આમ તો ગુજરાતી બ્લોગ જગત ની પ્રગતિ દિવસે ને દિવસે વધતી જાય છે. ધીરે ધીરે ગુજરાતી સાહિત્ય ના લેખકો/ કવિઓ / પત્રકારો પણ આ નવા માધ્યમ ને ખુબ જડપથી અપનાવી રહ્યા છે તો સાથે સાથે જાગૃત ને સમજદાર વાચકો પણ પોતાનો દ્રષ્ટિકોણ ને વાતો આ માધ્યમ થી રજુ કરી રહ્યા છે. રોજ ના કેટલાય નવા બ્લોગો નેટ પર ખાખા-ખોળા કરતા નજર સામે આવે છે.આટલા બધા બ્લોગ્સ માં આજે વાત કરવી છે મારા મન ગમતા કેટલાક બ્લોગ્સ ની, આ શ્રેણી ની શરુઆત કરું છુ , જુદા જુદા વિષય ને આવરી લેતા પત્રકાર જગત ના ગુજરાતી બ્લોગ્સ થી.
મારી ગુજરાતી પત્રકાર જગતને લગતા બ્લોગ્સ ની યાદી
આ બ્લોગ્સ ની કેટલીક પોસ્ટ થી કદાચ આપણે અસહમત હોઈ શકીએ કે , પણ આ બ્લોગ્સ ના નીચે આપેલા કેટલાક પાસાઓ/ખૂબી ઓમાં બેમત ના હોય શકે !!
૧. જે તે વિષય ને લગતો ઊંડાણ ભર્યો અભ્યાસ ને ને સાંપ્રત સ્થિતિ સાથે ની પૂરી સભાનતા.
૨. લોજીકલ રીતે મુદ્દાઓ ની ગુથણી ને ખુબ રસાળ ને સરળ ભાષા માં રજૂઆત.
૩. અનુભવ ને સમજણ પૂર્વક પોતાનો દ્રષ્ટિકોણ રજુ કરવો ને તેમાટે તથ્યો નો આધાર આપવો .
૪. અભ્યાસુ વાચકો ના પ્રતિભાવ સાથે સકારાત્મક ચર્ચા આગળ વધારવી કે તેમના પ્રતિભાવો નો સ્વીકાર કરવો.
આ યાદી અત્યારે મારા ધ્યાનમાં આવેલા ને મને ગમેલા બ્લોગ્સ ની યાદી છે ભવિષ્ય માં કોઈ બીજા પણ સારા પત્રકાર જગત ના બ્લોગ્સ ધ્યાન માં આવ્યા તો અહીં જરૂર થી ઉમેરવા છે, વાચક મિત્રો ને પણ પોતાની પસંદ ના ગુજરાતી પત્રકાર ગુજરાતી જગત ના બ્લોગ્સ ની યાદી નો ‘ગુલાલ’ કરવા વિનંતી. બીજા કેટલાક મનગમતા બ્લોગ્સ ની વાત ફરી કયારે !!
http://krishnkantunadkat.blogspot.com/
http://www.rajulshah54.wordpress.com
banne mitro divyabhaskar maaTe lakhe Che
વિજય ભાઈ , આપના ગમતા બ્લોગ્સ નો ગુલાલ કરવા માટે આભાર, માર અવકાશે જરૂર થી આ બ્લોગ્સ ની મુલાકાત લઈશ.