માણસ ને હમેશા માહિતી ની ભૂખ રહેલી છે તે પછી સમાચારો ના રૂપ માં હોય કે કોઈ ના અંગત જીવની વાતો , તે સાથે લોકો માં પોતા ના વિચારો, પોતાના ના વિષે ના સમાચરો , પોતાના અનુભવો વગેરે બીજા લોકો સાથે વહેચવા હમેશા ઉત્સુક હોય છે.

 પરમ પરંગત સમાચાર માધ્યમો (સમાચારપત્ર , ટીવી ચેનલો વગેરે) માં હમેશા માહિતીઓ “one way communication  ”  જેવી હોય છે.  જેમાં ઘણા માહિતીઓ લોકો ને તે વિષય પર વધુ જાણવા આકર્ષે છે તો ઘણી મહીતો અપને અપૂર્ણ  કે દોષ રહિત લાગે છે , તો ઘણી વાર તે માહિતીઓ વિષીએ કેટલાક લોકો પાસે વધુ  ને સચોટ માહિતી હોય છે. જે જો બીજા લોકો સાથે વેહ્ચાય તો સમાચાર માધ્યમો દ્વારા પ્રગટ કરાયલી માહિતી વધુ અર્થપૂર્ણ થાય છે.  વળી સમાચાર માધ્યમો  માં સ્થાનિક તેમજ “individual ” ( જેમ કે હું જય રેહતો હોવ તે એરિયા ના જાણીતા restaurants વિષે ના મારા અભિપ્રાયો ) સમાચારો ને મહત્વ મળતું નથી કે જે સમાચારો સથાનિક લોકો માટે વધુ મહત્વ  ધરાવે છે !  જો પરમ પરંગત સમાચાર માધ્યમો માં તેમના વાચકો કે માહિતી લેનારાઓ ને પણ જો સામેલ કરવા માં આવે તો ઉપર કહેલા   પરમ પરંગત સમાચાર માધ્યમો  ના ગેર ફાયદા આપડે ટાળી શક્યે પણ પરમ પરંગત સમાચાર માધ્યમો   ની પણ કેટલીક મર્યાદાઓ છે જેના લીધી દરેક માહિતી લેનારા તેમજ દરેક પ્રકાર ની માહિતી તેઓ તેમની સાથે સાંકળી સકતા નથી.  

  તો માહિતી લેનાર જ પોતાને સ્પર્શતા ને પોતાના અનુભવો બાકી લોકો સાથે વેહ્ચી સકે તેવું માધ્યમ ઉભું કરવા માં આવે તો કેટલું સારું પડે !! દરેક લોકો પોત પોતાનું એક છાપુ જ લગભગ  કાઢી સકે તો !!! જેમે તે પોતાના અનુભવો, સથાનિક સમચારો કે પોતે જાણતા વિષય પર ની પુરક માહિતી બીજા લોકો સુધી વેંચી સકે !! તો બસ અજ મુખ્ય વિચાર તે બ્લોગ માટે ની પહેલી જરૂરત બની ! આમ બ્લોગ એટલે આપડું પોતાનું છાપુ કે આપડું notice બોર્ડ કે જેમાં આપડે આપડી પાસે ની માહિતી બીજા લોકો ની માટે વેહંચી શક્યે , તેમજ જુના નવા દરેક આપદા સમચારો સાચવી શક્યે તેની ઉપર બીજા લોકો ના પ્રતિભાવો જાની સક્યે વગેરે નો સંચય કરી સક્યે તે.  

 તો ઉપર ની જે આપણે ચર્ચા કરી તે કામ તો website કે social networking  sites  પણ કરી સકે છે તો શામાટે બ્લોગ નું એક અલગ મહત્વ છે ? website  પણ આપણે બ્લોગ ની ગરજ સરે છે પણ website ની પણ કેટલીક માર્યદો છે જે તેને બ્લોગ કરતા અલગ પડી દે છે. પહેલા તો આપડે મનગમતું નામ સાથે ની  website જોતી હોય તો તે લેવા માટે આપડે પૈસા ખર્ચ કરવા પડે છે (કેટલીક સાઈટો ફ્રિ domain નેમ આપે છે પણ તેમની પોતાની કેટલીક  જુદી મર્યાદા હોય છે ). website ને બનવા ને ચાલવા માટે કમ્પ્યુટર ની કેટલીક વિશેષ “skills ” ની જરૂર પડે છે જે સામાન્ય, કમ્પ્યુટર ના જાણકાર માટે બધારૂપ પડે છે વળી કેટલાક જરૂરી  “ટૂલ” માટે પણ પોતાની રીતે પ્રોગ્રામિંગ કરવું પડે છે છે જે દરેક કમ્પ્યુટર ની સામન્ય જાણકારી ધરવતા લોકો માટે ખુબજ  અઘરું પડે છે. જે લાંબે ગાલે તેમનો  website  ચાલવા માં રસ ઓછો કરી દે છે.   website થી પણ સરળ ઉપાય social networking  sites છે જે થોડે અંશે આપડું ” notice બોર્ડ” નું   કામ કરી સકે છે પણ તેનો વ્યાપ website કરતા નાનો પડે છે , તેમાંથી માહિતી મેળવા જે તે  social networking  sites ના મેમ્બેર બનવું જરૂરી છે વળી કોઈ વીશી ની માહિતી જોઈતી હોય તો જે તે વિષય ના નિષ્ણાત ના friend બનવું જરૂરી છે કે જે થી તેમના દ્વારા મુકાયેલી માહિતી જોઈ સકાય. આમ તેના થી બીજા લોકો માટે માહિતી મુકવા કે વેંચવી  પૂરી રીતે શક્ય નથી , વળી social networking  sites નો  મુખ્ય ઉદેશ પણ આપદા ” notice બોર્ડ” વાળા ઉદેશ થી ઘણો  જુદો પડી જાયે છે મુખ્યત્વે  social networking  sites જુદા મિત્રો બનવા તેમજ આપદા સગા સંબંધી -મિત્રો સાથે સંપર્ક માં રેહવા માટે ને  અંગત જીવન ના સમાચારો ની આપલે કરવા વધુ અનુકુળ છે . આમ આપદા આપદા ” notice બોર્ડ” વાળા ઉદેશ  ને પૂરું કરવા બ્લોગ વધુ સરળ રસ્તો છે. ટૂંક માં બ્લોગ ની વિશેતાઓ નીચે પ્રમાણે છે જે તેને અગલા બે માધ્યમો થી ખાસું જુદું પાડે છે. 

 ૧. લગભગ website જેટલોજ વ્યાપ ( વધુ માહિતી અગલા હપ્તાઓ માં )

૨. બ્લોગ ચાલુ કરવા કોઈ જાતની આર્થિક કીમત ચૂકવી નથી પડતી

૩. બ્લોગ દ્વારા “Two way communication ” થઇ સકે છે

૪. બ્લોગ ચાલવા માટે કમ્પ્યુટર નું સામાન્ય જ્ઞાન પુરતું છે ( આ વિષે ની વધુ વાતો અગલા હપ્તાઓ માં )

૫. બ્લોગ audio /વિડિઓ ફાઈલો ને પણ સમાવેશ કરી સકે છે

૬. બ્લોગ દ્વારા માહિતી નું નિયમન બહુ સરળ રીતે થઇ શકે છે.

૭. બ્લોગ દ્વારા social networking  sites ના પણ કેટલાક  ફાયદા મેળવી સકાય છે , જેમકે નવા મિત્રો બનવા , સમાન રસ વાળા મિત્રો સાથે ચર્ચા વગેરે .

૮. બ્લોગ દ્વારા પૈસા કમાવની પણ તક સાંપડી  શકે છે

 તો મિત્રો આ છે બ્લોગ વિષે ની કેટલીક પાયા ની વિગતો વધુ મુદ્દાઓ વિષે વાતો હવે પછીના હપ્તાઓ માં , સાથે જાણકાર મિત્રો ને અહીં રહી ગયલી કોઈ  માહિતી કે કોઈ પુરક માહિતી હોય તો મુકવા વિનંતી.

Advertisements

2 responses to “થોડું બ્લોગ વિશે-૨

  1. સરસ ચર્ચા.
    અમે પણ બ્લોગલેખનને સાહિત્યના વિવિધ પ્રકારો દ્વારા અજમાવીને એને અમારી રીતે સમજવાના પ્રયાસો કર્યા છે. એટલે અમારા બ્લોગ પર બ્લોગજગતની ટેગ પણ રાખી છે. સમય મળ્યે નજર નાખશો.
    આ લખાણ સતત જાળવી રાખશો એવી વિનંતી છે. ફરી મળીશું.

    • યશવંત ભાઈ , આપના અભિપ્રાય માટે આભાર આપના બ્લોગ ની મુલાકાત થી ખબર પડી કે આપ ખાસ લાંબા સમય થી બ્લોગ જગત માં સક્રિય છો, તો અનુભવી બ્લોગર તરીકે નો અપનો “ઈનપુટ” પણ જણાવશો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s