પ્રણવ મિસ્ત્રી – બે જુદી જુદી દુનિયા ને એક કરનારો “જાદુગર”

તો મિત્રો આજે વાત કરવી છે  આપણે ” જાદુગર” પ્રણવ ભાઈ ની વાત , તેમના સંસોધન વિષે વાત કરીએ તે પેહેલા થોડી વાતો તેમના વિષે 
 
 પ્રણવ ભાઈ વિષે વાત કરતા એક ભારતીય તરીકે તો માંન  થાય છે પણ એક ગુજરાતી તરીકે વાત કરતા વિશેષ લાગણી અનુભવાય છે, તેઓ પાલનપુર, ગુજરાત ના રહેવાસી છે ને  હાલ માં MIT , અમેરિકા  માં તેમનો PhD નો અભ્યાસ કરી રહ્યા છે.  તેમને ” SixthSense” નામની અદભુત, શોધ કરી છે.  આ શોધ થી તેઓ એ  બે જુદી જુદી દુનિયા ને એક કરવા માટે ની પહેલી હરણફાલ ભરી છે. 
 
 પ્રણવ ભાઈ ના સંસોધન ની બે જુદી જુદી દુનિયા એટલે આપડી વાસ્તવિક દુનિયા (Physical World)  ને માહિતી ની દુનિયા (Digital World).  આપડી આસપાસ ઘણી બધી દુનિયા છે જેમ કે અંકો ની દુનિયા , શબ્દો ની દુનિયા વગરે . જેની સાથે આપડી રોજ બરોજ ની જિંદગી માં આપડે ઘણો ઉપયોગ કરીએ છે છતા પણ આપડા મન માં તેની નોંધ લેવાતી નથી , આપણે તેને એક સામાન્ય વર્તાવ તરીકે સ્વીકારી લીધું છે. ઉદાહરણ માટે , અંકો ની દુનિયા, રોજ આપડે અંકો સાથે પનારો પડે છે , આપડે અંકો ને આપડી વાસ્તવિક દુનિયા ની વસ્તુ ઓ સાથે જોડીએ છે ને તેમને અંકો વડે આપડે પ્રસ્તુત પણ કરીએ છે . જો કોઈ આપણે અંકો કહે તો તરત આપડા મગજ માં તેનાથી જોડ્યાલી વાસ્તવિક વસ્તુ નું ચિત્રણ તૈયાર થઇ  જાય છે. આમ આપડે વાસ્તવિક ને અંકો ની દુનિયા માં જાણતા-અજાણતા આવન જવાન કરતાજ હોઈએ છે.   
 
તેવીજ રીતે આજના યુગ માં આપડે   માહિતી ની દુનિયા  સાથે પણ પનારો પડે છે ( અહી માહિતી ની દુનિયા તરીક નેટ ને લઇ શકો છો)  જેમાંથી આપડે વારે વારે જોઈતી માહિતી મેળવી પડે છે ને તેની માટે આપડે માહિતી ની દુનિયા માં જવા માટે કમ્પ્યુટર નો ઉપયોગ કરવો પડે છે , તેવીજ રીતે આપડી વાસ્તવિક દુનિયા માં થી આપડે ઘણી માહિતી માહિતી ની દુનિયા ને પણ આપવી પડે છે (જેમ કે આપડો ફોટો આપડે નેટ પેર મુકવો હોય તો પહેલા digital કામેરા  થી લઇ તેને કમ્પ્યુટર માં નાખી નેટ પર મૂકી સકાય છે.)  હવે આ બધી ક્રિયા માં આપડે બીજી ઘણી નાની મોટી ક્રિયા કરવી પડે છે , પણ જો કોઈ એવી શોધ થાય કે જેમાં આપડે  નાની મોટી ક્રિયા ના કરવી પડે ને સીધા આપની સામે પરિણામ આવી જાય તો કેટલી સુવિધા થઇ જાય , બસ આવીજ એક અદભુત શોધ એટલે પ્રણવ ભાઈ ની ” SixthSense” , તેમની આ શોધ દ્વરા આપડે આ બે દુનિયા માં પણ આવન જવાન કરતા થઇ જસુ કે જેની આપણે જાન પણ નહિ થાય. 
 
એક ઉદાહરણ દ્વારા આપડે આને સમજ્યે , સમજો કે હું મારું પ્રિય પુસ્તક ગીતા વાંચી રહ્યો છુ, ને તેમાં આવતા કોઈ સંસ્કૃત ના શ્લોક માં મને કોઈ શબ્દ નો અર્થ નથી સમજાતો તો તરત આ શોધ દ્વારા મને મારા પુસ્તક ઉપર જ  તે શબ્દ  ની માહિતી મળી જશે જેમાં તેનો ઉચ્ચાર , તેના જુદા અર્થો  વગરે મારી પાસે આવી જશે , ને જો મારે પણ તેમાં કોઈ માહિતી મુકવી હોઈ કે તે શબ્દ  નું મારી રીતે અર્થઘટન  કરવું હોય તો તેની  નોંધ હું મૂકી સકીશ !! 
 
આમ આ શોધ દ્વારા અત્યાર સુધી જે sci-fi  ની ફિલ્મો જેવી કે minority report , robo-cop  મા Ubiquitous Computing/Technology  બતાવા માં
 આવતી તે હવે  સાકાર થઇ શકશે .  આ શોધ ની હજારો જગાએ ઉપયોગ થઇ સકે છે. સામાન્ય ગેમ  થી માંડી ને અવકાશ વિજ્ઞાન સુધી ના વિષયો માં તેને આવરી સકાય  તેમ છે.     
 
સૌથી મહત્વ ની વાત, પ્રણવ ભાઈ એક આદર્શ  સંશોધક ની માફક તેમની શોધ માટે ના જરૂરી “Software”  “ઓપેન Source ” તરીકે મુકવાના છે , તેમજ તેમનું લક્ષ્ય આ શોધ નો ઉપયોગ , અંધ, બહેરા, મૂંગા લોકો ની મદદ કરવા માટે નું પણ છે.  પ્રણવ ભાઈ ની આ અદભુત શોધ માટે સો સો સલામ !!! તેમજ આવીજ અદભુત શોધો ભવિષ્ય માં પણ આપતા રહે તેમજ તેઓ તેમના લક્ષ્ય માં સફળ રહે તેવી પ્રભુ પાસે પ્રાથર્ના !!
 
તેમને પોતાના શોધ વિષે આપેલી માહિતી વિષે વધુ જાણવા નીચે  ની લીંક ની મુલાકાત  લેશો       
Advertisements

6 responses to “પ્રણવ મિસ્ત્રી – બે જુદી જુદી દુનિયા ને એક કરનારો “જાદુગર”

    • આહા! શું આપ એમના મિત્ર છો ? જો આપ એમની સાથે સંપર્ક માં હોવ કે તેમની કે તેમની શોધો વિષે વધુ કોઈ માહિતી હોય તો જરૂર થી અહીં આપશો , જાણવા માં મજા આવશે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s