“ખેલંદો” ને ” 2 States” પુસ્તકપરિચય

હમણાં થોડા દિવસ પહેલા ગોરેગાઓ, મુંબઈ  માં એક પુસ્તક મેળો હતો જયાંથી મેં  બે પુસ્તકો ખરીદ્યા ૧) ખેલંદો, ને ૨) “Stay Hungry Stay Foolish” . બીજું પુસ્તક હજી પૂરું નથી   વચાયુ એટલે તેની વાત ફરી કયારે.

 

મહેશ ભાઈ  યાજ્ઞીકે થોડા વર્ષો પહેલા ચિત્રલેખા માટે ધારાવાહિક નવલકથા લખી થી જે કદાચ તેમની પહેલીજ  નવલકથા પણ છે .  નવલકથા માં એક એવા નાયક ની વાત છે જે બાળપણ થી અભાવો ને માતા પિતા ની છત્રછાયા વગર ઉછેર્યો  છે. નાયક પોતાની કારકિર્દી એક bank ના કારકુની થી કરે છે ને ધીરે ધીરે ગુનાહિત પ્રવૃત્તિ માં આગળ વધતો જાય છે. આ નવલકથા ની મુખ્ય વાત છે ને તેની સાથે સાથે બીજી નાની વાર્તઓ સમાંતર ચાલે છે.  આમ લગભગ ૫૬/૫૭ પ્રકરણો ને પુસ્તક રૂપે બે ભાગો માં પથરાયેલી આ નવલકથા મને “Average” કક્ષા ની લાગી ને જો આ  નવલકથા આપની વાંચવાની રહી ગયી હોય તો પણ વાંચક મિત્રો એ મારા મત મુજબ કાઈ ગુમાવ્યું નથી.

હવે વાત ,  ” 2 States” ની, ચેતન ભગત ની આ ચોથી નવલકથા પણ મજાની રહી , તેઓ યુવા વાંચક વર્ગની નાડી બરાબર પકડી શક્યા છે.  આ નવલકથા માં લેખકે બે અલગ અલગ રાજ્યના  ને અલગ અલગ  પરિવારો થી આવતા યુગલ ની વાત છે. તેમને રાજીખુશી થી લગન કરવા માટે કેટલી મેહનત કરવી પડે છે તેનું ખુબ સુંદર આલેખન આપ્યું છે.  પેહલા પાના થી છેલ્લા  પાના સુધી આ નવલકથા મનોરંજન પૂરું પાડે  છે. જો વાંચક મિત્રો એ હજુ સુધી આ નવલ કથા નો વાંચી હોય તો જરૂર થી વાંચે , નવલકથા ના “one liners ”  ને લેખક ના નિરીષણ માટે દાદ દેવી પડશે. ચેતન ભગત ની આગલી નવલકથા માટે અત્યાર થી ઇન્તઝાર રહેશે !!!

Advertisements

2 responses to ““ખેલંદો” ને ” 2 States” પુસ્તકપરિચય

  1. ખેલંદો વિશેના આપના અભિપ્રાયથી સહમત છું. આપની જેમ જ મે પણ વાંચેલા પુસ્તકો વિશે થોડી ઘણી વાતો મારી સાઈટ પર લખી છે, તો તેની મુલાકાત લેવા વિનંતી. http://www.chiragthakkar.me/p/blog-page_05.html

    • ચિરાગ ભાઈ આપની મુલાકાત તેમજ આપના બ્લોગની લીંક માટે આભાર, આપના બ્લોગ પર અશ્વિન ભાઈની બ્લોગપોસ્ટની ઉડતી મુલાકાત લઇ ચુક્યો છુ. ફુરસદ થી આપના બ્લોગની હવે પછી મુલાકાત લેવી છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s