૧ એટલે પરમાત્મા !!!

કાલે મને મારો એક Christen મિત્ર મળી ગયો, ને તેની સાથે  ઘણી બધી વાતો થઇ ને છેલ્લે વાતો ધર્મ પર આવી ને તે હિંદુ ધર્મ માટે કહેવા માંડ્યો કે તમારા ધર્મ માં તો ૩૩ કરોડ દેવી  દેવતાઓ છે , જયારે અમારા માં તો એક જ જન ને પૂજવાનું હોય છે. ત્યારે મેં કીધું કે ધર્મ દરેકે ની અંગત તેમજ શ્રધા ની બાબત છે , ને જે ને ભગવાના જે રૂપ થી શાંતિ મળતી હોઈ તો તેમાં એક ભગવાન કે ૩૩ કરોડ ભગવાન હોય તો શું ફરક પડે છે. છેવટે તો બધા એક સત્ય તરફજ  પ્રયાણ કરે છે ને . તેમ છતાં પણ તેને પોતા ની સળી કરવાનું ચાલુ રાખ્યું , ને તેને મને ચીડવા માં મજા આવી ગયી.

હું વિચારવા લાગ્યો કે આને શાંત કેવી રીતે કરું , ત્યાં મને મારા ગણિત ના શિક્ષક શ્રી ખાનાપુરકર  સર ની વાત આવી ગયી , જે હમેશા કહેતા જ્યાં ક્યાં ગણિત માં કે કોઈએ પ્રોબ્લેમ માં  ફસાઈ જાવ ત્યાં હમેશા ૧ ને યાદ કરવો , ૧ એટલે પરમાત્મા જે બધેજ છે ( તેમના calculus, ને  trigonometry ના કેટલાક  અદભુત ને મૌલિક વિચારો છે જે ફરી કોઈ વાર  ..)

મારા મિત્ર ની મસ્તી ને લેધી, ના છુટકે હું Christen ધર્મ વિષે વધુ ના જાણતા  હોવા છતા મારે કેહવું પડ્યું કે તેજ તો તમારા ધર્મ ની limitation છે , જે કોઈ નવી દ્રષ્ટી થી જોઈ કે વિચરી નથી શકતું , હિંદુ ધર્મ માટે તમારે  એક અલગ દ્રષ્ટીકોણ જોઈ જેમ તમે લોકો

1+1+1+1+…………………………………………+1= 330 millions

માનો છો પણ હકીકત માં તો તે સૌ

1x1x1x1x1x1………………………………………..x1 = 1 god  છે.

આમ તમારા દ્રષ્ટીકોણ  બદલવા થી કદાચ તું વધુ સમજી શકીશ , આ ઉદાહરણ  પછી તે ચુપ થહી ગયો ને , અમે પાછા બીજી વાતો પર લાગી ગયા..

પણ આ સંવાદ ને લીધે મારા મન માં પણ કેટલાક સવાલ ઘુમી રહ્યા છે. જેમ ભૌતીક વિજ્ઞાન માં જ્ઞાન ની જુદી જુદી કડીઓ ને જોડતી  “unified field theory ” માટે પ્રયત્નો થાય છે તો  જુદા જુદા ધર્મ ને જોડતો એક “unified ધર્મ ” ની જરૂર નથી ?? જેથી આપણે એક બીજા ના ધર્મો ને સમજી શકયે ને ખોટી ખોટી શબ્દિક ટપ  ટપ  થી બચી શકયે.

Advertisements

6 responses to “૧ એટલે પરમાત્મા !!!

  1. સાચી વાત છે ૧ એટલે તો પરમાત્મા અને એ જ ક્રિસ્ચીયન ભાઈની વાત સાવજ સાચી છે, ના ખબર પડે તો હિંદુ ધર્મનુ મુળ વેદ- ઉપનિષદ, બ્રહ્મસુત્ર, વિવેક્ચુડામણી એ પુસ્તકો વાંચી જુઓ, તેઓ પણ પરમાત્માની જ વાતો કહે છે જેમા ૩૩ કરોડ દેવતાઓની ક્યાંયે ઉલ્લેખ નથી થતો, હજુ તમે હિંદુ ધર્મને બરાબર સમજી લો, તો જ આ દેશનો ઉધ્ધાર થશે, કેમ કે તમને સત્ય સમજાશે તો જ બીજાને સત્ય સમજાવી શકશો નહિ તો રામ ભજતા રે’જો ભાઈ રામ….અથવા તો http://www.rajeshpadaya.wordpress.com જોઈ લો…

    • રાજેશ ભાઈ , જેમ મારી પોસ્ટ માં લખ્યું છે તેમ , ધર્મ એ દરેક ની અંગત બાબત રહે તે વધુ અનુકુળ છે , માટે આ વિષે ની કોઈ વધુ ચર્ચા કે વાદ વિવાદ અહીં ના થાય તે વધુ યોગ્ય રહશે.

  2. ધર્મ વિશે સમજી અને વિચારીને ‘સત્ય’ લખવું અને બોલવું જોઇએ.કેમકે આ ‘પૂર્વ દિશા’ છે.ધર્મો ‘હઠાગ્રહ’ શિખડાવે છે.જે આ ચર્ચા પરથી ખબર પડે છે.મારૂ જ સાચુ ,મારૂ જ સાચુ….કોઇ ધર્મ એમ નથી કહેતો કે,સાચુ એજ મારૂ,સાચુ એજ મારૂ

    • આ વિષય પર શું ‘સત્ય’ ને શું ‘અસત્ય’ એ અંત વગરની ને ખોટા ખોટા વિવાદ ઉભા કરનારી ચર્ચા છે, એટલે ફક્ત એટલુજ કેહવું યોગ્ય છે કે ધર્મમાં માનો કે ના માનો અમુક હદ થી વધુ ‘દરેક’ પ્રકારની વિચારસરણી ‘મારુજ સાચું , ને સાચુજ મારું’ માં જરૂરથી પરિણમેં છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s