૧૯૯૯ માં રીલીઝ થયેલી, ને પહેલી નેપાળી ફિલ્મ જે ઓસ્કાર એવોર્ડ ની ફોરેન ફિલ્મ કેટેગરી માં પસંદગી પામી હતી. ફિલ્મ ના ફ્રેંચ ડાયરેક્ટર એરિક કે જેઓ એક જાણીતા ને ઉત્તમ કક્ષા ના હિમાલય ના ફોટોગ્રાફર છે ને હિમાલય નો પોતાનો વર્ષો નો અનુભવ આ ફિલ્મ માં નીચોવી દીધો છે. ફિલ્મ ની એક એક ફ્રેમ માં કમાલ ની સીનેમેતોગ્રાફી છે. નેપાળ ના અંતરાલ વિસ્તાર માં વસતા લોકો ની હિમાલય સાથે ની તેમની જિંદગી ના સમીકરણ ની વાત ખુબ અદભુત રીતે ફિલ્મ માં કંડારવામાં આવી છે.
ફિલ્મ માં મોટા ભાગ ના કલાકાર સ્થાનિક લોકો છે જેઓ આજ ની તારીખે પણ એક વણજારા જેવું જીવન જીવે છે, તેમની રેહની-કરણી , તેમના રીતી રીવાજો હજી પણ સદીયો પહેલા ના લામા લોકો જેવા છે. ફિલ્મ માં તેમના જીવની ની ખુબ સુક્ષ્મ વાતો પણ ખુબ સરસ રીતે ઉજાગર કરી છે. તેઓ નો મુખ્ય રોજગાર પહાડો ની પાર થી મીઠું લાવી ને તેને ઘાટી ના લોકો માં વહેચવાનું છે જે માટે તો હર વર્ષે હિમાલય ના દુર્ગમ પહાડો ની મુસાફરી કરવી પડે છે જેમાં તો પોતાનો ‘કારવાન’ લઇ ને આ દુર્ગમ ને મુસ્કિલ મુસાફરી કરે છે, એટલેજ આ ફિલ્મ ‘કારવાન’ ને નામે પણ એટલીજ જાણીતી છે. ફિલ્મ માં સાથે નવી તેમજ જૂની પેઢી વચ્ચે ના સંઘર્ષ ને પ્રમુખ તરીકે ની સત્તા માટે ની સાઠમારી ની વાત પણ સમાંતર રીતે ચાલે છે પણ ફિલ્મ નું ખરું હાર્દ તેમની મુસાફરી માં છે. અત્યાર સુધી ની મારી હિમાલય કે પર્વતો ને લગતી જોયેલી ફિલ્મમો સૌથી શ્રેષ્ઠ આ ફિલ્મ લાગી છે. હિમાલય/પર્વતો ના ચાહકો એ must must જોવા જેવી ફિલ્મ છે. સાહસ ને રોમાચંક ફિલ્મો પસંદ કરતા લોકો માટે પણ એક અદભુત અનુભવ રેહશે તે નક્કી છે.
આ ફિલ્મ બંને ત્યાં સુધી જો મોટી સ્ક્રીન ને ઉચ્ચતમ સાઉન્ડ સિસ્ટમ સાથે જોવા માં આવશે તો ફિલ્મ ની એક અલગજ અનુભૂતિ થાશે, હિમાલય ને પ્રેષક ખરે-ખર અનુભવી શકશે !
