અમારી ” Cricket Team”

અમારા લતા, ને બીજા કેટલાક મિત્રો એ મળી ને  “Hardball Cricket Club” બનાવી છે , ને  Regular Basis પર (ખાસ કરી ને weekends ને જાહેર રજાઓમાં ) મેંચો રમતા હોઈ છે. કાલે પણ અમારી ૨ મેંચો હતી ને રમવાની મજા આવી ગયી. પણ as usual   અમારી ટીમએ  હારવાની પરમ્પરા  ચાલુ રાખી .  હવે તો અમારી સાથે રમતી દરેક ટીમો કેહવા માંડી છે કે જે ટીમ ને પોતાનો confidence વધારવો હોય તેમને અમારી  ટીમ સાથે રમી ને મેળવી લેવો જોઈ . અને વાત પણ સાચી છે. કેટલાય ખેલાડીઓ નું અમારી ટીમ સામે રમવા થી form પાછુ આવ્યું છે જેમની માટે તેમને અમરો ખરા દિલ થી આભાર માન્યો છે. ખેર અમારી હાર પણ જો કોઈ ની જીત  માટે પગથીયું બને છે તો પણ તેને અમે આમરી ક્રિકેટ ની સાર્થકતા સમજશું.

અમારા  હરવાના તો ઘણા કારણો છે . પણ તેમાંના કેટલાક મુખ્ય કારણો નીચે પ્રમાણે છે .

૧. અમારી ટીમ માં હું ને બીજા ૪/૫ ખેલાડીઓ શિવાય કોઈ school level, કે competitive level પર રમ્યું  નથી તેથી બીજા ખેલાડીઓ માં “Hard ball Cricket” રમવાનો અનુભવ નથી.
૨. અમારી ટીમ બીજી ટીમો ની જેમ રોજ Net Practice કે Physical Exercise કરતી નથી.
૩, ભલે અમારી ટીમે “Hard ball” થી રમવાનું શરું કર્યું હોઈ પણ હજી પણ અમારી ટીમ નો approach ગલી ક્રિકેટ થી ઉપર ઉઠ્યો નથી.
૪. અમારી ટીમ ને ક્રિકેટ રમવું ગમે છે પણ હજી બધા ખેલાડીઓ માં ક્રિકેટ માટે નો લગાવ કે passion એક amateur ક્રિકેટ શુધી પણ પહોચ્યો નથી.

તેમ છતાંએ મને મારી ટીમ તરફથી રમવું ખુબ ગમે છે. કમસે કમ  આ ટીમ ને લીધે હજી સુધી પણ હું “Hard Ball Cricket”  થી જોડાયેલો  રહું છું. તેમજ આના દ્વારા મે સારા મિત્રો પણ મેળવ્યા છે.  ને મને આશા કે છે જલ્દી અમારી ટીમ આગળ આવશે ને ખરી રીતે એક  club level ની ટીમ બનશે. આવતા મહીને થી અમારી  ટીમ અમારી નજીકના મેદાન માં Net Practice માટે જગ્યા ભાડા પર લેવાનું વિચારે છે ને તેમાટેનું fund પણ ભેગું કરી રહ્યા છે.    અટેલ આવનાર દિવસો માં મિત્રો તમને મારી ટીમ માટે ના સારા સમાચાર આપવાની ઈચ્છા પણ લાગે છે જલ્દી પૂરી થશે…….:-)

આમ તો બીજી ઘણી વાતો છે ક્રિકેટ માટે પણ ફરી કોઈ વાર , આ સાથે મને થોડાક મહિનાઓ પહેલા જોયેલી  એક documentary  યાદ આવે છે જેમાં Australia ના કેટલાક ક્રિકેટ શોખીન ખિલાડીઓ પોતાની ટીમ બનાવી ઇન્ડિયા આવે છે ને અહીના જુદા જુદા રાજ્યો માં પ્રવાસ કરી ને ક્રિકેટ મેચો રમે છે ને તેની ફિલ્મ પણ બનાવે છે. ક્રિકેટ રસિયાઓ એ જરૂરથી જોવા જેવી ફિલ્મ ,  જો કોઈ મિત્રો ને તેનું નામ યાદ હોઈ તો અહી પોસ્ટ કરવા વિનંતી.  મને નામ યાદ આવશે તો તેના માટી ની વધુ માહિતી સાથે અહી એક પોસ્ટ જરૂર થી મુકીશ …

Advertisements

5 responses to “અમારી ” Cricket Team”

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s