થોડા સમય પહેલા લીધેલા બ્રેક વખતે જોયેલી કેટલીક ફિલ્મોમાંની એક મસ્ત મસ્ત જર્મન ફિલ્મ. ફિલ્મ વિષે વધુ વાત કરતા પહેલા ફિલ્મ નીપૃષ્ઠ ભૂમિકા વિષે જોઈ લઈએ. એશિયા માં પર્વતારોહકોને જેમ હિમાલયનું મહત્વ ને આકર્ષણ છે તેવુજ મહત્વ ને આકર્ષણ યુરોપ ના મુકુટ સમાન આલ્પ્સનું પણ છે. આલ્પ્સમાં પણ ઘણા ઊંચા ને પર્વતારોહકોનેચુનોતી ફેકતા શિખરો છે, તેમાંથી ૩૯૭૦ મીટર ઊંચા “Eiger” ને તેના નોર્થ ફેસ નું ચઢાણ હમેશા પર્વતા રોહાકોનું ધ્યાન ખેચ્તું રહ્યું છે. દુનિયાના મુશ્કિલ ને જાનલેવા ચઢાણોમાં ગણી શકાય તેવું આ શિખર છે. આ ફિલ્મ ની વાર્તા પણ આ શિખર ને સર કરવા માટે થયેલા પ્રયાસની પૃષ્ઠભૂમિ ધરાવતી સત્યઘટના આધારિત છે.
ફિલ્મનો સમયગાળો ૧૯૩૫ના હિટલર ના જર્મનીનો છે. ફિલ્મમાં બે મિત્રો ની વાત છે કે જેઓ પોતાની લશકરી કારકિર્દી કે યુરોપમાં થઇ રેહલા રાજનીતિક કે ઇતિઅહ્સિક કોઈ પ્રસંગોમાં રસ નથી ફક્ત પોતાની મનગમતી પ્રવૃત્તિ ને શાંતિ પૂર્વક જીવન વ્યતીત કરવામાં મશગુલ છે. પણ તેમનીજ એક મીત્ર, જે પત્રકાર તરીકે ની પોતાની કારકિર્દી ઘડવા માંગે છે, તેના વ્યસાયના ભાગ રૂપે તેના બંને મિત્રો સમક્ષ “Eiger” ના નોર્થ ફેસની ચઢાઈ માટેની ચુનોતી લઇ આવે છે. જે આવનાર સમય માં ત્રણે મિત્રોની જિંદગી બદલી નાખે છે. પર્વતા રોહક તરીકે ની મુખ્ય ભૂમિકા ભજવતા પાત્રો ને તેમની સ્ત્રીમીત્ર નો અભિનય કરતા અદાકારો સરસ કામ કર્યું છે. ફિલ્મ માં આલ્પ્સ ની સુંદરતા સાથે સાથે ભયાનકતા ને વિકરાળ સ્વરૂપ પણ અદ્ભુત રીતે બતાવ્યું છે, તે વખતના જર્મની નો માહોલ પણ અદ્ભુત રીતે બતાવામાં આવ્યો છે. થોડા વર્ષો પહેલા પર્વતારોહાણ ના વિષયને લઇ ને આવેલી “વર્ટીકલ લીમીટ” કરતા પણ આ ફિલ્મ વધુ અસરકારક રીતે પર્વતારોહાણની વાત દર્શાવે છે. તે વખતના ના ટાચા સાધનો સાથે પણ કેવું જીગર પૂર્વક નું સાહસ લોકો કરતા તે અદ્ભુત રીતે બત્વાયું છે. માનવીય સવેદાનાઓ તે પણ મોત સામે હોય તાય્રે કેવી હોય તેનું બખૂબી બયાન કેટલાક દ્રશ્યોમાં કર્યું છે. વધુ તો ફિલ્મ વિષે મિત્રો જોઈનેજ નક્કી કરે.
સાહસ-થ્રીલ્લ્રર ના ચાહકોને ના ચૂકવા જેવી વિદેશી ફિલ્મ. ફિલ્મ જર્મન ભાષામાં છે, પણ અંગ્રેજી સબ-ટાઈટલ સાથે માણી શકાય છે !
