“Pundits From Pakistan” પુસ્તક પરિચય

આશા છે કે આપ સૌ ની પણ દિવાળી ની રજાઓ આનંદ અને ઉલ્લાસ માં વીતી હશે. આ રવિવાર થી Ind Vs. Aus  ની ક્રિકેટ મેંચો  શરુ થઇ રહી છે તો તેના અનુસંધાન  માં થોડા દિવસો પહેલા મેં  વાંચેલા  ક્રિકેટ  વિષે ના પુસ્તક “Pundits From Pakistan”  ની કેટલીક વાતો અહી કરવી છે.

રાહુલ ભટ્ટાચાર્ય એ  ક્રિકેટ વિષે નું ખુબ સુંદર ને રસાળ પુસ્તક લખ્યું છે. ક્રિકેટ ના રસિકો માટે રાહુલ એક નવું નામ નથી તેઓ ના ઘણા લેખો ક્રિકેટઇન્ફો ને વિસડન  મેગેઝીન માં આવી ચુક્યા છે. “Pundits From Pakistan”  એ તેમનું પહેલું પુસ્તક છે.

ક્રિકેટ માં “Ashes” (Aus. VS Eng. ) નું જેટલું મહત્વ છે તેટલુંજ કે તેથી વધારે મહત્વ ઇન્ડિયા -પાકિસ્તાન ની ક્રિકેટ મેચો નું રહું છે , ને રહેશે , જયારે બેવ દેશો વચ્ચે કટ્ટી -બુચ્ચી ના સબંધો હોય ત્યારે તો ખાસ મહત્વ વધી જાય છે. કારણકે ઘણા વર્ષે ક્રિકેટ રસિકો ને બેવ દેશો વચ્ચે પૂરી સિરીજ જોવા  મળે છે.

રાહુલ એ આવીજ એક અદભૂત ઇન્ડિયા -પાકિસ્તાન ની ૨૦૦૪ ની સિરીજ વિષે પુસ્તક લખ્યું છે, જે ઇન્ડિયા પાકિસ્તાન રમવા માટે જાય છે. આખું પુસ્તક કુલ ૯ પ્રકરણો માં વેહ્ચ્યેલું  છે. ને પુસ્તક માં કેટલાક અદભૂત ચિત્રો પણ આપ્યા છે.  રાહુલે ખુબજ રસાળ ને રમુજ ભરી રીતે ઇન્ડિયા પાકિસ્તાન  ની મેચો , ત્યાના લોકો ની વાતો ને ઇન્ડિયા પાકિસ્તાન ના રાજનીતિક સંબંધો વિષે વાત કરી છે. પાકિસ્તાન ના  કેટલાલ ભૂતપૂર્વ  ક્રિકેટરો, ને પાકિસ્તાની ક્રિકેટ સાથે જોડાયેલા માણસો  ની મુલાકાતો પણ આપી છે.  પુસ્તક વાંચતા વાંચતા આપડે પણ જાણે લેખક સાથે પ્રવાસ  પર હોઈએ  તેવું સતત લાગ્યા કરે છે.

ખૂબ સુંદર પુસ્તક છે , ફક્ત ક્રિકેટ રસિકો એજ નહિ પણ જેમને પ્રવાસવર્ણન ને “Non-Fiction”  પુસ્તકો વાંચવાનો શોખ હોય તેમને પણ એક વાર જરૂર થી વાંચવું  રહ્યું .

Advertisements

One response to ““Pundits From Pakistan” પુસ્તક પરિચય

  1. પિંગબેક: ભારત, પાકિસ્તાન, અને ક્રિકેટ ! | મારી નોંધપોથી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s